Mahisagar : બાલાસીનોરમાં દેશના સૌ પ્રથમ ફોસીલ પાર્કમાં ડાયનાસોર મ્યુઝિયમનું 26 જૂને લોકાર્પણ, જાણો તેની વિશેષતા

ગુજરાતના (Gujarat) મહીસાગર જિલ્લાના બાલાસીનોર(Balasinor) રૈયોલીમાં ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2 માં તૈયાર કરવામાં આવેલા વિશિષ્ટ સંગ્રહાલયમાં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળી રહે છે.

Mahisagar : બાલાસીનોરમાં દેશના સૌ પ્રથમ ફોસીલ પાર્કમાં ડાયનાસોર મ્યુઝિયમનું 26 જૂને લોકાર્પણ, જાણો તેની વિશેષતા
Balasinor Fossil Park Museum
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jun 24, 2022 | 6:40 PM

ગુજરાતના (Gujarat) મહીસાગર જિલ્લાના બાલાસીનોર(Balasinor) રૈયોલીમાં નિર્મિત દેશના પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્કમાં ડાયનાસોર મ્યુઝિયમનું (Dinosaur Fossil Park Museum) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 26 જુનના રોજ લોકાર્પણ કરશે. આ વિશિષ્ટ સંગ્રહાલયમાં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળશે. જેને રૂપિયા 16.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2 માં તૈયાર કરવામાં આવેલ આ વિશિષ્ટ સંગ્રહાલયમાં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળી રહે અને દેશ-વિદેશના પ્રવાસીઓ, સંશોધકો અને વૈજ્ઞાનિકો સહિત ફોસીલ પાર્કની મુલાકાતે આવતા શાળાના બાળકોથી માંડી ડાયનાસોરની સૃષ્ટિમાં અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો પુરાતત્વ વિદો સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો- ગાથાઓ જાણવા મળે તે માટે 5-ડી થિયેટર, ડિજીટલ ફોરેસ્ટ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલીટી, એકસપેરીમેન્ટ લેબ, સેમી સકર્યુલેશન પ્રોજેકશન, મુડલાઇટ, ૩-ડી પ્રોજેકશન મેપીંગ અને હોલોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

રાજય સરકારે  રૈયોલીને જીવાશ્મ સંશોધન નકશામાં અંકિત કર્યું

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટી અસ્તિત્વમાં હતી. તેના જીવશ્મ (ફોસીલ) અવશેષો થીજીને પથ્થર બની ગયેલા ઇંડા અને વિવિધ સંશોધનોને વણી લઇને વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવીને રાજય સરકારે  રૈયોલીને જીવાશ્મ સંશોધન નકશામાં અંકિત કર્યું છે. આજે રૈયોલી-બાલાસિનોર ડાયનાસોર પ્રજાતિઓની ઉદ્દભવથી વિલુપ્તિ સુધીના વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી આપી રહ્યું છે જેના કારણે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસિત આ સ્થળ આજે વિશ્વ પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે.

ડાયનાસોર માટેના મ્યુઝિયમ ફેઝ-1 રાજય સરકારની રૂા. 703.00 લાખની ગ્રાટમાંથી તૈયાર કરવામાં આવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, રૈયોલીને મુલાકાતે આવતા પ્રવાસીઓ, સંશોધનકર્તા તથા પેલિયોન્ટોલોજિસ્ટને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તથા એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી-બાલાસિનોર ખાતે ભારત સરકારના પ્રવાસન વિભાગની રૂા. ૩૪૫ લાખની અને રાજય સરકારની ગ્રાન્ટ મળી કુલ રૂા. 571. 33 લાખના ખર્ચે ટુરિસ્ટ ઇન્ફોર્મેટીક સેન્ટર વિવિધ સુવિધાઓ સાથે જયારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અગાઉ તૈયાર કરવામાં આવેલ ઇન્ટરપ્રીટેશન સેન્ટરની અંદર ડાયનાસોર માટેના મ્યુઝિયમ ફેઝ-1 રાજય સરકારની રૂા. 703.00 લાખની ગ્રાંટમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ડાયનાસોરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો માટે વિશાળ તકો

રૈયોલી-બાલાસિનોર ખાતે તેયાર કરવામાં આવેલ મ્યુઝિયમ ફેઝ-1માં રીયલ સાઇઝ તથા સ્કેલ મુજબનો રાજાસ્વરસના ડાયનાસોરનું સ્ટેચ્યુ, સ્કેલડાઉન કરેલા વિવિધ 25 થી 30 ડાયનાસોરના સ્ટેચ્યુ, ૩-ડી સ્ટીરિયો સ્કોપીક થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી, ૩-ડી પ્રોજેકશન મેપીંગ, ઇન્ટર એકટીવ ટચ સરફેસ, ગુજરાત, ભારત તથા દુનિયાભરના ડાયનાસોરની વિગત દર્શાવતા રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ડાયનાસોરના રીયલ દેખાતા ફોસિલ ડિસ્પ્લે રૂમ, વીઆઇપીરૂમ, ટોયલેટ બલોક, ફાયર સેફટી અને સાઇનેજીસ સહિતની સૈવાઓની સાથે હવે મ્યુઝિયમ ફેઝ-રમાં તૈયાર કરવામાં આવેલ સુવિધાઓ હવે ડાયનાસોરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો માટે વિશાળ તકો ઉપલબ્ધ બનાવશે.

આમ, હવે રૈયોલી-બાલાસિનોરના ફોસીલ પાર્ક-ડાયનાસોર ખાતે બે(ર) મ્યુઝિયમનું નિર્માણ થતાં હવે વિશ્વના પ્રવાસના નકશે ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમકવાની સાથે વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર ભૂમિકા નિભાવવામાં મહત્વનું બની રહેશે.

અત્રે નોંધવું રહ્યું કે, આમ, ગુજરાતે દેશના પ્રવાસન ક્ષેત્રને ભારતના જુરાસિક પાર્ક – રૈયોલીના ડાયનાસોર પાર્કની એક અમૂલ્ય ભેટ આપી છે.બીજી ખાસ નોંધવા જેવી બાબત એ છે કે, જિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના મંતવ્ય પ્રમાણે ડાયનાસોર જીવાશ્મિનો એક અદ્દભુત સંગ્રહ અહીં રૈયોલીમાં છે. વિશ્વના અન્ય ભાગોમાં જે ડાયનાસોરના અવશેષો મળ્યાં છે તેની તુલનામાં રૈયોલીમાં મળેલા જુદા જુદા પ્રકારના ડાયનાસોરના અવશેષો અતિ દુલર્ભ અને સંશોધન માટે મહત્વના છે જેસાડા છ કરોડ વર્ષ જૂના આ અવશેષો હોવાનું મનાઇ રહ્યું છે.

 ડાયનાસોર પાર્ક સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ગુજરાતની વધુ એક અજાયબી બની રહેશે.

આમ, વિશાળકાય ડાયનાસોરના લગભગ 65  મિલિયન વર્ષના ઇતિહાસને રજૂ કરતો ભારતનો આ સૌપ્રથમ અને અદ્યતન ખોદકામથી પ્રદર્શન સુધીની ગાથા રજૂ કરતો રૈયોલીનો માહિતીસભર ડાયનાસોર પાર્ક સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ગુજરાતની વધુ એક અજાયબી બની રહેશે અને વૈશ્વિક પ્રવાસનના નકશા પર ચમકનારો બની રહેશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલ રૈયોલી ખાતેના દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક ખાતે રૂા. ૧૬.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું લોકાર્પણ કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">