વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું બોગસ મેઈલ આઇડી બનાવી કરાયા મેઈલ. ફરિયાદ કરવાની તૈયારી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું બોગસ મેઈલ આઇડી બનાવી કરાયા મેઈલ. ફરિયાદ કરવાની તૈયારી


સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો હેમાલી દેસાઈના નામે કોઇ તકસાધુએ અન્ય કર્મચારીઓ અને પ્રોફેસરોને બોગસ મેઇલ કર્યા હતા. જેને લઈ યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામથી લોકોને મેઇલ કરવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ વીસીના ધ્યાને આ વાત આવતા તાત્કાલિક વીસી સક્રિય થયા હતા અને તમામ ને સાચી માહિતી મળે તે માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ઇ-મેઇલ બોગસ નહિ હોતા પરંતુ આખી ઇમેઇલ આઇડીજ કુલપતિના નામે બોગસ બનાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને કુલપતિએ ગંભીરતાથી લઇને તાત્કાલીક સાચા મેઇલ આઇડીની નોટીસ જાહેર કરી હતી અને ટુંક સમયમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ પહેલી વાર નથી કે કુલપતિના નામે કોઇ અસામાજીક તત્વ દ્વારા બોગસ આઇડી બનાવીને અન્ય સ્ટાફ અને પ્રોફેસરોને મેસેજ કર્યા હોય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 માજી કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાના કાર્યકાળમાં પણ બે વખત બોગસ આઇડી બનાવી કોઇ તક સાધુએ પ્રોફેસરોને એમઝોન વાઉચર ડાઉનલોડ કરવાના મેઇલ સેન્ટ કર્યા હતા. પરંતુ ત્યારે તેને ગંભીરતાથી નહિ લઇને માત્ર સ્ટાફને જાણ કરવામાં આવી હતી. પરંતુ આ ગઇકાલે જે બોગસ મેઇલ આઇડી પરથી સ્ટાફ અને પ્રોફેસરોને મેઇલ ગયા છે તેને હાલના ઇન્ચાર્જ કુલપતિ ડો હેમાલી દેસાઇ દ્વારા ખુબજ ગંભીર તાથી લેવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati