લુણાવાડા- મોડાસા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ચાર લોકોના મોત

લુણાવાડા- મોડાસા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ચાર લોકોના મોત
4 died in accident between truck & bike on Lunavada -Modasa highway

Mahisagar : લુણાવાડા-મોડાસા હાઈવે પર વહેલી સવારે ટ્રકની અડફેટે બાઈકસવાર આવી જતાં એક જ પરિવારના ચાર સભ્યો મોતને ભેટ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 29, 2022 | 9:58 AM

કાળ બનીને આવેલો ટ્રક (Accident) આખા પરિવારને ભરખી ગયો. ટ્રકચાલકે બાઈકસવાર પરિવારના ચાર સભ્યોને કચડી માર્યા. હૈયુ કંપાવી દે તેવી આ ઘટના મહિસાગરના(Mahisagar)  લુણાવાડા પાસેની છે. જ્યાં લુણાવાડા-મોડાસા હાઈવે પર વહેલી સવારે ટ્રકની અડફેટે બાઈકસવાર આવી જતાં એક જ પરિવારના ચાર સભ્યો મોતને ભેટ્યા છે..પતિ-પત્ની અને તેમના બે માસૂમ બાળકોનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટનાને લઈ લુણાવાડા પોલીસે(Lunavada Police)  તપાસ હાથ ધરી છે.

જામનગરના ખંભાળિયા ધોરીમાર્ગ પર ત્રણ કાર વચ્ચે અકસ્માત

બે દિવસ પહેલા જામનગરના ખંભાળિયા ધોરીમાર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મીઠાઈ ગામના પાટિયા નજીક ત્રણ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત નિપજ્યાં હતા.મૃતકો દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામના હોવાની માહિતી મળી રહી છે. તમને જણાવી દઈએ કે, આ બંને યુવાનો રાવલ નગરપાલિકામાં ફરજ બજાવતા હતા. જ્યારે અન્ય છ વ્યક્તિઓને ઇજા પહોંચતા તેઓને જામનગર હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati