રબારી અને માલધારી સમાજે ખોલ્યો સરકાર સામે મોરચો, ચૂંટણીમાં સમાજના ઉમેદવાર નહીં તો વોટ નહીં!

રબારી અને માલધારી સમાજે ખોલ્યો સરકાર સામે મોરચો, ચૂંટણીમાં સમાજના ઉમેદવાર નહીં તો વોટ નહીં!

અમદાવાદના અડાલજ પાસે આજે વિહોતર ગૃપ ઓફ ગુજરાતની એક મિટિંગ યોજાઈ હતી.  જેમાં રબારી અને માલધારી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.  આ મિટિંગમાં કેટલીક માંગણીઓ મુકવામાં આવી હતી અને નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી સમયની ચૂંટણીઓમાં જો માલધારી સમાજમાંથી કોઈને ટિકિટ આપવાની ખાતરી નહી આપવામાં આવે તો આ લોકસભા ચૂંટણીથી જ માલધારી સમાજના યુવાઓ […]

Hardik Bhatt

| Edited By: TV9 WebDesk8

Apr 15, 2019 | 5:41 PM

અમદાવાદના અડાલજ પાસે આજે વિહોતર ગૃપ ઓફ ગુજરાતની એક મિટિંગ યોજાઈ હતી.  જેમાં રબારી અને માલધારી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

આ મિટિંગમાં કેટલીક માંગણીઓ મુકવામાં આવી હતી અને નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી સમયની ચૂંટણીઓમાં જો માલધારી સમાજમાંથી કોઈને ટિકિટ આપવાની ખાતરી નહી આપવામાં આવે તો આ લોકસભા ચૂંટણીથી જ માલધારી સમાજના યુવાઓ અને અન્ય લોકો નોટાનું બટન દબાવીને વિરોધ કરશે અથવા તો વોટ જ નહી આપે.  માલધારી સમાજે તેમની મુખ્ય માંગણીઓ મુકી છે તે નીચે મુજબ છે.

1.ગોપાલક નિગમના બજેટમાં 1 હજાર કરોડ સુધીની ફાળવણી કરવી. 2.ગોપાલક મંડળીઓને સહકાર ક્ષેત્રે વોટનો અધિકાર આપવો. 3.રબારી સમાજના વિદ્યાર્થીઓ માટે દરેક જિલ્લા ક્ષેત્રે સરકારી છાત્રાલય અને શૈક્ષણીક સંકુલની વ્યવસ્થા કરવી. 4. રબારી સમાજના લોકો માટે સર્વે કરાવીને ના હોય તેવા લોકોને રહેઠાણ પુરા પાડવા 5. પશુ ગણતરી કરીને પશુઓ માટે રહેઠાણની ફાળવણી કરવી. 6.ગીર, બરડા રબારી સમાજને અપાયેલા એસસી એસટીના દરજ્જામાં કોઈ ફેરફાર ના કરવા. 7.શહેરમાં વસતા માલધારીઓના પશુઓને તંત્ર દ્વારા કનડગત બંધ કરાવવી. 8. રબારી સમાજના યુવાનો પરના રેલી દરમિયાન લગાવેલા કેસો પરત લેવા.

આ સહિતની માંગણીઓ રબારી અને માલધારી સમાજના આગેવાનોએ નક્કી કરી હતી અને સાથે જ નક્કી કર્યું હતું કે જો આગામી સમયમાં તેમના સમાજના કોઈ નેતાને ટિકિટ નહી આપવામાં આવે તો આ વખતથી જ તેઓ વોટીંગનો બહિષ્કાર કરશે અથવા તો નોટાને વોટ આપીને તેમનો વિરોધ પ્રદર્શીત કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati