Junagadh: જંગલ વિસ્તારમાં પશુ ચરાવવાની મંજૂરી ન આપતા માલધારી સમાજમાં રોષ, કલેક્ટરને કરી અપીલ

Junagadh: જંગલ વિસ્તારમાં પશુ ચરાવવાની મંજૂરી ન મળતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સમાજના કેટલાક લોકો અને કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને અપીલ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 8:59 AM

જૂનાગઢના જંગલ વિસ્તારમાં માલધારી સમાજને પશુઓ ચરાવવા માટે પરેશાની થઈ રહી છે. વન વિભાગે વર્ષોથી રહેતા માલધારીઓને પણ મંજૂરી ન આપતા રોષ ફેલાયો છે. કોંગ્રેસ અને માલધારી સમાજના આગેવાનોએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. પશુઓને ચરાવવા માટે માલધારીઓને મળેલી અનામત વીરડીમાં વન વિભાગે ગેરકાયદે દબાણ કર્યાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસ આગેવાનોએ વન વિભાગ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ માગણી કરી છે. આ વીરડીઓમાં માલધારીઓને પશુ ચરાવવાની તાત્કાલિક મંજૂરી મળે તેવી માગણી પણ કરી.

 

આ પણ વાંચો: Gold : ધનતેરસે લોકો અધધ… સોનું ખરીદ્યું! એક જ દિવસમાં 1500000 તોલા સોનાના દાગીનાનું થયું વેચાણ, 24 કલાકમાં 75 હજાર કરોડનો થયો કારોબાર

આ પણ વાંચો: IND vs AFG, T20 World Cup, LIVE Streaming: આજે ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર, ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકાશે મેચ, જાણો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">