જો તમે ઈ-ચલણના દંડથી બચવા વાહનની નંબરપ્લેટમાં ફેરફાર કરશો..તો જેલમાં જવું પડશે!

જો તમે ઈ-ચલણના દંડથી બચવા વાહનની નંબરપ્લેટમાં ફેરફાર કરશો..તો જેલમાં જવું પડશે!

જો તમે ઈ-ચલણ મેમોના દંડથી બચવા માટે નંબર પ્લેટમાં કોઈ ફેરફાર કરો છો તો ચેતી જજો. કારણ કે તમારી આ એક ભૂલ તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. સુરતમાં એક એક્ટિવા ચાલકને નંબર પ્લેટમાં છેડછાડ કરવું ભારે પડ્યું. અને તેના કારસ્તાને તેને જેલમાં ધકેલી દીધો.  આ પણ વાંચોઃ પાટણના એક ગામમાં પ્રચાર દરમિયાન […]

TV9 Webdesk12

|

Oct 19, 2019 | 1:53 PM

જો તમે ઈ-ચલણ મેમોના દંડથી બચવા માટે નંબર પ્લેટમાં કોઈ ફેરફાર કરો છો તો ચેતી જજો. કારણ કે તમારી આ એક ભૂલ તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. સુરતમાં એક એક્ટિવા ચાલકને નંબર પ્લેટમાં છેડછાડ કરવું ભારે પડ્યું. અને તેના કારસ્તાને તેને જેલમાં ધકેલી દીધો.

આ પણ વાંચોઃ પાટણના એક ગામમાં પ્રચાર દરમિયાન કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ રૂપિયા વહેંચતા વિવાદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વાહન ચાલકને 6 વખત ઇ-મેમો આવ્યા હતા. એટલે તેણે ટ્રાફિક વિભાગને ગેરમાર્ગે દોરવા માટે તેની નંબર પ્લેટના અક્ષરો સાથે ચેડાં કર્યા. પરંતુ તે ટ્રાફિક વિભાગની બાજ નજરમાં ઝડપાઈ ગયો. ઇ-મેમોના સોફ્ટવેરમાં એક્ટિવા પર છેડછાડ કરેલો નંબર અન્ય કોઈ ફોરવ્હિલનો હોવાનું સામે આવ્યું હતું. અંતે વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે અન્ય લોકો માટે પણ આ ચેતવણી સમાન કિસ્સો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati