Mehsana : 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરાયું

મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમા 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ભાગરૂપે મહેસાણા જિલ્લાના કડી ખાતે ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાનાં કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી આન-બાન-શાન સાથે સલામી અર્પી હતી. વહીવટી તંત્ર સાથે પ્રજાજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

Mehsana : 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરાયું
Republic Day Celebration Mehsana
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Jan 26, 2023 | 5:32 PM

મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમા 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ભાગરૂપે મહેસાણા જિલ્લાના કડી ખાતે ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાનાં કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી આન-બાન-શાન સાથે સલામી અર્પી હતી. વહીવટી તંત્ર સાથે પ્રજાજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સહકાર અને ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માએ પરેડ કમાન્ડરના નેતૃત્વમાં પરેડની સલામી ઝીલી વિવિધ પોલીસ દળની પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ 74માં પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં રાષ્ટ્ર આજે ત્રીજી મહાસત્તા તરીકે ઉભી આવ્યો છે. દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ ,સાતત્યપૂર્ણ નેતૃત્વ અને જનશક્તિના સાક્ષાત્કારના ત્રિવેણી સંગમથી વિકાસના નવતર સોપાનો દેશ સર કરી રહ્યો છે.

રાજ્યમાં આરોગ્ય યોજનામાં 1.68 કરોડ ઉપરાંત લોકો લાભ લઈ રહ્યા છે

ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉમેર્યું હતું કે ગુજરાતે અનેક યોજનાઓના અસરકારક અમલથી નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ઇન્ડેક્સના ત્રીજા આયામમાં આરોગ્યની સુખાકારીમાં ગુજરાત વર્ષ 2020-21મો 86માં સ્કોર સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યો છે ,તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં આરોગ્ય યોજનામાં 1.68 કરોડ ઉપરાંત લોકો લાભ લઈ રહ્યા છે તેમજ મહેસાણા જિલ્લામાં 07.50 લાખથી વધુ કાર્ડનું વિતરણ કરાવ્યું છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

રાજ્યમાં રૂપિયા 1149 કરોડની સહાય ખેડૂતોના ખાતામાં જમા કરાઇ

ગુજરાતે આજે કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રોમાં દેશભરમાં ઊડીને આંખે વળગે તેવી વિકાસની નૂતન કેડી કંડારી છે તેમ જણાવ્યું હતું. 74 માં પ્રજાસત્તાક પર્વે ધ્વજને સલામી આપતા મંત્રીએ જણાવ્યુ હતું કે, રાજ્યનો કૃષિ દર છેલ્લા બે દાયકાથી ડબલ ડિજીટમાં રહ્યો છે.ખેડુતોને સન્માન મળી રહે તે માટે રાજ્યમાં રૂપિયા 1149 કરોડની સહાય ખેડૂતોના ખાતામાં જમા કરાઇ છે. તેમજ ખેડુતોને પોષણક્ષમ ભાવ માટે રવિ ઋતુમાં 2921 કરોડના મૂલ્યના ચણાની ટેકાના ભાવે ખરીદી કરાઇ છે.

પારંપરિક અને બિનપારંપરિક ઉર્જાના નવા આયામોને વેગ આપ્યો

મંત્રીએ ઉમેર્યું હતુ કે મહેસાણા જિલ્લામાં ઐતિહાસિક અને વિરાસત સંસ્કૃતિની નગર વડનગર તેમજ મોઢેરા સૂર્યમંદિરને વર્લ્ડ હેરીટેજ સાઇટની ટેન્ટેટીવ યાદીમાં સ્થાન મળ્યું છે જે જિલ્લા માટે ગૌરવની વાત છે. તેમજ મંત્રી ઉમેર્યું હતુ કે દેશના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રનું સૌ પ્રથમ સૂર્યગામનું બહુમાન મોઢેરાને આપી રાજ્યની પારંપરિક અને બિનપારંપરિક ઉર્જાના નવા આયામોને વેગ આપ્યો છે.

વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અનેક પ્રોજેક્ટો હાથ ધરાવાના છે

દેશના પ્રધાનમંત્રીએ મહેસાણા જિલ્લાને રૂપિયા ત્રણ હજાર કરોડના વિકાસ કામોની ભેટ મોઢેરા ખાતેના કાર્યક્રમમાં આપી હતી તેમજ રૂપિયા 2700 કરોડના ખર્ચે તૈયાર થનાર રેલવેની તારંગાહિલથી આબુ લાઇનની ભૂમિપૂજન કરાયું છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રવાસન ક્ષેત્રે જિલ્લાનો વિકાસ થાય તે માટે અનેક ક્ષેત્રે કામ થઇ રહ્યું છે તેમ જણાવી આગામી સમયમાં ધરોઇ ડેમને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અનેક પ્રોજેક્ટો હાથ ધરાવાના છે.

મંત્રીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્ર ધ્વજને સલામી આપ્યા બાદ પરેડ અને માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. 08 પ્લાટુનોમાં 148 જેટલા અધિકારીઓ તેમજ કર્મયોગીઓએ ભાગ લીધો હતો.મંત્રીશ્રી દ્વારા સરકાર તરફથી રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસ કર્યો માટે રૂપિયા 25  લાખનો ચેક જિલ્લા કલેક્ટર એમ.નાગરાજનને અર્પણ કરાયો હતો.

આ પણ વાંચો : Ahmedabad: ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે કર્યું ધ્વજવંદન,છેવાડાના વ્યક્તિને યોગ્ય ન્યાય મળે તે દિશામાં કામ કરવા આપ્યું માર્ગદર્શન

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">