Sabarkantha: હિંમતનગરમાં નકલી દવાની આશંકાએ દરોડો, મોટી માત્રામાં જથ્થો સીઝ કરવા કાર્યવાહી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પણ દવાઓને લઈ હવે આશંકાઓ સર્જાઈ છે. નકલી દવાઓ વિતરણ કરાતી હોવાને લઈ શંકાઓ હોવાને પગલે રાજ્યના ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ અને ગાંધીનગરના અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અધિકારીઓની ટીમોએ દરોડાની કાર્યવાહી રાત્રી દરમિયાન શરુ કરતા દવાના વેચાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પણ દવાઓને લઈ હવે આશંકાઓ સર્જાઈ છે. નકલી દવાઓ વિતરણ કરાતી હોવાને લઈ શંકાઓ હોવાને પગલે રાજ્યના ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ અને ગાંધીનગરના અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અધિકારીઓની ટીમોએ દરોડાની કાર્યવાહી રાત્રી દરમિયાન શરુ કરતા દવાના વેચાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. જોકે અધિકારીઓએ આ અંગે કોઈ જ ફોડ મીડિયા સમક્ષ પાડ્યો નહોતો.
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં એક માસમાં 388 લોકોને શ્વાને બચકાં ભર્યા, 5 વર્ષની બાળકીને અમદાવાદ ખસેડાઈ
હિંમતનગર શહેરમાં આવેલા ગીરધરનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ મેડિકલ એજન્સીમાં શંકાસ્પદ તમામ દવાઓના જથ્થાની ચકાસણી કરી હતી. વિશાળ દવાઓનો જથ્થો સીઝ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય અધિકારીઓ પણ મોડી રાત્રે સ્થળ પર પહોંચી રહ્યા હોવાનુ કાર્યવાહીમાં સામેલ અધિકારીઓએ બતાવ્યુ હતુ. આ ઉપરાંત લીંક આધારે રાજ્યમાં અન્ય સ્થળે પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનુ બતાવ્યુ હતુ.