લીલી અને લશ્કરી ઈયળોએ સાબરકાંઠાના ખેડૂતોને મુક્યા ચિંતામાં, વાંચો આ અહેવાલ

લીલી અને લશ્કરી ઈયળોએ સાબરકાંઠાના ખેડૂતોને મુક્યા ચિંતામાં, વાંચો આ અહેવાલ

પહેલા ખેડૂતો સાબરકાંઠા જિલ્લામાં ખેંચાયેલા વરસાદથી ચિંતામાં હતા અને હવે ઈયળોના પ્રકોપથી પરેશાન છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુર્વ પટ્ટાના વિસ્તારોમાં લીલી અને લશ્કરી ઈયળોના પ્રકોપને લઈને મગફળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં અસર વર્તાવા લાગી છે. સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષના પ્રમાણમાં મગફળીના પાકના વાવેતરમાં વધારો થયો છે તો બીજી બાજુ ખેડૂતોએ પણ વાવેતર કર્યુ ત્યારથી લઈને […]

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Sep 20, 2020 | 9:14 PM

પહેલા ખેડૂતો સાબરકાંઠા જિલ્લામાં ખેંચાયેલા વરસાદથી ચિંતામાં હતા અને હવે ઈયળોના પ્રકોપથી પરેશાન છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુર્વ પટ્ટાના વિસ્તારોમાં લીલી અને લશ્કરી ઈયળોના પ્રકોપને લઈને મગફળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં અસર વર્તાવા લાગી છે. સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષના પ્રમાણમાં મગફળીના પાકના વાવેતરમાં વધારો થયો છે તો બીજી બાજુ ખેડૂતોએ પણ વાવેતર કર્યુ ત્યારથી લઈને અત્યાર સુધી માત્ર ચિંતા જ માથા પર સવાર છે. તલોદ તાલુકાના વાવ, પડુસણ અને અણીયોર પંથકમાં મગફળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં ઈયળનો પ્રકોપ વર્તાવા લાગ્યો છે.

 Lili ane laskari iyado e sabarkantha na kheduto ne mukya chinta ma vancho aa aehval

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 Lili ane laskari iyado e sabarkantha na kheduto ne mukya chinta ma vancho aa aehval

ખેડૂતો લીલી, લશ્કરી અને કાબરી ઈયળોના એક સાગમટે શરુ થયેલા પ્રકોપને લઈને મોટા પ્રમાણમાં મગફળીના પાકનો નાશ થઈ રહ્યાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઈયળો પાંદડા અને જમીન નીચે મગફળીના પાક એમ બંને તરફથી કોરી ખાતી હોવાને લઈને પાકનો ઉતારો ઘટી જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. આ માટે ખેડૂતો એ પણ હવે પોતાની રીતે અનેક પ્રકારે પ્રયાસો શરુ કર્યા છે કે જેથી પાકને બચાવી શકાય અને ઉત્પાદનને જાળવી શકાય. પરંતુ હાલ તો ઈયળોને નિયંત્રિત કરવી મુશ્કેલ લાગી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વાવ ગામના સ્થાનિક અગ્રણી ખેડૂત અને કિસાન સંઘના તાલુકા પ્રમુખ કોદરભાઈ પટેલે જણાવ્યું કે ઈયળોનો પ્રકોપ ખેડૂતો માટે મગફળીના પાકની સિઝનને પારાવાર નુકસાન પહોંચાડશે તો યુવા ખેડૂત કલ્પેશ પટેલ કહે છે કે દવાનો છંટકાવ કરવા છતાં પણ પાકમાં ઈયળો પર જોઈએ તેવુ નિયંત્રણ મળતુ નથી. તલોદ તાલુકાના પુર્વ પટ્ટામાં અંદાજે 15 ગામડાઓના ખેડૂતો ઈયળોના પ્રકોપને સહી રહ્યા છે. તલોદના વાવ, પડુસણ, પાશીના મુવાડા, અણીયોર, પીપલીયા અને તાજપુર પંથકના ગામડાઓમાં ઈયળોની અસર વર્તાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 Lili ane laskari iyado e sabarkantha na kheduto ne mukya chinta ma vancho aa aehval

 

વિસ્તારના ખેડૂતોએ મોંઘી દાટ દવાનો છંટકાવ કરીને પાકને બચાવવા માટેનો પ્રયાસ કર્યો છે, પરંતુ ખેડૂતોને મહામહેનતે તૈયાર કરાઈ રહેલા પાકથી હાથ ધોવા પડે તેવી ચિંતા વર્તાઈ રહી છે. પહેલા વરસાદ ખેંચાતા ખેડૂતોને વાવણી બાદ પાક નિષ્ફળ નિવડવાની ચિંતા વર્તાઈ રહી હતી કે સિંચાઈ વગર પાક સુકાઈ જશે તો બાદમાં હવે વરસાદી માહોલ શરુ થયો છે તે એક ચિંતામાંથી ઉઘરીને બીજી ચિંતામાં ખેડૂતો મુકાયા છે.

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati