વેરાવળ નજીક કુકરાસ ગામમાં રાત્રીના સમયે સિંહ લટાર મારતો દેખાયો, CCTV ફૂટેજ સામે આવ્યા
ગીર સોમનાથ જિલ્લામાં સિંહ દર્શન થવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. રસ્તામાં ક્યારે સિંહ જોવા મળી જાય કંઈ નક્કી ન કહેવાય. ત્યારે વેરાવળ નજીક કુકરાસ ગામમાં સિંહ લટાર મારતો દેખાયો. રાત્રી દરમિયાન ગામના બજારમાં સિંહ શિકારની શોધમાં જોવા મળ્યો હતો. લટાર મારતાં સિંહના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં રસ્તા પરથી પસાર થતો વનરાજ […]

ગીર સોમનાથ જિલ્લામાં સિંહ દર્શન થવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. રસ્તામાં ક્યારે સિંહ જોવા મળી જાય કંઈ નક્કી ન કહેવાય. ત્યારે વેરાવળ નજીક કુકરાસ ગામમાં સિંહ લટાર મારતો દેખાયો. રાત્રી દરમિયાન ગામના બજારમાં સિંહ શિકારની શોધમાં જોવા મળ્યો હતો. લટાર મારતાં સિંહના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં રસ્તા પરથી પસાર થતો વનરાજ જોવા મળી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
