Gujarat News Fatafat : Ahmedabad કોર્પોરેશને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, પ્રિ- મોન્સુન પ્લાન અમલમાં મૂક્યો

| Updated on: Jun 02, 2021 | 7:05 AM

Gujarat News Fatafat : આજે 1લી જૂન 2021ને મંગળવારના રોજ ગુજરાતભરના તમામ સમાચાર સંક્ષિપ્ત રૂપે જાણો.

Gujarat News Fatafat : Ahmedabad કોર્પોરેશને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, પ્રિ- મોન્સુન પ્લાન અમલમાં મૂક્યો
ગુજરાતભરના નાનામોટા તમામ સમાચાર સંક્ષિપ્તમાં ગુજરાત ન્યૂઝ ફટાફટ

Gujarat News Fatafat : ગુજરાતભરના આજરોજ 1મી  જૂન 2021ને મંગળવારના તમામ સમાચાર, સંક્ષિપ્ત રૂપે  (Gujarat News Fatafat ) અહી રજૂ કરવામાં આવ્યા છે. આપ હવે આ લાઈવ બ્લોગ દ્વારા, રોજે રોજ ગુજરાતભરના તમામ સમાચાર તેમજ તમામ નાની- મોટી ઘટના અંગેના સમાચાર અંહીયા જાણી શકશો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Jun 2021 10:08 PM (IST)

    Ahmedabad કોર્પોરેશને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, પ્રિ- મોન્સુન પ્લાન અમલમાં મૂક્યો

    શહેરમાં ચોમાસા( Monsoon) ની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાનગર પાલિકાએ તેનો પ્રિ- મોન્સુન પ્લાન અમલમાં મૂકી દીધો છે. જેના ભાગરૂપે અમદાવાદ(Ahmedabad )  મહાનગર પાલિકાએ પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે. મહાનગરપાલિકાએ આ ઉપરાંત શહેરમાં ઝોન વાઇસ કંટ્રોલરુમ શરૂ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે.

    Ahmedabad કોર્પોરેશને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, પ્રિ- મોન્સુન પ્લાન અમલમાં મૂક્યો

  • 01 Jun 2021 09:58 PM (IST)

    Ahmedabad : સિવિલમાં 55 દિવસમાં Mucormycosis ના 852 કેસ, 456 થી વધુ સર્જરી

    કોરોનાના કહેર બાદ સમગ્ર દેશમાં મ્યુકરમાઇકોસીસ (Mucormycosis) બિમારીનું ચલણ વધ્યું છે. મ્યુકરમાઇકોસીસ એ કોઇ નવી બિમારી નથી. કોરોનાકાળ પહેલા પણ દેશભરમાં મ્યુકરમાઇકોસીસ બિમારીના કેસ જોવા મળતા હતા. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સાજા થઇ ગયા બાદ મ્યુકરમાઇકોસીસ રોગ થવાના કેસ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એવા દર્દીઓમાં આ બિમારીનો ફેલાવો વધુ જોવા મળી રહ્યો છે.

    Ahmedabad : સિવિલમાં 55 દિવસમાં Mucormycosis ના 852 કેસ, 456 થી વધુ સર્જરી

  • 01 Jun 2021 09:14 PM (IST)

    રાજ્યમાં આજે કોરોનાના 1561 નવા કેસ, 22 મૃત્યુ, 1,96,793 લોકોનું રસીકરણ

    રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 1 મે ના રોજ 2 હજારથી પણ ઓછા નવા કેસો નોંધાયા છે, આ સાથે 4869 દર્દીઓ સાજા થયા છે. કોરોના વિરૂદ્ધની લડાઈમાં આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે ગઈકાલે 31 મે ના રોજ ગુજરાતમાં દૈનિક રસીકરણનો આંકડો 2 લાખને પાર થયો હતો અને આજે 1 જૂનના રોજ 1,96,793 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

    Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના 1561 નવા કેસ, 22 મૃત્યુ, 1,96,793 લોકોનું રસીકરણ

  • 01 Jun 2021 07:49 PM (IST)

    અમદાવાદની M.J.Library હવે બની e-Library, 4 લાખથી વધુ પુસ્તકો ઓનલાઈન વાંચી શકાશે

    ભારત સરકારના Digital India અભિયાન અંતર્ગત આમદાવાદની પ્રતિષ્ઠિત M.J.Library હવે e-Library બની છે. ડીજીટલ લાઈબ્રેરીમાં પરિવર્તિત થયેલી એમ.જે. લાઈબ્રેરીનું આજે 1લી જૂનના રોજ અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને માનપાના સત્તાપક્ષના નેતાઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું.

