Mehsana : લુંટેરી દુલ્હન, દીકરાને પરણાવવો મોંધો પડયો, યુવતી પૈસા લઇને પલાયન

મહેસાણાના(Mehsana) નાગલપુર વિસ્તારમાં સન સિટી રો હાઉસમાં રહેતા હિંગુ રૂપાબેન પ્રકાશભાઈ ના પતિ 7 વર્ષથી લકવા ગ્રસ્ત છે. જેમને બે પુત્ર પ્રભાત અને જેનીલ છે. દીકરા પ્રભાતનું સમાજમાં સગપણ નહી થતા મહેસાણાના ગોકળ ગઢના ચૌધરી દેવજીભાઈ અને ચૌધરી ઈશ્વરભાઈ ને મળ્યા હતા. જેઓએ રૂપિયા બે લાખમા ભરૂચથી કન્યા લાવી આપવાની વાત કરતા રૂ.1.70 લાખમા સોદો નક્કી થયો હતો

Mehsana : લુંટેરી દુલ્હન, દીકરાને પરણાવવો મોંધો પડયો, યુવતી પૈસા લઇને પલાયન
Mehsana Looteri Dulhan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 11:37 PM

ગુજરાતના મહેસાણામાં(Mehsana)  એક પરિવાર ને પૈસા ખર્ચી ને પુત્રવધૂ લાવવી મોંઘી પડી છે. એક તો દીકરા ને પરણાવવા યુવતી મળતી નહોતી. અને પૈસા ખર્ચી ને યુવતી લાવી દીકરા ને પરણાવ્યો(Marriage) તો ગણત્રીના દિવસોમાં આ યુવતી પૈસા લઈને પલાયન(Fraud)  થઈ ગઈ. એટલે કે આ લુંટેરી દુલ્હને આ પરિવાર ને ચૂનો લગાવી દીધો. જેમાં મહેસાણાના નાગલપુર વિસ્તારમાં સન સિટી રો હાઉસમાં રહેતા હિંગુ રૂપાબેન પ્રકાશભાઈ ના પતિ 7 વર્ષથી લકવા ગ્રસ્ત છે. જેમને બે પુત્ર પ્રભાત અને જેનીલ છે. દીકરા પ્રભાતનું સમાજમાં સગપણ નહી થતા મહેસાણાના ગોકળ ગઢના ચૌધરી દેવજીભાઈ અને ચૌધરી ઈશ્વરભાઈ ને મળ્યા હતા. જેઓએ રૂપિયા બે લાખમા ભરૂચથી કન્યા લાવી આપવાની વાત કરતા રૂ.1.70 લાખમા સોદો નક્કી થતા આ બંને સાથે રૂપાબેન અને તેમનો દીકરો ભરૂચના કાછિયા (માંડવા) ગામે ગયેલા. જ્યાં અનીતબેન કાંતીલાલ વસાવા નામની યુવતી બતાવેલ અને બંને સંમત થતા ગત 1.9.2021 ના રોજ ભરૂચ હોટલ મા રોકાયેલા અને ચૌધરી ઈશ્વરભાઈ ના હાથમાં રૂપિયા 1.15 લાખ આપેલા જેનો મોબાઈલ થી વિડિયો પણ બનાવી દીધો હતો.

જેમાં યુવતીને લઈને પરત મહેસાણા આવેલા. જ્યાં બીજા દિવસે દેવજી ચૌધરી અને ઈશ્વર ચૌધરી ને રૂપિયા 46000 આપેલા અને યુવતી લાવ્યાના 10 જ દિવસમાં યુવતી એ બહાનું કાઢેલું કે માનતા કરવાની છે. અને માનતા કરવા ગયેલ અનિતા પરત જ ના આવી. યુવતી પરત નહી ફરતા યુવતી લાવી આપનાર ગોકળ ગઢના ચૌધરી દેવજીભાઈ અને ચૌધરી ઈશ્વરભાઈનો સંપર્ક કરતા તે બંને એ ઉશ્કેરાઈ જઈ રૂપાબેનને અને તેમના દીકરા એ ધમકાવી મારવાની ધમકી આપી હતી. જો કે અંગેની લેખિત અરજી મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે કરી છે. પરંતુ ગત 7.2.2022 ની કરેલ અરજીનો હજુ સુધી પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી નહી કરતા આ પરિવાર પરેશાન થઈ ગયું છે.

આમ, પૈસા ખર્ચી ને દીકરાને પરણાવવા ના અરમાનો પર આ પરિવાર ના સપના પર પાણી ફરી વળ્યુ છે. આ યુવતી નો સંપર્ક કરતા એ કહે છે તેને તો માત્ર રૂપિયા 40 હજાર જ મળ્યા છે. અને તે પણ પરત આપવા તૈયાર થતા વચેટિયા દેવજી અને ઈશ્વર ચૌધરીનો સંપર્ક કરતા 10,000 કાપી 30,000 પાછા આપ્યા. જો કે, બાકીની રકમ પણ આ આ વચેટિયા ચાઉં કરી ગયા છે. અને લકવા ગ્રસ્ત પતિ અને બે કુંવારા દીકરા ને કારણે માતા રૂપાબેન હવે ન્યાય માટે આજીજી કરી રહ્યા છે. અને માંગ કરી રહ્યા છે કે પોલીસ તાત્કાલિક તેમની ફરિયાદ દાખલ કરી ને કાર્યવાહી કરે.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

(With Inpur, Manish Mistri, Mehsana) 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">