Gujarat News Fatafat : કોરોનાની ગાઈડલાઈનના ભંગ અંગે દંડ ફટકારીને સુરત મનપાની ટીમે, લોકોને યાદ કરાવ્યુ કોરોના હજુ ગયો નથી સાવધાની રાખો

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 07, 2021 | 3:19 PM

Gujarat News Fatafat : આજે 6 જૂન 2021ને રવિવારના રોજ ગુજરાતભરના તમામ સમાચાર સંક્ષિપ્ત (Daily News Brief) રૂપે જાણો.

Gujarat News Fatafat : કોરોનાની ગાઈડલાઈનના ભંગ અંગે દંડ ફટકારીને સુરત મનપાની ટીમે, લોકોને યાદ કરાવ્યુ કોરોના હજુ ગયો નથી સાવધાની રાખો
Gujarat News Fatafat

Gujarat News Fatafat : ગુજરાતભરના આજ રોજ 6 જૂન 2021ને રવિવારના તમામ સમાચાર, સંક્ષિપ્ત રૂપે ( Daily News Brief ) અહી રજૂ કરવામાં આવ્યા છે. આપ હવે આ લાઈવ બ્લોગ દ્વારા, રોજે રોજ ગુજરાતભરના તમામ સમાચાર તેમજ તમામ નાની- મોટી ઘટના અંગેના સમાચાર અહીયા જાણી શકશો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Jun 2021 07:54 PM (IST)

    Ahmedabad ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતી ચીખલીકર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપ્યા

    અમદાવાદ (Ahmedabad)ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે(Police)ઘરફોડ ચોરી કરવાના ગુનામાં કુખ્યાત ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડયા છે. આ પકડાયેલા ત્રણેય શખ્સો જિમ ટ્રેનર તરીકે કામ કરતા અને રાત્રી દરમિયાન ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા. આ અગાઉ પણ ઘરફોડ ચોરીના કેસોમાં આરોપીઓ પકડાઇ ચૂક્યા છે. આ પકડાયેલા આરોપી બીજુ કોઈ નહીં પણ ચીખલીકર ગેંગના સાગરીતો છે.

    Ahmedabad ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતી ચીખલીકર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપ્યા

  • 06 Jun 2021 05:23 PM (IST)

    Aravalli : મેઘરજ, માલપુર અને મોડાસાના 45 ગામના તળાવોને વાત્રકના પાણીથી ભરાશે, ખેડૂતોને બારેમાસ સિચાઈનું પાણી અપાશે

    ગુજરાત સરકારે, વાત્રક જળાશય આધારીત રૂ.117 કરોડની સિંચાઇ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે, અરવલ્લી જિલ્લાના ત્રણ તાલુકા મેઘરજ, માલપુર અને મોડાસાના કુલ 45 ગામના 60 તળાવોને વાત્રક જળાશયના પાણીથી ભરવામાં આવશે. સાથોસાથ સિંચાઈથી વંચિત રહેલ અરવલ્લી જિલ્લાના 4695 એકર વિસ્તારને બારેય મહિના સિંચાઇનુ પાણી મળી રહેશે.

    Aravalli : મેઘરજ, માલપુર અને મોડાસાના 45 ગામના તળાવોને વાત્રકના પાણીથી ભરાશે, ખેડૂતોને બારેમાસ સિચાઈનું પાણી અપાશે

  • 06 Jun 2021 03:44 PM (IST)

    રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, ચોમાસું 20 જૂન પહેલા ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા

    વાવણી માટે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર છે.. 20 જૂન પહેલા ચોમાસું ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શનિવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પહોંચી ગયું છે. આ કારણે બંને રાજ્યોના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અપેક્ષા મુજબ રહ્યું છે. તે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના રત્નાગિરિ જિલ્લાના હરનાઈ બંદરે પહોંચ્યું હતું. તેના કારણે દક્ષિણ કર્ણાટક જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો.

    ચોમાસાને આગળ વધવા માટે હવામાન અનુકૂળ છે. તે મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં આગળ વધી શકે છે. ગુજરાતમાં 20 જૂન પહેલા ચોમાસુ પહોંચે તેવી સંભાવના છે. IMD ના જણાવ્યા અનુસાર ચોમાસુ આગામી 48 કલાકમાં ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગણા, તામિલનાડુ અને ઉત્તરપૂર્વના ભાગોમાં પહોંચી શકે છે. દક્ષિણ મહારાષ્ટ્રથી કેરળ સુધી વિસ્તરિત છે. આમાંથી નીચાણવાળા દરિયાકાંઠે પણ ભારે પવનની આશંકા છે.

  • 06 Jun 2021 03:21 PM (IST)

    Ahmedabad: સોમવારથી ફરી દોડશે AMTS-BRTS, ટર્મિનલમાં બસોના સેનિટાઇઝની કામગીરી હાથ ધરાઇ

    અમદાવાદ શહેરમાં છેલ્લા 2 મહિનાથી શહેરમાં બસોનું પરિવહન બંધ હતું. જે હવે રાબેતા મુજબ શરુ થશે. સાથે જ બસોના મરમત્તની કામગીરી પણ હાથ ધરાઇ હતી. છેલ્લા 2 મહિનાથી બસો ટર્મિનલમાં બંધ હાલતમાં પડી હતી. જેથી સોમવારથી બસો ચાલુ થતી હોવાથી સેનિટાઇઝ સહિતની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. નોંધનીય છેકે AMTS-BRTS બસોમાં 50 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવશે. અને, શહેરમાં સીટી બસ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલું રહેશે.

    Ahmedabad: સોમવારથી ફરી દોડશે AMTS-BRTS, ટર્મિનલમાં બસોના સેનિટાઇઝની કામગીરી હાથ ધરાઇ

  • 06 Jun 2021 01:39 PM (IST)

    ગુજરાતમાં કોરોનાનો નવો સ્ટ્રેન N-4440K દેખાયો, નવા સ્ટ્રેનમાં મૃત્યુદર ઓછો પરંતુ 10 ગણો ચેપી

    કોરોનામાં બીજી લહેર તો ઠંડી પડી છે પણ ગુજરાતમાં તેનો નવો સ્ટ્રેન N-4440K દેખાયો છે જે પહેલાં કરતાં વધારે ઝડપથી ફેલાય છે. ગુજરાતના નવા 293 સેમ્પલ્સમાાંથી 9 માં આ નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. કોરોનાના મ્યુટેન્ટમાં અલગ અલગ સમયાન્તરે બદલાવ થતા રહે છે. આ સ્ટ્રેન દક્ષિણ ભારતમાં મોટા પ્રમાણમાં ફેલાયો હતો અને મહારાષ્ટ્રમાં પણ તે જોવા મળ્યો હતો.

    બે મહિનામાં તેણે હાહાકાર મચાવ્યો હતો, પરંતુ હવે ગુજરાતમાં પણ આ સ્ટ્રેન ચિંતાનો વિષય બની શકે છે. જાણકારો કહે છે કે તેનાથી ડરવાની જરૂર નથી કેમકે તેનો મૃત્યુદર દર ઓછો છે. તે 10 ગણો ચેપી હોવાથી તેનાથી પૂરતી સાવચેતી જરૂરી છે.

  • 06 Jun 2021 11:59 AM (IST)

    ગુજરાતની 8.65 ટકા વસ્તીએ વૅક્સીનના બંને ડોઝ લીધા, સૌથી વધુ રસીકરણમાં મહારાષ્ટ્ર મોખરે, ગુજરાત ત્રીજા નંબર પર

    ગુજરાતમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયાએ વેગ પકડવાનું શરૂ કરી દીધું છે. ટકાવારી પ્રમાણે ગુજરાત 8.65 ટકા સાથે મોખરે છે. ગુજરાતમાં 1.38 કરોડ દ્વારા વેક્સિનનો પ્રથમ ડોઝ અને 42.81 લાખ દ્વારા બીજો ડોઝ લેવામાં આવ્યો છે. ગુજરાતમાં સંપૂર્ણ વેક્સિનેશન માટેનો ટાર્ગેટ 4.89 કરોડ છે. જેની સામે 42.81 લાખ એટલે કે 8.65 ટકા લોકો એવા છે જેમણે વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે.

    દેશના જે રાજ્યોમાં વેક્સિનના બંને ડોઝ લેવામાં આવ્યા હોય તેમાં ઉત્તરાખંડ 8.51 ટકા સાથે બીજા, દિલ્હી 8.39 ટકા સાથે ત્રીજા, કેરળ 7.94 ટકા સાથે ચોથા અને હિમાચલ પ્રદેશ 7.86 ટકા સાથે પાંચમાં સ્થાને છે. ઉત્તરાખંડમાંથી 6.86 લાખ દ્વારા, દિલ્હીમાંથી 12.82 લાખ દ્વારા વેક્સિનના બંને ડોઝ લેવામાં આવ્યા છે.

    સમગ્ર દેશમાંથી માત્ર 4.7 ટકા વસતી જ એવી છે જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા છે. દેશના જે રાજ્યમાંથી વેક્સિનના બંને ડોઝ લેવામાં આવ્યા હોય તેનું પ્રમાણ ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું 2.42 ટકા છે. ઉત્તર પ્રદેશમાં પ્રથમ ડોઝ લેનારાનું પ્રમાણ 1.65 કરોડ અને બીજો ડોઝ લેનારાનું પ્રમાણ 36.22 લાખ છે. ઉત્તર પ્રદેશને હર્ડ ઈમ્યુનિટી માટે 14.74 કરોડનો ટાર્ગેટ છે.

  • 06 Jun 2021 09:57 AM (IST)

    રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે, આજે અને આવતીકાલે છૂટાછવાયા ઝાપટા પડશે

    રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં આજે અને આવતીકાલે છૂટાછવાયા ઝાપટા પડશે.

  • 06 Jun 2021 08:51 AM (IST)

    Vadodara : વારંવાર લાઈટ જવાથી ત્રસ્ત ગ્રામજનોએ MGVCL ની ઓફિસે કર્યો હોબાળો

    Vadodara : એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે. લાઈટ વગર એક મિનિટ માટે પણ રહેવું અસહ્ય થઇ જાય છે. ત્યારે ડભોઈમાં વારંવાર લાઈટ જતા MGVCL ની ઓફિસે હોબાળો મચાવ્યો હતો.

    ડભોઇ શહેર અને તાલુકામાં વારંવાર લાઈટો જતી હતી. જેના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભારે હાલાકી થતી હતી. વારંવાર લાઈટ જવાના કારણે MGVCL ની ઓફિસે લોકો ફોન કરતા હતા. ગ્રામજનો વારંવાર ફોન કરતા ઓફીસેથી કોઈ જવાબ મળતો ના હતો. તેથી ગ્રામજનોએ અધિકારીઓને ફોન કરીને લાઈટ બાબતનું પૂછતાં જાણવા મળ્યું હતું કે, ફોન તો બીજા પાસે છે.

  • 06 Jun 2021 08:04 AM (IST)

    રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં રાત્રે વરસાદ વરસ્યો, ભારે બફારા બાદ વરસાદ વરસતા લોકોને રાહત

    રાજકોટઃ શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રે વરસાદ વરસ્યો હતો. ગોંડલ રોડ, રજપુતપરા, કરણપરા, કાલાવડ રોડ, 150 ફુટ રિંગ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારે બફારા બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી હતી.

Published On - Jun 06,2021 7:54 PM

Follow Us:
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">