Mehsana : વિધવા સહાય મામલે તંત્રની લાલીયાવાડી, આખરે વિધવાને ખાટલામાં લઇ ગ્રામજનો કચેરીએ પહોંચ્યા

Mehsana : VISNAGARના વાલમ ગામના વિધવા વૃદ્ધાને છેલ્લાં 2 વર્ષથી પેન્શન નથી મળ્યું. આ મામલે અગાઉ કચેરીમાં પણ વૃદ્ધાએ રજૂઆતો કરી છે, પરંતુ GOVERNMENT બાબુઓના પેટનું પાણી પણ હલ્યું નહિ.

| Updated on: Mar 24, 2021 | 11:22 PM

Mehsana : VISNAGARના વાલમ ગામના વિધવા વૃદ્ધાને છેલ્લાં 2 વર્ષથી પેન્શન નથી મળ્યું. આ મામલે અગાઉ કચેરીમાં પણ વૃદ્ધાએ રજૂઆતો કરી છે, પરંતુ GOVERNMENT બાબુઓના પેટનું પાણી પણ હલ્યું નહિ. વિધવા વૃદ્ધા ખાટલાવશ થતાં વિધવાને પેન્શન મળે એ માટે ગામલોકો વૃદ્ધાને લઈને કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.

 

એકલવાયું જીવન જીવતી વૃદ્ધા મજૂરી કરી ગુજરાન ચલાવે છે

મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકામાં આવેલા વાલમ ગામમાં રહેતા 57 વર્ષીય વૃદ્ધા SANTABEN મંગાજી ઠાકોર જેઓ નિઃસંતાન છે. તેમજ મજૂરી કરી પોતાનું જીવન ગુજારી રહ્યાં હતાં. 2005માં વૃદ્ધાના પતિનું અવસાન થયું હતું. ત્યાર બાદ આ વૃદ્ધાના પરિવારમાં આગળપાછળ કોઈના હોવાથી તેઓ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

છેલ્લા 2 વર્ષ થવા છતાં વિધવા સહાયનો લાભ ન મળ્યો

GOVERNMENT દ્વારા વિધવા મહિલાઓને મોંઘવારીમાં મદદરૂપ થવા માટે વિધવા સહાય યોજવા શરૂ કરી છે. જેમાં આ વૃદ્ધાએ વિધવા સહાય પેન્શન મેળવવા માટે 22 માર્ચ 2019માં અરજી કરી હતી. અને 9 APRIL 2019ના રોજ આ અરજી મંજૂર થઈ હતી. પરંતુ વીસનગર MAMALTDAR કચેરીના અણઘડ વહીવટ તેમજ આળસુ અધિકારીઓને કારણે બે વર્ષ થઈ ગયાં હોવા છતાં આ વૃદ્ધાને આજદિન સુધી વિધવા સહાયનો લાભ મળ્યો નથી.

સરકારી તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય

વૃદ્ધાએ ગામલોકોના સહયોગથી વીસનગર મામલતદાર કચેરીમાં આ મામલે અનેકવાર રજૂઆતો કરી હતી. પરંતુ સરકારી બાબુઓએ આ વાતને ધ્યાનમાં લીધી ન હતી. ગામલોકોએ ચાર-ચારવાર વિધવા સહાયના મંજૂરીપત્રો અને પોસ્ટ ખાતાની ચોપડીની ઝેરોક્સ તેમજ વૃદ્ધાના તમામ ડોક્યુમેન્ટ આપ્યા હોવા છતાં સરકારી બાબુઓ કોઈને કોઈ બહાના બતાવી પોતાનો બચાવ કરી આ મામલામાંથી છટકી રહ્યા હતા.

ખાટલાવશ વૃદ્ધાને વીસનગર પ્રાંત કચેરી રજૂઆત કરવા લઈ જવાયાં

જ્યારે તાજેતરમાં વૃદ્ધ શાંતાબેન મજૂરી કરતાં હતાં. ત્યારે પડી જવાને કારણે કમર ક્રેક પડવાને કારણે હવે ચાલી શકતાં નથી. અને પથારીવશ થઈ ગયાં છે, જેથી તેમને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. જેથી તેઓ ખાવા માટે પણ કોઈ ને કોઈ વ્યક્તિનો સહારો લેવા મજબૂર બન્યાં છે. જ્યારે આજે વાલમ ગામના સામાજિક કાર્યકર્તાઓ ખાટલાવશ વૃદ્ધાને ખાટલામાં જ ઉપાડી વીસનગર પ્રાંત કચેરી રજૂઆત કરવા લાવ્યા હતા. અને અધિકારીનું આ મામલે ફરીવાર ધ્યાન દોર્યું હતું.

સામાજિક અગ્રણી અનિલ પટેલે અધિકારી સામે રજૂઆત કરતાં અધિકારીએ સહાય માટેની અરજીપ્રક્રિયા તાત્કાલિક અસરથી તપાસ કરાવતાં લાભાર્થી મહિલાનું પેન્શન શરૂ થઈ ગયું છે. છેલ્લા 1 વર્ષથી જે બેન્ક ડિટેલ અને અન્ય દસ્તાવેજ અરજદારે જમા ન કરાવતાં અટક્યું હતું, એ હવે 10 દિવસમાં આવતા માસથી ભેગું મળી જશે અને ત્યાર બાદ પેન્શન નિયમ અનુસાર તબક્કાવાર મળતું રહેશે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">