રાજ્યમાં સૌથી વધુ ચર્ચાનો મુદ્દો રહેલી LRD પરીક્ષાનું પરિણામ જાહેર, હરિયાણાની ગેંગને આ જગ્યા પરથી મળ્યું હતું પેપર
ગુજરાતમાં વર્ષ 2018 અને 2019 દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલી પોલીસ ખાતાની LRD પરીક્ષાનું પરિણામ અંતે જાહેર થયું છે. પેપર લીક થવાના મામલે ગુજરાત પોલીસને દિલ્હી, હરિયાણા અને કર્ણાટક સુધી માથા દોડાવવા પડ્યા હતા. જે બાદ હવે 8135 ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરી દેવાઈ છે. 7618 LRD જવાન, 517 જેલ સિપાહીની યાદી જાહેર થઈ ચૂકી […]

ગુજરાતમાં વર્ષ 2018 અને 2019 દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલી પોલીસ ખાતાની LRD પરીક્ષાનું પરિણામ અંતે જાહેર થયું છે. પેપર લીક થવાના મામલે ગુજરાત પોલીસને દિલ્હી, હરિયાણા અને કર્ણાટક સુધી માથા દોડાવવા પડ્યા હતા. જે બાદ હવે 8135 ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરી દેવાઈ છે. 7618 LRD જવાન, 517 જેલ સિપાહીની યાદી જાહેર થઈ ચૂકી છે. પરીક્ષાને લઈને મીડિયાથી કોર્ટ સુધી મામલા પહોંચ્યા હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
માહિતી અનુસાર પેપર લીક કરનારી મુખ્યગેંગના માણસોને પોલીસે ઝડપી લીધા હતા. આ લોકો હરિયાણાના હોવાનું સામે આવ્યું હતું. અને કર્ણાટકના પ્રિન્ટિંગ પ્રેસમાંથી LRDનું પેપર ચોરીને 50 લાખમાં સોંદો પાડ્યો હતો. જે બાદ આ પેપર ગુજરાતમાં આવ્યું હોવાની માહિતી સામે આવી હતી. એક ચર્ચા એવી પણ ચાલી હતી કે, આ ગેંગ હરિયાણા પોલીસ વિભાગની પરીક્ષાનું પેપર ચોરી કરવા ગયા હતા. અને તેમને ગુજરાત પોલીસ વિભાગની પરીક્ષાનું પેપર હાથે લાગ્યું હતું. આ કેસમાં મુખ્ય 3 આરોપીની ધરપકડ કરી હતી.

