MAHESANA : સ્થાનિક કક્ષાએ જ ઓક્સીજન બેડની સુવિધા મળી રહે તે માટે, ગામની શાળામાં જ ઊભી કરી હોસ્પિટલ જેવી સુવિધા

જયારે ગામનો જ એક યુવાન ઓક્સીજનના અભાવે મૃત્યુ પામ્યો ત્યારે તરેટી ગ્રામ પંચાયત અને ગામના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ ઓક્સીજન બેડ ઉભા કરવાનો વિચાર આવ્યો  હતો.

Rahul Vegda
| Edited By: | Updated on: Apr 26, 2021 | 7:05 PM

Mahesana : એક તરફ કોરોનાના વધતા જતા કેસને કારણે હોસ્પિટલોમાં દર્દીઓ કીડીયારાની જેમ ઉભરાઈ રહ્યા છે. ત્યારે આવા કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં રાખવા માટે બેડ ઉપલબ્ધ નથી થતા. અને આખરે હોસ્પિટલની બહાર ૧૦૮ કે ખાનગી એમ્બ્યુલન્સની લાઈનો લાગે છે. ત્યારે બીજી તરફ ગ્રામ્ય કક્ષાએ વધતા કોરોના કેસના દર્દીઓને સ્થાનિક કક્ષાએ જ ઓક્સીજન બેડની સુવિધા મળી રહે તે માટે મહેસાણાના તરેટી ગામની શાળામાં જ હોસ્પિટલ જેવી સુવિધા ઉભી કરાઈ છે.

 

મહેસાણાની તરેટી ગ્રામ પંચાયત દ્વારા ગામની જ પ્રાથમિક શાળામાં હોસ્પિટલ જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. ગામની પ્રાથમિક શાળામાં પાંચ ઓક્સીજન વાળા બેડ તૈયાર કર્યા છે કે જેથી ગામમાંથી કોઈને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સીજનની અછતથી કોઈનો જીવ જોખમમાં ના મુકાય. એક તરફ શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ વધી રહ્યા છે. અને કોરોનાના દર્દીઓને બેડ સુદ્ધા મળતો નથી. જેને કારણે હોસ્પિટલની બહાર લાઈનો લાગે છે. જેનો ઉપાય શોધતા મહેસાણાના તરેટી ગ્રામ પંચાયતના સરપંચ પીનાલબેન પટેલ અને ગામના યુવાનોએ ગામની શાળાના ઓરડામાં જ પાંચ બેડ તૈયાર કરી દીધા. જો કે, બેડ તો તૈયાર થયા હતા પરંતુ, ઓક્સીજન ફલો મીટરની અછત સર્જાતા મળતા નહોતા. જે ગમે તેમ કરીને મેળવીને હાલમાં બે ઓક્સીજન બોટલો લગાવી દેવાઈ છે. જયારે બીજી ૩ ઓક્સીજન બોટલો ૨૪ કલાકમાં લગાવીને કુલ ૫ ઓક્સીજન વાળા બેડ અહી તૈયાર કરવામાં આવ્યા છે.

જયારે ગામનો જ એક યુવાન ઓક્સીજનના અભાવે મૃત્યુ પામ્યો ત્યારે તરેટી ગ્રામ પંચાયત અને ગામના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ ઓક્સીજન બેડ ઉભા કરવાનો વિચાર આવ્યો  હતો. સરપંચ અને યુવાનોએ નિર્ધાર કર્યો કે, જો ગામમાં જ ઓક્સીજન બેડ તૈયાર કરી દેવાય તો શહેર સુધી ઓક્સીજન વાળા બેડ શોધવા જવું ના પડે. અને કોઈનો જીવ બચી જાય. જેથી ગામની શાળામાં જ એક ઓરડામાં હાલમાં પાંચ બેડની સુવિધા ઉભી કરીદ દેવાઈ છે.

તરેટી ગ્રામ પંચાયત દ્વારા તૈયાર કરાયેલા બેડ ઉપરાંત અહી આયુર્વેદિક નાસ સેન્ટર પણ ઉભું કરાયું છે. જેથી જો કોઈને કોરોનાના સામાન્ય લક્ષણ પણ હોય તો આ નાસ લેવાથી કોરોના ને દુર ભગાડી શકાય. તો બીજી તરફ ગામની જ શાળામાં ઓક્સીજન બેડ તૈયાર કરવાથી ઓક્સીજન વાળા બેડ શોધવા શહેરોમાં લાઈનોમાં નહિ લાગવું પડે. અને આવી સુવિધા અન્ય ગામોમાં કરવામાં આવે તો કોઈનો જીવ જોખમાય નહિ. અને સમયસર કોરોનાના દર્દીને સારવાર પણ મળી રહે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">