મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને ધમકી આપતો મહંત બટુક મોરારી બાપુનો વીડિયો વાયરલ

હાલ તો આ વીડિયોને લઇને ગુજરાતભરમાં ભારે ચર્ચાઓ થઇ રહી છે. તો સોશિયલ મીડિયા પર આ વીડિયોને કારણે વ્યુર્સે મહંતની ધમકીને લઇને આક્રોશ પણ ઠાલવ્યો છે. સોશિયલ મીડિયામાં મોટાભાગના લોકોએ મહંત નશામાં ભાન ભુલ્યાનું જણાવી રહ્યાં છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Nov 25, 2021 | 6:16 PM

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને ધમકી આપતો મહંતનો વીડિયો વાયરલ થયો છે.બનાસકાંઠાના મહંત બટુક મોરારી બાપુ ઉર્ફે મહેશ ભગતે ધમકી આપી છે.મુખ્યપ્રધાન પાસે 10 દિવસમાં રૂપિયા 1 કરોડની માંગણી છે.વીડિયોમાં મહંત કહી રહ્યાં છે કે 10 દિવસની અંદર એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી પહોંચાડી દેજો.નહીં તો ગુજરાતમાં કોઇ દિવસ પટેલને રાજ નહીં કરવા દઉ.ભુપેન્દ્ર પટેલ એક કરોડ રૂપિયા નહીં આપે તો અકસ્માતમાં મોતને ઘાટ ઉતારી દઇશ. મહંતના આ ધમકીભર્યા વાયરલ વીડિયોને લઇને લોકોમાં આક્રોષ જોવા મળ્યો છે.

સોશિયલ મીડિયામાં મહંતની ધમકીને લઇને વિવિધ કોમેન્ટો થઇ

હાલ તો આ વીડિયોને લઇને ગુજરાતભરમાં ભારે ચર્ચાઓ થઇ રહી છે. તો સોશિયલ મીડિયા પર આ વીડિયોને કારણે વ્યુર્સે મહંતની ધમકીને લઇને આક્રોશ પણ ઠાલવ્યો છે. સોશિયલ મીડિયામાં મોટાભાગના લોકોએ મહંત નશામાં ભાન ભુલ્યાનું જણાવી રહ્યાં છે. મહંતને ગાંજો ચડી ગયો હોવાનું પણ લોકો જણાવી રહ્યાં છે. ત્યારે મહંતની સીએમને ધમકીને લઇને સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ રમુજો થઇ રહી છે. જોકે, કેટલાક લોકોએ તો મહંતના આવા વાણીવિલાસને લઇને જોરદાર ગુસ્સો પણ ઠાલવ્યો છે.  ત્યારે હવે આ મામલે પોલીસની કાર્યવાહી પર સૌ-કોઇની નજર રહેશે.

આ પણ વાંચો : IND vs NZ: ન્યૂઝીલેન્ડથી ઈંગ્લેન્ડ અને ભારત સુધી ટીમ ઈન્ડિયાની પાછળ પડ્યો આ ખેલાડી, કાનપુરમાં પણ બન્યો આફત

આ પણ વાંચો : જેવર એરપોર્ટથી દિલ્હી-NCR ના કરોડો લોકોને થશે ફાયદો, લોજિસ્ટિક્સના દૃષ્ટિકોણથી દેશનું પ્રવેશદ્વાર બનાવવામાં આવશે: પીએમ મોદી

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati