Gujarat News Fatafat : Surat મનપાનો પ્રિ-મોન્સુન પ્લાન માત્ર કાગળ પર, નાનપુરાના રહીશો ખોદકામથી એક વર્ષથી ત્રસ્ત

| Updated on: Jun 05, 2021 | 11:35 PM

Gujarat News Fatafat : આજે 5 જૂન 2021ને શનિવારના રોજ ગુજરાતભરના તમામ સમાચાર સંક્ષિપ્ત ( Daily News Brief ) રૂપે જાણો.

Gujarat News Fatafat : Surat મનપાનો પ્રિ-મોન્સુન પ્લાન માત્ર કાગળ પર, નાનપુરાના રહીશો ખોદકામથી એક વર્ષથી ત્રસ્ત
Gujarat News Fatafat

Gujarat News Fatafat : ગુજરાતભરના આજ રોજ 5 જૂન 2021 ને શનિવારના તમામ સમાચાર, સંક્ષિપ્ત રૂપે ( Daily News Brief ) અહી રજૂ કરવામાં આવ્યા છે. આપ હવે આ લાઈવ બ્લોગ દ્વારા, રોજે રોજ ગુજરાતભરના તમામ સમાચાર તેમજ તમામ નાની- મોટી ઘટના અંગેના સમાચાર અહીયા જાણી શકશો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Jun 2021 09:56 PM (IST)

    Surat મનપાનો પ્રિ-મોન્સુન પ્લાન માત્ર કાગળ પર, નાનપુરાના રહીશો ખોદકામથી એક વર્ષથી ત્રસ્ત

    ચોમાસુ આવવાની તૈયારીમાં છે અને ઘણા શહેરોમાં તો પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ પણ થઈ ગઈ છે.તેવા સમયે સુરત મહાનગર પાલિકા(SMC)નો પ્રિમોન્સૂન પ્લાન આ વર્ષે પણ ખાડે જાય તેવી સંભાવના છે. કારણ કે શહેરના મોટા ભાગના માર્ગો (Road) ખોદેલી હાલતમાં છે જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

    Surat મનપાનો પ્રિ-મોન્સુન પ્લાન માત્ર કાગળ પર, નાનપુરાના રહીશો ખોદકામથી એક વર્ષથી ત્રસ્ત

  • 05 Jun 2021 09:30 PM (IST)

    Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19 ના 996 કેસ, 15 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 20,000 થયા

    રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 5 જૂન ના રોજ 1000 થી પણ ઓછા નવા કેસો નોંધાયા છે, આ સાથે 3004 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં રસીકરણ અભિયાનમાં 2,63,507 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

    Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19 ના 996 કેસ, 15 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 20,000 થયા

  • 05 Jun 2021 08:20 PM (IST)

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં જ કર્મચારીનો દારૂની બોટલ સાથેનો ફોટો આવ્યો સામે

    હાલ કોરોના મહામારીને કારણે શિક્ષણને લગતી લગભગ તમામ ગતિવિધિઓ બંધ છે અથવા તો ખુબ જ મર્યાદિત રીતે ચાલુ છે અને હાલ માસ પ્રમોશનને લઈને પણ શિક્ષણને લગતા અહેવાલો સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ ચર્ચામાં આવી છે. પરંતુ અહીં મુદ્દો કંઈક અલગ જ જોવા મળે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં જ કર્મચારીનો દારૂની બોટલ સાથેનો ફોટો સામે આવ્યો છે.

    RAJKOT: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં જ કર્મચારીનો દારૂની બોટલ સાથેનો ફોટો આવ્યો સામે

  • 05 Jun 2021 05:19 PM (IST)

    Gujarat માં ધોરણ 10ના વિધાર્થીઓનું આ તારીખ સુધી જાહેર થઇ શકે છે પરિણામ

    Gujarat માં કોરોના વધતાં કહેર અને વિધાર્થીઓના જીવનની કાળજી રાખીને સરકારે  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ના ધોરણ 10ના  તમામ વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેના ભાગરૂપે હવે બોર્ડ દ્વારા નક્કી કરાયેલી પધ્ધતિને આધારે ધોરણ 10નું પરિણામ( Result) 30 જૂન સુધીમાં જાહેર થઈ શકે છે.

    Gujarat માં ધોરણ 10ના વિધાર્થીઓનું આ તારીખ સુધી જાહેર થઇ શકે છે પરિણામ

  • 05 Jun 2021 04:12 PM (IST)

    Jamnagar: ખાનગી શાળાઓ માટે અનુકરણ કરવા જેવી વાત, જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલે કોરોનાની સ્થિતિ ધ્યાને લઈ 40% ફી માફ કરી દીધી

    કોરોનાની મહામારીમાં અનેક લોકો કોરોના (Corona)સામેની લડાઈ હારી ગયા, અનેક લોકો મૃત્યુ પામ્યા. આવી કપરા સમયે અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્રારા વિવિધ પ્રકારની મદદ કરવામાં આવે છે. ત્યારે જામનગરની શૈક્ષણિક (Education) સંસ્થા દ્રારા શિક્ષાદાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કોરોના સમયમાં અનેક લોકો મહામારીમાં મૃત્યુ પામ્યા હોય, પરીવારમાં કમાણી કરનાર વ્યકિતના મૃત્યુથી પરીવારની આર્થિક મુશકેલી પણ થતી હોય છે.

    Jamnagar: ખાનગી શાળાઓ માટે અનુકરણ કરવા જેવી વાત, જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલે કોરોનાની સ્થિતિ ધ્યાને લઈ 40% ફી માફ કરી દીધી

  • 05 Jun 2021 01:28 PM (IST)

    શિક્ષણ વિભાગે રાજ્યની યુનિવર્સિટીઓ માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું, કોલેજ અને યુનિવર્સિટીમાં 7 જૂનથી નવા સત્રનો પ્રારંભ

    રાજ્યમાં 7 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. શિક્ષણ વિભાગે રાજ્યની યુનિવર્સિટીઓ માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે, જેમાં કોલેજ અને યુનિવર્સિટીમાં 7 જૂનથી ઑનલાઇન શિક્ષણ કાર્ય શરૂ થશે. યુજી સેમેસ્ટર 3, 5 અને 7 અને પીજી સેમ-3નાં ઑનલાઇન શિક્ષણકાર્યનો પ્રારંભ થશે. રાજ્યમાં 1 થી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે, જે બાદ 1 ડિસેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે. જો કે યુનિવર્સિટીઓ હાલ ઑનલાઇન પરીક્ષા જ લઇ શકશે. સરકારની સૂચના બાદ ઑફલાઇન પરીક્ષા અને ફિઝિકલ વર્ગ શરૂ થશે. યુજી અને પીજીના પ્રથમ સેમેસ્ટરની તરીખો હવે પછી જાહેર કરવામાં આવશે.

  • 05 Jun 2021 12:39 PM (IST)

    કેવી રીતે તૈયાર થશે ધોરણ-10ના પરિણામ? DEO, શિક્ષક તથા સ્ટાફને પરિણામ અંગે ઓનલાઇન માર્ગદર્શન આપવામાં આવ્યું

    ધોરણ-10ના પરિણામ તૈયાર કેવી રીતે કરવા ? તે અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારી, આચાર્ય , શિક્ષક તથા સ્ટાફને ઓનલાઇન માર્ગદર્શન આપવામાં આવ્યું. માસ પ્રમોશનની જાહેરાત બાદ પરિણામ કેવી રીતે તૈયાર કરવામાં આવશે, તે સવાલને લઇને અમે શિક્ષણ બોર્ડ સચિવ દિનેશ પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી.

  • 05 Jun 2021 11:32 AM (IST)

    કેન્દ્રએ પહેલીવાર ગુજરાતને 23,610 ‘એમ્ફોટેરિસિન-બી' ઇન્જેક્શન આપ્યા, ગુજરાતમાં દેશમાં સૌથી વધુ મ્યુકોરના દર્દીઓ

    ભારતમાં હાલ મ્યુકોરમાઇકોસિસના સૌથી વધારે દર્દીઓ ગુજરાતમાં સારવાર હેઠળ છે, ત્યારે કેન્દ્રએ પહેલીવાર ગુજરાતને મ્યુકોરની સારવારમાં વપરાતા 23,610 ‘એમ્ફોટેરિસિન-બી' ઇન્જેક્શન ગુજરાતને આપ્યા છે. પહેલીવાર 20 હજારથી વધુ જથ્થો ગુજરાતને મળતા સારવાર હેઠળના દર્દીઓને ગુજરાતમાં જિલ્લા સ્તરેથી સરળતાથી ઇન્જેક્શન ઉપલબ્ધ થશે. મહત્વનું છે કે, મહારાષ્ટ્ર કરતા પણ વધુ દર્દીઓ ગુજરાતની હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. કોવિડ-19ના કેસના પ્રમાણમાં ગુજરાતમાં 0.61 ટકા દર્દીઓને મ્યુકોરનો રોગ લાગ્યો છે.

  • 05 Jun 2021 09:02 AM (IST)

    Gujarat News Fatafat : રાજ્યમાં અનેક જગ્યાએ મોડી રાત્રે વરસાદ ખાબક્યો, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે

    હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક શહેરોમાં ગઇકાલે મોડી સાંજથી વરસાદી માહોલ જામ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના વાતારવરણમાં અચાનક પલટો આવ્યો અને એક ઇંચ વરસાદ ખાબક્યો, તો વડોદરામાં પણ મોડી રાત્રે વરસાદી માહલો છવાયો હતો. આ તરફ આણંદ અને ખેડામાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. નડીયાદમાં પણ ભારે વરસાદથી ગરનાળામાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ ફસાઇ હતી. આ તરફ વિરમગામ પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે કરાનો વરસાદ વરસ્યો.

Published On - Jun 05,2021 9:56 PM

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">