    અમદાવાદ : M.J.Library હવે બની e-Library, 4 લાખથી વધુ પુસ્તકો ઓનલાઈન વાંચી શકાશે

  • 01 Jun 2021 06:33 PM (IST)

    Gujarat 12 Board Exam Schedule: રાજ્યમાં ધો.12નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર, 1 થી 16 જુલાઈ સુધી ચાલશે પરીક્ષા, જાણો વિગતવાર કાર્યક્રમ

    Gujarat 12 Board Exam Schedule: રાજ્યના શિક્ષણ બોર્ડ (Gujarat Education Board)દ્વારા ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. 1 જુલાઈથી 16 જુલાઈ સુધી પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10ની રિપિટર પરીક્ષા પણ જાહેર કરાઈ છે.  ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

    Gujarat 12 Board Exam Schedule: રાજ્યમાં ધો.12નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર, 1 થી 16 જુલાઈ સુધી ચાલશે પરીક્ષા, જાણો વિગતવાર કાર્યક્રમ

  • 01 Jun 2021 05:48 PM (IST)

    ભરૂચમાંથી એક બે નહીં પણ પુરા 14 મુન્નાભાઈઓની ફૌજ ઝડપાઈ, કોલેજ નથી જોઈ એવા બોગસિયા ડોક્ટરો કરતા હતા કોરોનાનો ઈલાજ

    ભરૂચ જિલ્લામાં તબીબી ઇલાજના નામે દર્દીઓ ઉપર અખતરાં કરતા ૧૪ ઝોલાછાપ તબીબોને એકજ દિવસમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. કોલેજનું પગથિયું પણ ન ચડેલા આ શકશોએ પોતાને ડોક્ટર તરીકે ઓળખાવી દર્દીઓને ન માટે લાલ પીળી ગોળીઓ આપી પણ તેમણે ઇન્જેક્શન અને બોટલ ચઢાવી અખતરાં કર્યા હતા.

    લો બોલો ! ભરૂચમાંથી એક બે નહીં પણ પુરા 14 મુન્નાભાઈઓની ફૌજ ઝડપાઈ, કોલેજ નથી જોઈ એવા બોગસિયા ડોક્ટરો કરતા હતા કોરોનાનો ઈલાજ

  • 01 Jun 2021 04:36 PM (IST)

    GUJARAT : આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની અચાનક બદલી, સચિવાલયના અધિકારીઓમાં અનેક તર્કવિતર્કો

    ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની તાત્કાલિક અસરથી બદલી કરાઇ છે. તેમની એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુનાં સચિવ તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો અપાયા છે. કોરોનાના કાળમાં ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ તરીકે જયંતી રવિની કાર્યશૈલી પર અનેક સવાલો ઉઠયા હતા. ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાંની સાથે જ તેમની બદલીને લઇને ચર્ચાઓએ જોર પકડયું છે. જયંતિ રવિની એકાએક બદલી થતાં સચિવાલય અને ઉચ્ચ અધિકારીઓમાં અનેક તર્કો થઇ રહ્યાં છે.

  • 01 Jun 2021 02:57 PM (IST)

    Ahmedabad : આ વર્ષે ચોમાસામાં 96થી 104 ટકા પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

    હવામાન વિભાગ દ્વારાલ આગાહી કરવામાં આવી છે કે, આ વર્ષે નૈઋત્યનુ ચોમાસુ સામાન્ય રહેશે. આગામી 3 જૂને કેરળમાં પહોચનારુ નૈઋત્યનું ચોમાસામાં જૂનથી સપ્ટેમ્બર સુધીમાં 96થી 104 ટકા સુધીનો વરસાદ વરસશે. આ વર્ષે દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.

  • 01 Jun 2021 02:52 PM (IST)

    Rajkot : મ્યુકરમાઈકોસીસના રાજકોટમાં 250 એકટીવ કેસ

    રાજકોટ શહેરમાં મ્યુકરમાઈકોસીસના 250 જેટલા એકટિવ કેસ હોવાનું રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ટીવી9ને જણાવ્યુ છે. કોરોનાની બીજી લહેર જેવી જ સંભવિત ત્રીજી લહેર આવે તો, બાળકો  સરળતાથી સંક્રમિત ના થાય તેના માટે પિડીયાટ્રીક તબીબો સાથે  સપંર્ક કર્યો છે. રાજકોટ શહેરમાં આવેલી તમામ ચિલ્ડ્રન હોસ્પિટલને અપગ્રેડ કરવાની સુચના આપી દેવાઈ છે. રાજકોટમાં રસીકરણનો કાર્યક્રમ સારી રીતે ચાલી રહ્યો હોવાનુ જણાવીને કમિશનર ઉદીત અગ્રવાલે કહ્યુ કે, કેટલાક લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં બે જગ્યાએ નોંધણી કરાવે છે. તેના કારણે સ્લોટ બુક થઈ જાય છે. પણ રસી લેનારાની સંખ્યા ઓછી નોંધાય છે.

