ભાજપ ચૂંટણી પ્રચાર માટે 3 કલાકમાંં આશરે રૂ. 150 કરોડનું પેટ્રોલનો ધુમાડો કરી નાખશે, જાણો ક્યારે અને કેવી રીતે ?

ભાજપ ચૂંટણી પ્રચાર માટે 3 કલાકમાંં આશરે રૂ. 150 કરોડનું પેટ્રોલનો ધુમાડો કરી નાખશે, જાણો ક્યારે અને કેવી રીતે ?
બીજેપી 2જી માર્ચે બાઇક રેલી પાછળ 150 કરોડનુ પેટ્રોલ ફુકી મારશે,, નથી ઇધણ પેટ્રોલ બચાવવાની ચિન્તા

એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એજન્સીઓ ભવિષ્ય માટે પેટ્રોલ બચાવવાના વિજ્ઞાપન આપી રહ્યા છે.  તો બીજી તરફ બીજેપી 3 કલાકમાં રુપિયા દોઢસો કરોડના પેટ્રોલનુ ધુમાડો કરવા જઇ રહી છે. આ ધુમાડો માત્ર કોઇ એક સ્થળે નહીં પણ પુરા દેશમાં માત્ર 3 કલાકમાં દોઢસો કરોડ ભાજપ તરફી માહોલ બનાવવા ખર્ચી દેવાશે.

દેશમાંના પેટ્રોલિયમ મત્રાલય હોય કે રાજ્ય સરકારનો પરિવહન વિભાગ નાગરિકોને કઇ રીતે પેટ્રોલિયમ સહિતના ઇધણનો બચાવ કરી શકાય તેને લઇને જાગૃતિ અભિયાન ચલાવે છે. દર વરસે કરોડોનો વિજ્ઞાપન પણ આપી દે છે પણ લાગે છે કે બીજેપીને પોતાની સરકારની જ સલાહ માનવામાં રસ નથી. અને એટલે જ તેઓ પોતાના પ્રચાર માટે દેશભરમાં વિધાનસભા પ્રમાણે બાઇક રેલીનુ આયોજન કરી દેવાયુ છે.

આ પણ વાંચો : ગરીબ લોકાના જીવ સાથે ચેડા કરતાં બે ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ’ ઝડપાયા, પોલીસે કરી ધરપકડ

2જી માર્ચે ગુજરાતમાં 50 હજાર બુથોના મળીને અઢી લાખ બાઇકની રેલી થશે. જ્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ ક જાડેજાની માનીએ તો બીજેપીએ બાઇક રેલી માટે તૈયારીઓ પુર્ણ કરી લીધી છે. બુથ વાઇસ પાંચ બાઇક ચાલક રહેશે. જેમા ચાલકનુ નામ નંબર અને બાઇક નંબરની નોધણી પુર્ણ કરી લેવાઇ છે.  દર વિધાનસભા દીઢ 1200થી 1500 બાઇક રેલીનુ આયોજન થશે.

 

જેમાં ક્રાઇટેરિયા પણ નક્કી કરી દેવાયુ છે, જેમાં શહેરી વિસ્તારોમાં 30 થી 60 કિલોમીટરની રેલીનુ રુટ કરવાનુ રહેશે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 100થી 150 કિલોમીટરનુ રુટ પ્રમાણે રેલીઓ કાઢવાનો આયોજન છે. આમ પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ હવે જાતે ચર્ચા કરી રહ્યા છે.  દેશભરમાં જો એક કરોડ બાઇક ચલાવાય તો બાઇક દિઠ ઓછામાં ઓછા 100થી 200નુ પેટ્રોલ વપરાશે એટલે કે એવરેજ 150 રુપિયાનુ પેટ્રોલ વપરાય તો એક કરોડ બાઇકમાં 150 કરોડનો પેટ્રોલનુ ધુમાડો તો થઇ જશે પણ આ ખર્ચ પાર્ટી નહી કરે કાર્યકર્તાઓએ જાતે કરવાનુ રહેશે.

[yop_poll id=1702]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati