Mehsana જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત, અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતના મહેસાણા(Mehsana)  જિલ્લામાં પણ આજે અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં મહેસાણા શહેરમાં પણ વરસાદ પડ્યો છે. તેમજ વિસનગર હાઇવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. 

Mehsana જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત, અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી
Mehsana Rain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 5:34 PM

ગુજરાતમાં(Gujarat)  ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી રાજયના અનેક જિલ્લાઓમાં વરસાદની(Rain) શરૂઆત થઈ છે. જે અંતર્ગત ઉત્તર ગુજરાતના મહેસાણા(Mehsana)  જિલ્લામાં પણ આજે અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં મહેસાણા શહેરમાં પણ વરસાદ પડ્યો છે. તેમજ વિસનગર હાઇવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, રાજકોટ, જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે અમરેલી, બોટાદ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર,અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં  મહિસાગર, દાહોદ અને નર્મદામાં આગામી 3 કલાક દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે.

સંખ્યાબંધ ડેમો નવા પાણીથી છલકાયા

રાજ્યમાં એક અઠવાડિયાથી ચાલતી મેઘમહેરને પગલે નદી-નાળા છલકાયા છે. તો રાજ્યના સંખ્યાબંધ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. સૌરાષ્ટ્રના કેટલાક નાના ડેમ તો સિઝનના પહેલા વરસાદમાં જ ભરાઈ ગયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં હાલ 11 ટકા જેટલો પાણીનો જથ્થો છે..,, તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31 ટકા પાણી ઉપલબ્ધ છે. દક્ષિણ ગુજરાતના ડેમમાં 42 ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં મળીને પાણીનો 24 ટકા જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 43.43 ટકા પાણીનો જથ્થો છે. ગુજરાતમાં સિઝનના પહેલા વરસાદમાં જ ડેમમાં નવા નીર આવતા વહીવટી તંત્ર અને ખેડૂતોની ચિંતા હળવી બની છે.

વડોદરાથી NDRFની 5 ટીમો અલગ અલગ જગ્યાએ મોકલાઈ

મહત્વનું છે કે હવામાન વિભાગે રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની આગાહી. આજે સાર્વત્રિક વરસાદ પડશે. તો 4થી 7 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. વડોદરાથી NDRFની 5 ટીમો અલગ અલગ જગ્યાએ મોકલાઈ છે. ત્રણ ટીમ રાજકોટ, એક ટીમ સુરત અને એક ઉત્તર ગુજરાત મોકલાઇ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગુજરાતના મીની ચેરાપુંજી ગણાતા દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં સૌથી વધુ સરેરાશ 17 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે. જે બાદ સૌરાષ્ટ્રમાં સરેરાશ સાડા ચાર ઈંચ વરસાદ સાથે સિઝનનો 15 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ સાથે સિઝનનો સૌથી ઓછો 7 ટકા વરસાદ પડ્યો. તો ઉત્તર ગુજરાતમાં સરેરાશ 3 ઈંચ જેટલા વરસાદ સાથે સિઝનનો 9.45 ટકા વરસાદ પડી ચુક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 3 ઈંચથી થોડા સરેરાશ વરસાદ સાથે સિઝનનો 9 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">