  • 01 Jun 2021 02:44 PM (IST)

    Rajkot : આજી રિવરફ્રન્ટ માટે 600 મકાનને અપાઈ નોટીસ

    રાજકોટમાં પણ સાબરમતી રિવરફ્રન્ટ જેવો રિવરફ્રન્ટ આજી નદી કાઠે બનાવવા માટેની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. આજી રિવરફ્રન્ટ માટે વચ્ચે આવતા 600 મકાનોને દુર કરવા માટે નોટીસ પાઠવવામાં આવી છે. ખાસ કરીને આજી કાઠે આવેલ માડતર, નવયુગપુરાના મકાનોને નોટીસ ફટકારાઈ છે.  આ ઘટના અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષે અસરગ્રસ્તોને સાથે રાખીને રજૂઆત કરી હતી.

  • 01 Jun 2021 02:36 PM (IST)

    Ahmedabad : નારોલ મોતીપુરાનુ ATM કટરથી તોડીને 14 લાખની કરાઈ ચોરી

    અમદાવાદના નારોલ મોતીપુરા ગામે ખાનગી બેંકના એટીએમને ( ATM ) કટરથી તોડીને તસ્કરો રૂ 14 લાખ ચોરી ગયા છે. જો કે તસ્કરની સમગ્ર તસ્કરી સીસીટીવીમાં ( CCTV ) કેદ થઈ ગઈ છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. નારોલના મોતીપુરા ગામે આવેલ એકસીસ બેંકના એટીએમમાં ચોરી કરવા માટે તસ્કરો સ્વીફ્ટ કારમાં આવ્યા હતા. પોલીસે હાથ ધરેલ તપાસમાં ખુલ્યુ છે કે એટીએમ તોડવા માટે કુલ પાંચ જણા આવ્યા હતા.

  • 01 Jun 2021 01:08 PM (IST)

    Rjkot : વેપારીઓને સવારે 8થી રાત્રીના 8 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવા મંજૂરી આપો

     રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યુ છે કે, વેપારીઓને તેમની દુકાન, ધંધા રોજગાર સવારના 8થી રાત્રીના 8 વાગ્યા સુધી ચાલુ રાખવા દેવા જોઈએ. ગુજરાતમાં હાલ કોરોનાની મહામારીને લઈને, ગુજરાત સરકારે 36 શહેરોમાં રાત્રી કરફ્યુ સાથે કેટલાક નિયંત્રણો લાદયા છે. જેમાં દુકાનદારોને સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપી છે તે વધારીને સવારના 8થી રાત્રીના આઠ વાગયા સુધી કરવી જોઈએ તેવી પત્રમા માંગ કરી છે.

  • 01 Jun 2021 12:06 PM (IST)

    Bharuch : દહેજ - અંકલેશ્વરમાંથી 14 બોગસ ડોકટર ઝડપાયા

    ભરૂચ જિલ્લાના દહેજ ( Dahej ) અને અંકલેશ્વર ( Ankleshwar ) તાલુકામાં ગેરકાયદે પ્રેકટીક કરતા 14 બોગસ તબીબોને ( Bogus doctor ) પોલીસે પકડી પાડ્યા છે. દહેજ અને અંકલેશ્વર તાલુકાના ઓદ્યોગિક વિસ્તારમાં રોજગારી માટે શ્રમજીવીઓની મોટી વસાહતો આવેલી છે. આ શ્રમજીવીઓની વચ્ચે 14 ડોકટર, ડિગ્રી ના હોવા છતા, મેડીકલ પ્રેકટીસ ( Medical practice ) કરતા હોવાનું સામે આવ્યુ છે. ભરૂચ પોલીસે પકડાયેલા તમામે તમામ 14 બોગસ ડોકટરો સામે વિવિધ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

  • 01 Jun 2021 11:59 AM (IST)

