લીંબાયતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાનો કેસઃ ફાંસીના સજાથી બચાવ અનિલ યાદવે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

સુરતમાં લીંબાયતના ચકચારી બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં દોષિત અનિલ યાદવે ફાંસીથી બચવા હવાતિયા મારવાના શરૂ કરી દીધા છે. દોષિત અનિલ યાદવે સુરતની કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુરત કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારી છે. અને 29 ફેબ્રુઆરીએ દોષિતને ફાંસીએ લટકાવી દેવો. તેવું ડેથ વૉરંટ પણ નીકળી ગયું છે. પરંતુ હવે દોષિત અનિલે […]

લીંબાયતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાનો કેસઃ ફાંસીના સજાથી બચાવ અનિલ યાદવે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
TV9 Webdesk12

|

Feb 02, 2020 | 12:46 PM

સુરતમાં લીંબાયતના ચકચારી બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં દોષિત અનિલ યાદવે ફાંસીથી બચવા હવાતિયા મારવાના શરૂ કરી દીધા છે. દોષિત અનિલ યાદવે સુરતની કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુરત કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારી છે. અને 29 ફેબ્રુઆરીએ દોષિતને ફાંસીએ લટકાવી દેવો. તેવું ડેથ વૉરંટ પણ નીકળી ગયું છે. પરંતુ હવે દોષિત અનિલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં હવે સુપ્રીમના હુકમ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ જૂનાગઢ કેશોદના માર્કેટયાર્ડમાં 23 હજાર ગુણીઓનો ભરાવો, ગોડાઉનની અવ્યવસ્થાના કારણે વિરોધ

મહત્વનું છે કે આ પહેલા સુરતની સેશન્સ કોર્ટે આપેલી ફાંસીની સજાને હાઇકોર્ટે પણ યથાવત્ રાખી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટના જજ એસ.પી કાલાએ ડેથ વોરંટ ઈશ્યુ કરેલું છે. જે પ્રમાણે અમદાવાદની સાબરમતી જેલમાં 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી સજા આપવાનો હુકમ છે. ઉલ્લેખનિય છે કે, આ કેસને સેશન્સ અને હાઈકોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સમગ્ર કેસની વિગત એવી છે કે, લીંબાયતમાં રહેતો 26 વર્ષિય આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી સાડા ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ઘટનાના 290 દિવસ બાદ 31 જુલાઈના રોજ અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી હતી.. હવે સૌની નજર સુપ્રીમ કોર્ટ પર મંડરાયેલી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati