મહેસાણા (Mehsana) જિલ્લાના કડીમાં વિડજમાં ગોગા મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કાહવાના ગોગા મહારાજની મૂર્તિને કાશી ગંગા સ્નાન કરવા માટે લઇ જવામાં આવી રહી હતી. આ શોભાયાત્રામાં હાથી (Elephant) પણ જોડાયા હતા. જો કે આ શોભાયાત્રા દરમિયાન એક વિચિત્ર ઘટના ઘટી હતી. ચાલુ શોભાયાત્રા દરમિયાન અચાનક હાથીની અંબાડી પર લગાવેલી છત્રી વીજ વાયરને (electric Wire) અડી ગઇ હતી અને કરંટ લાગ્યો હતો. જેના પગલે નાસભાગ મચી ગઇ હતી.
વિડજમાં ગોગા મહારાજની શોભાયાત્રામાં હાથીને કરંટ લાગતા નાસભાગ મચી#Mehsana #Gujarat #TV9News pic.twitter.com/yTAx55cINu
— Tv9 Gujarati (@tv9gujarati) October 12, 2022
બનાવની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના કડીના વિડજમાં ગોગા મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.વિડજમાં શોભાયાત્રામાં દરમિયાન હાથીને કરંટ લાગતા નાસભાગ મચી ગઇ હતી. હાથીની અંબાડી ઉપર લાગેલી છત્રીને વીજ વાયર અડી જતા કરંટ લાગ્યો હતો. જેથી હાથી ચાલુ શોભાયાત્રામાંથી ભાગ્યો હતો. હાથીને કરંટ લાગતા તે ભડક્યો હતો અને ભાગ્યો હતો. હાથી એકાએક ભાગતા અંબાડી પર બેઠેલા કાહવાના ભુવા અને કનીરામ બાપુ નીચે પટકાયા હતા. જો કે ઘટનામાં સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ નથી.
આ ઘટના 10 ઓક્ટોબરની હોવાનું સામે આવ્યુ છે. જેનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. કાહવાના ગોગા મહારાજની મૂર્તિને 5 ઓકટોબરે કાશી ગંગા સ્નાન કરવા માટે લઈ જવાઈ હતી. કાશી વિશ્વનાથમાં મૂર્તિનો અને કાશી વિશ્વનાથ દાદાનો અભિષેક કરવા અને યજ્ઞ ભંડારો કરવામાં આવ્યો હતો. 9 ઓક્ટોબરે રાત્રે બાય પ્લેન ગોગા મહારાજની મૂર્તિને પરત લાવવામાં આવી હતી. અડાલજથી 10 ઓક્ટોબરે આ શોભાયાત્રા નીકળી કાસવા પહોંચી હતી. જે દરમિયાન આ ઘટના બની હતી. જો કે કોઇ જાનહાનીની ઘટના ન બનતા શોભાયાત્રા રાબેતા મુજબ આગળ વધી હતી.