મહેસાણા: કોરોનાની લડાઈમાં કરી મદદ, સેનેટાઈઝ પ્રક્રિયા માટે કંપની મફતમાં આપશે કેમિકલ

મહેસાણા: કોરોનાની લડાઈમાં કરી મદદ, સેનેટાઈઝ પ્રક્રિયા માટે કંપની મફતમાં આપશે કેમિકલ


કોરોનાની લડાઈમાં સમાજને મદદરૂપ થવા મહેસાણાના એક કેમિકલ ફેક્ટરી માલિકે મહેસાણાની સોસાયટીઓમાં સેનેટાઈઝ પ્રક્રિયા માટે મફતમાં કેમિકલ આપવાની જાહેરાત કરી છે. મહેસાણાની દેદીયાસણ GIDCમાં આવેલી ઉમિયા કેમિકલ નામની કંપનીના માલિક અનીલ બારોટ અને સૌરભ બારોટે સોશિયલ મીડિયા મારફતે મહેસાણાની દરેક સોસાયટીમાં 10-10 લીટર હાઈપો ક્લોરાઈટ કેમિકલ મફતમાં આપવાની તૈયારી દર્શાવી છે. જે કેમિકલ પાણીમાં મિક્સ કરીને દરેક સોસાયટીના રહીશો જાતે જ પોતાની સોસાયટીઓને સેનેટાઈઝ કરી શકશે. આ બાબતને મહેસાણા ટીડીઓએ પણ બિરદાવી ગ્રામ્ય કક્ષાએ પણ સેનેટાઈઝ કરવાની તૈયારી દર્શાવી હતી.

આ પણ વાંચો: હવામાન વિભાગ: રાજ્યભરના મોટાભાગના શહેરોમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati