લેડી કોન્સ્ટેબલ અલ્પિતાએ બહુચરાજી મંદિરમાં વિડિયો બનાવ્યો “યે કાતિલ અદાએ, યે પ્રેમી યે પાગલ….યે ચાહત યે મોહબ્બત”

બહુચરાજીના પવિત્ર યાત્રાધામમાં અલ્પિતાએ ઉતારેલા વીડિયોથી સ્થાનિક લોકો પણ રોષે ભરાયા છે. બહુચારજી ગ્રામપંચાયતના સરપંચે વહિવટી તંત્રને પત્ર લાખી અલ્પિતાના વીડિયો સામે વાંધો ઉઠાવ્યો છે.

લેડી કોન્સ્ટેબલ અલ્પિતાએ બહુચરાજી મંદિરમાં વિડિયો બનાવ્યો  યે કાતિલ અદાએ, યે પ્રેમી યે પાગલ....યે ચાહત યે મોહબ્બત
Mehsana lady constable Alpita Chaudhary controversy again, now making video on duty at temple in Bahucharaji

મહેસાણાના લેડી કોન્સ્ટેબલ અને ટિકટોક સ્ટાર અલ્પિતા ચૌધરી ફરી વિવાદમાં આવી છે. ગુજરાત પોલીસની ખાખી વર્દી પહેરી તેમણે બહુચરાજી મંદિરમાં ત્રણ વીડિયો બનાવ્યાં છે. ઈન્સ્ટાગ્રામમાં રિલ્સમાં તેમણે પોતાના વીડિયોમાં મુક્યાં છે.આ અગાઉ પણ તેમણે વીડિયો બનાવતાં સસ્પેન્ડ થયાં હતાં પણ ફરીવાર તેમણે પોલીસની વર્દી પહેરીને વીડિયો બનાવતાં અનેક સવાલો ઉભા થયાં છે.

મહેસાણાના લેડી કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ ગુજરાત પોલીસની વરદીમાં બહુચરાજી મંદિર પરિસરમાં વીડિયો બનાવ્યા છે. યે કાતિલ અદાએ, યે પ્રેમી યે પાગલ…યે ચાહત યે મોહબ્બત સોંગ પર વીડિયો બનાવ્યો હતો. અલ્પિતા ચૌધરી અગાઉ પણ આવા વીડિયો બનાવવા મામલે સસ્પેન્ડ પણ થઈ ચૂકી છે. જો કે કોરાનાકાળમાં તેમને ફરી એકવાર ફરજ પર લેવામાં આવ્યા હતા.

બહુચરાજીના પવિત્ર યાત્રાધામમાં અલ્પિતાએ ઉતારેલા વીડિયોથી સ્થાનિક લોકો પણ રોષે ભરાયા છે. બહુચારજી ગ્રામપંચાયતના સરપંચે વહિવટી તંત્રને પત્ર લાખી અલ્પિતાના વીડિયો સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે અલ્પિતા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મીડિયાના માધ્યમથી જ્યારે સમગ્ર ઘટના નાયબ કલેક્ટર ઈન્દ્રજીતસિંહ વાળાએ તપાસ કરીને કાર્યવાહીની ખાતરી આપી છે.. તેમણે કહ્યું કે મંદિર પરિસરના નિયમો પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.. જો ક્યાંય પણ કાયદાનું ઉલ્લંઘન થયું હશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.

ત્યારે સવાલ એ છે કે શા માટે પોલીસની વરદીમાં તેઓએ આ વીડિયો બનાવ્યા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે? શું ઉચ્ચ અધિકારીઓની મંજુરી લઈને વરદીમાં વીડીયો બનાવ્યા છે?

તો આ વિવાદીત વીડિયો બાબતે આજે સોશિયલ મડીયામાં અલ્પિતા લાઇવ થઇ હતી અને તેણે સ્પષ્ટતા કરી હતી કે તેણે ફરજ દરમિયાન વીડિયો બનાવ્યા નથી.પણ સવાલ એ છે કે ખાખી વર્દી પહેરીને બોલીવૂડ ગીતોના વીડિયો બનાવી શકાય ખરા…

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા પણ અલ્પિતાએ પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવ્યો હતો….અને તે વખતે ડીવાયએસપી મંજીતા વણઝારાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.બાદમાં અલ્પિતા ટિકટોક સ્ટાર બની ગઈ હતી. જેના પછી તેઓને ગુજરાતી ગીતોના આલબમમાં કામ શરૂ કર્યું હતું અને હિટ થઈ ગયા હતા.

અલ્પિતા ચૌધરી પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ થયા બાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ થઈ ગઈ છે. ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર તેમના ફોલોઅર્સ વધ્યા છે. પણ સવાલ એ છે કે એકવાર કાર્યવાહી થઇ છતા અલ્પિતા ખાખી વર્દીમાં વીડિયો શા માટે બનાવે છે. શું અલ્પિતાનો આ પબ્લીસીટી સ્ટંટ છે.

આ પણ વાંચો : RAJKOT : ગોંડલ, જેતપુર, ઉપલેટા અને જસદણમાં વરસાદ, અંડરબ્રીજમાં કાર પાણીમાં ડૂબી

આ પણ વાંચો : ગુજરાતના 16 જિલ્લા કોરોનામૂક્ત થયા, કુલ 150 એક્ટીવ કેસ 17 જિલ્લામાં, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

Click on your DTH Provider to Add TV9 Gujarati