મહેસાણા કડી તાલુકા પંચાયતના બે અપક્ષ સભ્યોએ રાજીનામું દેતા પંચાયતનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ખાસ કરીને તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી ભાજપ સત્તામાં હતું અને હાલમાં ભાજપ-કોંગ્રેસની 14-14 સીટ અને અપક્ષની 2 સીટ છે. કલ્યાણપુરા અને ચંન્દ્રાસણ સીટ પરના બંને સભ્યોએ રાજીનામું આપી દેતા ભાજપ હવે કઈ રીતે સત્તા સંભાળે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. કલ્યાણપુરા સીટના રમીલાબેન પટેલ અને ચંન્દ્રાસણ સીટના સપનાબેન પટેલે રાજીનામું આપી દેતા હવે ભાજપ માટે સ્થિતિ સંભાળવાનો વારો આવ્યો છે. કડી તાલુકા પંચાયતમાં 30 સીટ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code