મહિસાગરના એક મંદિરમાં અચાનક જોવા મળ્યો મગર, લોકો કંકુ-ગુલાલ અને ફુલોથી કરી રહ્યાં છે પૂજા, જુઓ VIDEO

મહિસાગરના એક મંદિરમાં અચાનક જોવા મળ્યો મગર, લોકો કંકુ-ગુલાલ અને ફુલોથી કરી રહ્યાં છે પૂજા, જુઓ VIDEO

મહિસાગરના એક મંદિરમાં એક મગર આવી ધુસી ગયાની આશ્ચર્ય જનક ધટના સામે આવી છે. આ મગરને જોવા માટે લોકોના ટોળા ઉમટી રહ્યા છે. આ ઘટના લુણાવાડાના ખોડિયાર મંદિરની છે. ખોડિયાર માતાજીના મંદિરમાં મગર આવતા શ્રદ્ધાળુઓ તેને જોવા ટોળે વળી રહ્યા છે. આસપાસના વિસ્તારોથી પણ લોકો આવી રહ્યા છે. અને મગરની કંકુ-ગુલાલ અને ફુલોના હાર પહેરાવી લોકો પૂજા પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 3 દિવસ સુધી સારા વરસાદની આગાહી, આ જિલ્લામાં પડશે સૌથી વધુ વરસાદ

આ ઘટનાનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે, આ ગામમાં આગલી રાતે જ ચોરી થઈ હતી. મંદિરમાં પણ ચોર હાથ સાફ કરી ગયા હતા. જેથી સ્થાનિકોને એવી આસ્થા બંધાઈ છે કે, ચોરોથી રક્ષણ માટે માતાજીએ જ પોતાના વાહન ગણાતા મગરને મંદિરમાં મોકલ્યો છે. આ માન્યતા વાયુ વેગે ફેલાતા, મંદિરમાં મગરને જોવા આવનારાઓની સંખ્યા વધી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati