આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ ઉમેદવારો પર હશે સૌ કોઈની રહેશે નજર

ગુજરાતમાં ભાજપ માટે અમદાવાદ, સુરત અને વડોદરા બાદ સૌરાષ્ટ્રમાં રાજકોટ મહાનગરપાલિકા મહત્વની છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડ છે અને 72 બેઠક છે.

આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ ઉમેદવારો પર હશે સૌ કોઈની રહેશે નજર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 20, 2021 | 9:04 PM

ગુજરાતમાં ભાજપ માટે અમદાવાદ, સુરત અને વડોદરા બાદ સૌરાષ્ટ્રમાં રાજકોટ મહાનગરપાલિકા મહત્વની છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડ છે અને 72 બેઠક છે. રાજકોટ મુખ્યપ્રધાન વિજય રુપાણીનું હોમ ટાઉન પણ છે, ત્યારે અહીં સત્તા જાળવી રાખવી ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની રહેશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2015ના ચૂંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે રાજકોટ મહાનગરપાલિકામાં 38 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસને 34 બેઠકો મળી હતી. જેમાં પાટીદાર આંદોલનના પ્રભાવને લીધે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહી હતી.

Bhanuben Babriya

Bhanuben Babriya

1 ભાનુબેન બાબરિયા : રાજકોટ વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયા ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.આ ઉપરાંત પ્રદેશ અનુસૂચિત જાતિના હોદ્દા પર પણ રહી ચૂક્યા છે. મહિલા મોરચામાં પણ સારુ વર્ચસ્વ ધરાવે છે . રાજકોટ મહાનગરપાલિકાના સૌથી ધનિક ઉમેદવાર છે, BA, LLB સુધીનો અભ્યાસ કર્યો છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
Atul Rajani

Atul Rajani

2 અતુલ રાજાણી: રાજકોટના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણી પૂર્વ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. અતુલ રાજાણી 108ના નામથી જાણીતા છે કારણ કે પોતાના વિસ્તારમાં તેઓ સારૂ પ્રભુત્વ ધરાવે છે . અતુલ રાજાણી આમ તો વર્ષોથી વોર્ડ નંબર 3 કે જે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, ત્યાં ચૂંટણી લડતા હતા જો કે નવા સિમાંકનને કારણે આ વખતે તેઓ વોર્ડ નંબર 2માંથી ઉભા રહ્યા છે.અતુલ રાજાણી જર્નાલિઝમ કરી ચૂક્યા છે અને તેઓ એક પત્રકાર પણ છે.

Gayatriba vaghela

Gayatriba vaghela

3 ગાયત્રીબા વાઘેલા: રાજકોટમાં વોર્ડ નંબર 3ના ઉમેદવાર ગાયત્રીબા વાઘેલા છે . ગાયત્રીબા વાઘેલા હાલ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે. વર્ષોથી તેઓ અને તેમના પતિ અશોકસિંહ વાઘેલા જેઓ વ્યવસાયે વકીલ છે. તેઓ કોંગ્રેસ સાથે રહી ચૂક્યા છે અને વિરોધ પક્ષના નેતા સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ વખતે તેઓ પોતાના પરંપરાગત વોર્ડ નંબર 3માંથી દાવેદારી કરી છે. જો કે નવું સીમાંકન અસર કરી શકે છે.

Nehal Shukal

Nehal Shukal

4 નેહલ શુક્લ: રાજકોટના વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર નેહલ શુક્લ પ્રદેશ યુવા ભાજપ આગેવાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય છે. નેહલ શુક્લએ M Com, PHD સુધીનો અભ્યાસ કર્યો છે. પ્રદેશ યુવા મોરચા અને પ્રદેશ કારોબારીના સભ્ય નેહલ શુક્લ શૈક્ષણિક ફિલ્ડ સાથે જોડાયેલા છે, તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર પણ છે, જો કે ભાજપના નવા નિયમોને કારણે તેઓ ભાજપના પીઢ નેતા કશ્યપ શુક્લના ઉત્તાધિકારી બન્યા છે. તેઓ જનસંઘના નેતા ચીમનભાઈ શુક્લના પુત્ર છે.

Devang Mankad

Devang Mankad

5 દેવાંગ માંકડ: રાજકોટના વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર દેવાંગ માંકડે બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે . દેવાંગ માંકડ શહેર ભાજપ મહામંત્રી તરીકે સંગઠનમાં જવાબદારી સંભાળતા હતા. ભાજપના થીંક ટેંક પૈકીના એક દેવાંગ માંકડ સામાજિક પ્રવતિ સાથે જોડાયેલા છે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નજીકના માનવામાં આવે છે. આ અગાઉ તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

6 પુષ્કર પટેલ: રાજકોટના વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવાર પુષ્કર પટેલ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. તેમણે બીબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. પુષ્કર પટેલના પિતા હરિભાઈ પટેલ પોરબંદરના પૂર્વ સાંસદ છે અને કડવા પાટીદાર સમાજમાં મોટું નામ છે.

Mansukh Kalariya

Mansukh Kalariya

મનસુખ કાલરિયા: રાજકોટના વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરિયા ગત ટર્મમાં આ જ વોર્ડમાં ચૂંટાયા હતા. મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના ઉપનેતા તરીકે તેઓ રહી ચૂક્યા છે. પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય રીતે જોડાયેલા હોવાથી મનપાની ગત ચૂંટણીમાં ફાયદો થયો હતો, બાદમાં તેઓના લોકસંપર્કથી ફરી ટિકીટ મળી છે.

8 સુરેશ બથવાર: રાજકોટના વોર્ડ નંબર 11ના કોંગ્રેસના નેતા સુરેશ બથવારે એન્જિનીયરીંગ સુધીનો અભ્યાસ કર્યો છે. સુરેશ બથવાર પીજીવીસીએલના ક્લાસ 2 અધિકારી રહી ચૂક્યા છે. દલિત સમાજના અગ્રણી છે. પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતા પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે.

9 પ્રદિપ દવે: રાજકોટના વોર્ડ નંબર 12ના ભાજપના ઉમેદવાર પ્રદિપ દવેએ પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે . પ્રદિપ દવેની વિદ્યાર્થી નેતા તરીકેની છાપ છે. એનએસયુઆઈમાં જોડાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને યુવા ભાજપ પ્રમુખ તરીકે રહ્યા હતા. તાજેતરમાં નવા સંગઠનમાં તેઓ શહેર ભાજપ ઉપપ્રમુખ બન્યા હતા, જો કે વોર્ડ નંબર 12માં તેઓને ટિકિટ મળતા તે હોદ્દો છોડી દીધો છે.

10 ડો.મેઘાવી સિંઘવ: રાજકોટના વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવાર ડો.મેઘાવી સિંઘવ મહાનગરપાલિકાની ચૂંટણીના સૌથી યુવા ઉમેદવાર છે. ડૉ.મેઘાવી ડેન્ટીસ્ટ છે. મેધાવીને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના દાદા કરણાભાઈ માલધારી અનેક ચૂંટણી લડી ચૂક્યા છે.

આ પણ વાંચો: Local Body Poll 2021: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ ઉમેદવારો પર રહેશે લોકોની નજર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">