
મહેસાણાના કડી તાલુકાના મેરડા ગામની સીમમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. મેરડાના ઝાલોડા ONGCના GGSમાં ફરતો દીપડો દેખાયો હતો. છેલ્લા 3 દિવસથી દીપડો આસપાસના વિસ્તારોમાં ફરી રહ્યો છે. સ્થાનિકોએ દીપડાની હાજરી અંગે વન વિભાગને જાણ કરી હતી. જો કે, વનવિભાગે સ્થાનિકોની રજૂઆત પર ધ્યાન આપ્યું ન હતું. હવે CCTVમાં દીપડો દેખાતા વનવિભાગ દોડતું થયું છે. ગાંધીનગર અને મહેસાણા વનવિભાગ દીપડાને શોધવા કામે લાગ્યું છે.
આ પણ વાંચોઃ જગતના તાતની આંખમાં આંસુઃ ભાવનગરમાં ડુંગળીના પાકમાં નુકસાન થતા ખેડૂતોને રડવાનો આવ્યો વખત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો