મહેસાણા : બહુચરાજીમાં માતાજીને ચડાવાયો કિંમતી હાર, હારની કિંમત સાંભળીને તમે ચોંકી જશો

મહેસાણા : બહુચરાજીમાં માતાજીને ચડાવાયો કિંમતી હાર, હારની કિંમત સાંભળીને તમે ચોંકી જશો
Mehsana: Precious necklace offered to Mataji in Bahucharaji, you will be shocked to hear the price of the necklace

આ હાર માતાજીને વર્ષો પૂર્વે માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી આ મંદિરમાં દર દશેરાએ માતાજીને આ હાર પહેરાવાની પરંપરા ચાલી આવે છે. થોડા વર્ષ અગાઉ ઝવેરીઓએ આંકેલી અંદાજીત કિંમત મુજબ આ હાર રૂપિયા ૩૦૦ કરોડથી વધુનું બજાર મૂલ્ય ધરાવે છે.

Manish Mistri

| Edited By: Utpal Patel

Oct 15, 2021 | 6:37 PM

શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીને આજે વડોદરાના રાજવીએ ભેટ આપેલ અતિ મૂલ્યવાન નવલખો હાર પહેરાવ્યો. વર્ષમાં માત્ર એક જ દિવસ દશેરાએ જ માતાજીને આ હાર પહેરાવવામાં આવે છે.

સુપ્રસિદ્ધ શક્તિપીઠ એવા બેચરાજી સ્થિત માં બહુચરાજી મંદિરે માતાજીને આજે અમૂલ્ય એવો નવલખો હાર પહેરાવવામાં આવ્યો. આમ તો દર વર્ષે આજે માતાજીને હાર પહેરાવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને મુખ્ય મંદિરથી સમી વૃક્ષ સુધી પાલખી યાત્રા નીકળતી હોય છે. પરંતુ ઇતિહાસમાં બીજીવાર કોરોનાને કારણે આ પરંપરા આજે તૂટી છે. પાલખી યાત્રા રદ્દ કરીને માત્ર માતાજીની ગાદીએ માતાજીને નવલખો હાર થોડી વાર માટે પહેરાવી અને પૂજારી દ્વારા માતાજીને કેડમાં તેડીને મંદિરની પ્રદક્ષિણા કરી પરંપરા સાચવવામાં આવી.

આ હાર વર્ષમાં માત્ર બે વાર જ દશેરાએ અને બેસતા વર્ષે માતાજીને પહેરાવાય છે. આ હારની અંદાજિત કિંમત 300 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે. મંદિર પરિસરમાં માં બહુચરની ગાદી સ્થાન આવેલું છે. આ પવિત્ર સ્થાનકની પૂજા ગાદી ગોર શુકલા પરિવાર કે જેમને ગાયકવાડ સરકાર વખતથી ગાદી ગોરની પદવી આપી હતી. જેમના દ્વારા આજે ગાદી સ્થાનક પર માતાજીને નવલખો હાર પહેરાવી શાત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચના કરાઈબાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર બહુચરાજીના મધ્યમાં આવેલું છે.

જ્યાં ચાર બુરજ અને 3 વિશાળ દ્વાર સાથે ભવ્ય કિલ્લાનું નિર્માણ વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે ઇ.સ.1783 મા કરાવ્યું હતું. બહુચરાજી નજીક 5200 વર્ષ જૂનું શંખલપુર ગામે માતાજીનું સ્થાનક છે. આ બંને મંદિર વર્ષોથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે. આ મંદિરમાં માતાજીને નીતનવીન આભૂષણ પહેરાવાની ગાયકવાડ સમયથી પ્રલાણી ચાલી આવે છે. પરંતુ આ તમામ આભૂષણોમાં જો કોઇ સૌથી ઉપર હોય તો તે નવલખો હાર છે.

આ હાર માતાજીને વર્ષો પૂર્વે માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી આ મંદિરમાં દર દશેરાએ માતાજીને આ હાર પહેરાવાની પરંપરા ચાલી આવે છે. થોડા વર્ષ અગાઉ ઝવેરીઓએ આંકેલી અંદાજીત કિંમત મુજબ આ હાર રૂપિયા ૩૦૦ કરોડથી વધુનું બજાર મૂલ્ય ધરાવે છે. આ હાર સલામતીના કારણોસર વર્ષ દરમિયાન માતાજીના અલંકારોમાંથી બાકાત રહે છે. પરંતુ દશેરાના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ હાર માતાજીને પહેરાવી સમી વૃક્ષ સુધી પાલખી યાત્રા વર્ષોથી ચાલી આવતી પરંપરા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati