Mehsana :  વડનગર ખાતે ભાજપ મહિલા મોરચાની બેઠક યોજાઇ, વિધવા બહેનોને સહાય અને કુપોષિત બાળકોને કીટ વિતરણ કરાઇ

વડનગરના (Vadnagar) કાર્યક્રમમાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત 201 દીકરીઓને હુકમ પત્ર વિતરણ કરાયું હતું. જેમાં 250 વિધવા બહેનોને સહાય 35 કુપોષિત બાળકોને કીટ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. જ્યારે કાર્યકર  હિરલ દેસાઈએ મધ્યમ વર્ગના લોકો સુધી સહાય પહોંચે તે સંકલ્પ સાથે વડનગરથી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી.

Mehsana :  વડનગર ખાતે ભાજપ મહિલા મોરચાની બેઠક યોજાઇ, વિધવા બહેનોને સહાય અને કુપોષિત બાળકોને કીટ વિતરણ કરાઇ
Mehsana Bjp Mahila Morcha Meeting
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: May 29, 2022 | 5:36 PM

ગુજરાતના(Gujarat)  મહેસાણા જિલ્લામાં પીએમ મોદીના માદરે વતન વડનગર(Vadnagar)  ખાતે ભાજપ મહિલા મોરચાની બેઠક યોજાઇ હતી. જેમાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં સૌ પ્રથમ શરૂઆત પીએમ મોદી ના મન કી બાત કાર્યક્રમ ની શરૂવાત કરવામાં આવી હતી. જેમાં વડનગર ખાતે મોટી સંખ્યામાં લોકો એ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત 201 દીકરીઓને હુકમ પત્ર વિતરણ કરાયું હતું. જેમાં 250 વિધવા બહેનોને સહાય 35 કુપોષિત બાળકોને કીટ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. જ્યારે કાર્યકર  હિરલ દેસાઈએ મધ્યમ વર્ગના લોકો સુધી સહાય પહોંચે તે સંકલ્પ સાથે વડનગરથી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી.

વડનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી

જેમાં ભાજપ મહિલા મોરચા પ્રમુખ ડો.દીપિકાબેન સરડવા વડનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વડનગરના મહિલા અગ્રણી હિરલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલા મોરચામાં વડનગરના રબારી સમાજના મહિલા હિરલ દેસાઈની ગુજરાત ભાજપ પ્રદેશમા નિમણુંક થયા બાદ હિરલ દેસાઈને ખાસ પછાત વર્ગ ની મહિલાઓના વિકાસ માટે ની જવાબદારી ઉપાડી લીધી. તેની શરૂઆત પોતાના વતન વડનગરમાં આયોજન કરાયું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ સાગર રાયકા એ પણ ગુજરાત પ્રદેશ મહિલા મોરચામાં હિરલ દેસાઈ ને જવાબદારી મળી તે બદલ અભિનંદન પાઠવ્યા હતા અને હિરલ દેસાઈ સમગ્ર ગુજરાત રબારી સમાજનું ગૌરવ વધારશે તેવું પણ સાગર રાયકા એ કહ્યું હતુંઆ પ્રોગ્રામમાં પોલિસી એન્ડ રિસર્ચ સેલના સંયોજક હિરલ પરીખ. ડૉ કોમલ રાવલ, દર્શના પટેલ. ધર્મિષ્ઠા બારોટ. વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુ ભાઈ મોદી, નગર પાલિકા ઉપ પ્રમુખ કાનજી ભાઈ, પૂર્વ મામલતદાર શકરા ભાઈ તેમજ અનેક સંગઠન અને નગર પાલિકાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામનું સંચાલન પોફૅસર રણજીત સિંહ રાઠોડ દ્વારા કરાયું હતું

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">