Mehsana : શક્તિપીઠ બહુચરાજીમાં કોરોના કાળ બાદ ફરી શરૂ થઈ બાબરીની વિધિ, બાધા પૂરી કરવા ભાવિકોનો ઘસારો

શક્તિપીઠ બહુચરાજીમાં(Bahucharaji) પોતાના સમાજ તેમજ વંશ પરંપરા મુજબ આવતા શ્રધ્ધાળુઓ આ સ્થાનક પર પોતાની બાબરી ચૌલ ક્રિયા વિધિ માટે આવે છે તેમના માટે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બાળકો માટે ગરમ પાણી તેમજ અન્ય શુવિધા પણ પુરી પાડવામાં આવે છે.

Mehsana : શક્તિપીઠ બહુચરાજીમાં કોરોના કાળ બાદ ફરી શરૂ થઈ બાબરીની વિધિ, બાધા પૂરી કરવા ભાવિકોનો ઘસારો
Mehsana Bahucharaji Temple (File Image)
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: May 06, 2022 | 6:11 PM

ભારત વર્ષમાં 16 સંસ્કારનું ખૂબ મહત્વ રહેલું છે જેમનો એક સંસ્કાર એટલે ચૌલક્રિયા. ગુજરાતમાં (Gujarat) શક્તિપીઠ બહુચરાજીમાં( Bahucharaji ) ચૌલક્રિયાનું વિશેષ મહત્વ રહેલુંછે. જેમાં વર્ષ દરમિયાન 30 થી 35 હજાર ચૌલક્રિયા ( Babri) ની પવિત્ર વિધિ આ સ્થાનકમાં કરવામાં આવે છે અને આ વિધિથી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટને વર્ષે 30 થી 40 લાખની આવક પણ થાય છે. પરંતુ આ વર્ષે કોરોના કાળ દરમ્યાન ચૌલક્રિયા વિધિ બંધ રહી હતી. જો કે હવે રાબેતા મુજબ ચૌલ ક્રિયા પણ થઈ રહી છે. શક્તિપીઠ બહુચરાજીમાં લાખોની સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શનાર્થે પધારે છે. અહીં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુ માં બહુચર પાસે અનેક પ્રકારની બધા માનતા પણ રાખતા હોય છે. એમાંય ખાસ કરીને બાબરીની વિધિનું સવિશેષ મહત્વ આ શક્તિપીઠ સાથે સંકળાયેલું છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની ચૌલ ક્રિયા (બાબરી) આ સ્થાનક પર થઇ હોવાની પણ માન્યતા છે.

આમ ભારત ભરમાંથી આવતા સર્વજ્ઞાતિના લોકોની બાબરીની વિધિ આ સ્થાનકમાં કરવાનું મહત્વ પણ સંકળાયેલું જોવા મળે છે. બાબરી માટે અહીં આવી ન શકતા એવા પરદેશમાં રહેતા ભક્તો વાળની લટને કવરમાં મૂકી પોસ્ટ કે કુરિયર દ્વારા મંદિરને મોકલીને પણ પોતાની માનતા પુરી કરતા પણ જોવા મળે છે.\

બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ ખાસ આયોજન

હિ‌ન્દુ ધર્મમાં પરિવારમાં પ્રથમ પુત્ર સંતાનની ચૌલક્રિયા (બાબરી) ઉતરાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. જેમાં ભગવાન ક્રષ્ણની પણ બાબરી અહીં કરવામાં આવી હતી. બહુચરાજી યાત્રાધામમાં આખો ચૈત્ર મહિ‌નો અને વર્ષ દરમિયાન ચૌલક્રિયા માટે શ્રદ્ધાળુઓથી અહીં મંદિર પરિસર ઉભરાય છે. જેમાં ખાસ કરીને ચાલુ દિવસે અને વિશેષ રવિવારે અહીં ભક્તો પોતાના બાળકના કેશ અહીં ઉતારતા હોય છે.ગુજરાત ભર માંથી શ્રદ્ધાળુઓ અહીં પોતાના પરિવાર સાથે આવે છે અને પોતાના પ્રથમ પુત્રજન્મની ખુશાલીરૂપે બાળકની ચૌલક્રિયાની વિધિ અહીં પૂર્ણ કરી ધન્યતાની અનુભૂતિ કરે છે. જેમાં બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ ખાસ આયોજન પણ કરે છે

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આદ્યશક્તિમાં બહુચરના સાનિધ્યમાં ચૌલ ક્રિયા માટે ભારત ભરમાંથી શ્રધ્ધાળુ પોતાના પરિવાર તેમજ સગા સંબંધીઓ સાથે અહીં પધારીને બાબરીની વિધિ માટે આવે છે અને પોતાની તેમજ સમાજના રીત અને રિવાજને અદા કરી માનતા પૂર્ણ કરે છે અને અહીં આ સ્થાનક સાથે સંકળાયેલ ચૌલક્રિયાની પરંપરાને અનુસરી વિધિ વિધાન મુજબ ચૌલક્રિયાની માનતા પૂર્ણ કરે છે.

છેલ્લા બે થી 3 માસમાં અંદાજે 4000 જેટલી.ચૌલ ક્રિયા થઈ

શક્તિપીઠ બહુચરજીમાં પોતાના સમાજ તેમજ વંશ પરંપરા મુજબ આવતા શ્રધ્ધાળુઓ આ સ્થાનક પર પોતાની બાબરી ચૌલ ક્રિયા વિધિ માટે આવે છે તેમના માટે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બાળકો માટે ગરમ પાણી તેમજ અન્ય શુવિધા પણ પુરી પાડવામાં આવે છે. નોંધનીય બાબત તો એ છે કે વર્ષ દરમિયાન અંદાજે 30 થી 35 હજાર જેટલી ચૌલક્રિયાની વિધિ માં બહુચરના સાનિધ્યમાં થાય છે અને આ વિધિ દરમિયાન મુંડન દરમિયાન નીકળતા વાળ તેમજ બાબરી વિધિ માટે આપવામાં આવતા દાનથી બહુચર માતાજી ટ્રસ્ટને વર્ષે 30 લાખ થી વધુની રકમની આવક પણ થાય છે. પરંતુ છેલ્લા બે વર્ષ જેટલા લાંબા સમયથી કોરોના મહામારીનો લઈ ચૌલક્રિયાની વિધિ બંધ થઈ હતી. જે હવે રાબેતા મુજબ શરૂ થતા છેલ્લા બે થી 3 માસમાં અંદાજે 4000 જેટલી.ચૌલ ક્રિયા થઈ છે.

આમ આ સ્થાનક સાથે સંકળાયેલ આ પવિત્રવિધિ પૂર્ણ કરી શ્રધ્ધાળુઓ આનંદની અનુભૂતિ કરે છે અને જગત જનની માં બહુચર ના સાનિધ્ય માં પોતાના સંતાન અને પરિવારના દીર્ઘ આયુ માટે માના ચરણોમાં શીશ નમાવી ધન્યતાની અનુભૂતિ પણ કરે છે. ચૌલક્રિયાની વિધિ આ સ્થાનકમાં પૂર્ણ થતી હોવાથી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટને વર્ષે લાખોની આવક પણ થાય છે. જેમાં ભક્તોની સુવિધા પાછળ ટ્રસ્ટ સતત કાર્યરત રહે છે

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">