    Banskantha : કેમિકલ ભરેલ ટેન્કર પલટતા લાગી આગ, ડ્રાઈવર બળીને થયો ખાક

    બનાસકાંઠાના કુચવાડા હાઈવે પર કેમિકલ ભરેલ ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા, ટેન્કર એકાએક પલટી મારી ગયુ હતું. ટેન્કરમાં રહેલ કેમિકલને કારણે તરત જ આગ લાગી હતી. જેમાં ડ્રાઈવર બહાર નિકળી ના શકતા, તે બળીને ખાક થઈ ગયો હતો. ટેન્કર જ્યા પલટ્યુ હતુ ત્યા બાજુમાં પોલીસની વાન ઊભી હતી. તે વાન પણ ટેન્કરની સાથે સળગી ગઈ. ડીસા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 01 Jun 2021 11:54 AM (IST)

    Gandhinagar : આરોગ્ય સચિવ જયંતિ રવીની તામિલનાડુમાં બદલી

    ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની તામિલનાડુમાં બદલી કરાઈ છે. કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરીની સહી સાથેના બદલીના આદેશ કરતા પત્રમાં જણાવાયુ છે કે, જયંતિ રવીની બદલી તામિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરીપદે કરવામાં આવી છે. આ બદલી 3 વર્ષ અથવા કેન્દ્ર સરકાર બીજો કોઈ આદેશ ના કરે ત્યા સુધી યથવાત રહેશે. જો કે બદલી અંગે સૂત્રોનુ કહેવુ છે કે, જયંતિ રવીએ, ગયા વર્ષે પોતાના હોમસ્ટેટમાં બદલી કરવા બાબતે સ્વ વિનંતી કરી હતી.

  • 01 Jun 2021 11:31 AM (IST)

    Upleta - Rajkot : ઉપલેટા માર્કેટયાર્ડમાં એરંડા, મગફળી, ઘઉ વિપૂલ આવક

    રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટયાર્ડમાં ઘઉ, એરંડા અને મગફળીનુ વેચાણ કરવા વિપૂલમાત્રામાં આવક થવા પામી છે.  ઉપલેટા માર્કેટયાર્ડમાં વિવિધ જણસના સારા ભાવ મળતા ખેડૂતો તેમનુ ઉત્પાદન વેચવા ઉમટી પડ્યા છે.  ઉપલેટા માર્કેટયાર્ડમાં એરંડાનો મણે ભાવ 900થી 991 સુધી બોલાયો હતો. મગફળીનો ભાવ 900થી 1150 બોલાયો છે. ઉપલેટા મારેક્ટયાર્ડમાં  એરંડા અને મગફળીનો સારો ભાવ મળતા, મગફળીની 1500 ગુણી અને એરંડા 1400થી 1500 મણની આવક થઈ રહી છે.

  • 01 Jun 2021 07:49 AM (IST)

    Gandhinagar : વેબસાઈટ દ્વારા કોરોનાની દવાની જાહેરાત કરી બનાવટી દવા વેચવાનું કૌંભાડ

    વેબસાઈટના માધ્યમથી, કોરોનાની અંત્યત ઉપયોગી Favipiravir ઘટક ધરાવતી દવાની જાહેરાત કરવા સંદર્ભે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રે, રાજ્યવ્યાપી દરોડા પાડીને, રૂપિયા 7.50 લાખની કિમતની 5850 ટેબલેટનો જથ્થો પકડી પાડ્યો છે. બનાવટી દવા અને બનાવટી ઉત્પાદક સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના રાજય વ્યાપી દરોડા પાડ્યા છે. આ દરોડા દરમિયાન  આશરે સાત લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતની ૫૮૫૦ ટેબલેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

  • 01 Jun 2021 07:35 AM (IST)

    Aravalli : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના દ્વાર હવે 7 જૂન સુધી બંધ રહેશે

    ગુજરાતના સુપ્રસિધ્ધ શામળાજી મંદિરના દ્વાર હવે ભાવિક ભક્તો માટે આગામી 7 જૂન સુધી બંધ રહેશે. અગાઉ શામળાજી મંદિરના  ટ્રસ્ટીગણ દ્વારા એવો નિર્ણય કરાયો હતો કે, ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઓછી થઈ છે તો ભાવિક ભક્તો માટે, શામળાજીના દ્વારા પહેલી જૂન 2021થી ખોલવા. પરંતુ ગત મોડી રાત્રે  ટ્રસ્ટીગણે આ નિર્ણય ફેરવી નાખ્યો અને હવે આગામી સાત જૂન 2021 સુધી મંદિરના દ્વાર ભાવિક ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Published On - Jun 01,2021 10:08 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">