માંડલના વરમોર ગામે આંતરજ્ઞાતિય લગ્ન કરનારા દલિત યુવકની અભયમની ગાડીમાં જ હત્યા!

ગુજરાતમાં પણ ઓનર કિંલિગના કિસ્સા વધી રહ્યાં છે. ખાસ કરીને જેમને આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં હોય તેમને નિશાન બનાવવામાં આવે છે અને તેની હત્યા કરી દેવાઈ છે. તેમની પર ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. Web Stories View more કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે Green Tea Bag Reuse […]

માંડલના વરમોર ગામે આંતરજ્ઞાતિય લગ્ન કરનારા દલિત યુવકની અભયમની ગાડીમાં જ હત્યા!
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 1:03 PM

ગુજરાતમાં પણ ઓનર કિંલિગના કિસ્સા વધી રહ્યાં છે. ખાસ કરીને જેમને આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં હોય તેમને નિશાન બનાવવામાં આવે છે અને તેની હત્યા કરી દેવાઈ છે. તેમની પર ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમદાવાદ જિલ્લામાં માંડલના વરમોર ગામે આ ઘટના બની છે. ગામમાં અનૂસુચિત જાતિના યુવાને ગામમાં જ રહેતી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બાદમાં યુવતીના માતા-પિતા તેને મનાવીને પોતાના ગામે પરત રહેવા લઈ ગયા હતા. આ યુવકને ત્યાં બોલાવીને તિક્ષ્ણ હથિયારોથી માર મારીને તેની હત્યા કરી દેવાઈ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હરેશ સોલંકી નામના યુવકે ઉર્મિલાબેન ઝાલા સાથે લગ્ન કર્યા હતા. યુવતિના માતા-પિતાને સમજાવવા માટે અભયમની પણ મદદ લેવાઈ હતી. અભયમની ટીમ યુવતીના ઘરે સમજાવવા પહોંચી ત્યારે યુવકને અભયમની ગાડીમાં બેસવા કહેવાયું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બાદમાં જ્યારે અભયમની ટીમ સમજાવીને બહાર આવી ત્યારે અભયમની ટીમની ગાડી પર એક ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગાડીના કાચ તૂટી ગયા હતા અને તેમાં રહેલાં યુવક હરેશ સોલંકીને પણ રહેંસી નાખ્યો હતો. એવી જાણ મળી રહી છે હરેશની પત્નીને બે મહિનાનો ગર્ભ પણ છે.   આરોપીમાં હાલ દશરથસિંહ ધનુભા ઝાલા, ઈન્દ્રજીતસિંહ ઉર્ફે તાનો, હસમુખસિંહ, જયદીપસિંહ, અજયસિંહ, પરબતસિંહ, હરીશચંદ્રસિંહની સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. માત્ર એક વ્યક્તિની જ ધરપકડ પોલીસ વિભાગ દ્વારા કરાઈ છે જ્યારે બાકીના હજુ ફરાર છે. તમામ આરોપીઓ માંડલ ગામના જ છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">