Kutch : હરામીનાળા નજીકથી વધુ બે પાકિસ્તાની બોટ ઝડપાઇ, પાકિસ્તાની માછીમારો ભાગી ગયા

કચ્છ હરામીનાળા પાસેથી વધુ બે પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. જયારે બે પાકિસ્તાની માછીમારો ભાગી ગયા છે.

Kutch : હરામીનાળા નજીકથી વધુ બે પાકિસ્તાની બોટ ઝડપાઇ, પાકિસ્તાની માછીમારો ભાગી ગયા
Kutch Pakistani Boat
Follow Us:
| Updated on: Aug 06, 2022 | 6:11 PM

કચ્છ(Kutch)  હરામીનાળા પાસેથી વધુ બે પાકિસ્તાની બોટ(Pakistani Boat)  ઝડપાઇ છે. જયારે બે પાકિસ્તાની માછીમારો ભાગી ગયા છે.BSFએ પેટ્રોલિંગ દરમ્યાન આ બોટ ઝડપી છે. જયારે ત્રણ દિવસમાં 9 જેટલી પાકિસ્તાની બોટ સાથે એક પાકિસ્તાની ને BSF એ ઝડપ્યો છે.BSF ભુજ દ્વારા ભારતીય હદમાં પાકિસ્તાની માછીમારોની વધુ એક ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. જેમાં આજે સવારે, BSF ભુજની પેટ્રોલિંગ પાર્ટીએ આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે હરામીનાળા વિસ્તારમાં કેટલીક બોટ અને માછીમારોની હિલચાલ જોતાં પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને 02 પાકિસ્તાની બોટને જપ્ત કરી. BSF પેટ્રોલિંગને તેમની તરફ આવતા જોઈ માછીમારો બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગી ગયા આ ઉપરાંત 04 ઓગસ્ટ 2022 થી બીએસએફએ 09 પાકિસ્તાની બોટ જપ્ત કરી છે. તેમજ 01 પાકિસ્તાની માછીમાર આંતરરાષ્ટ્રીય સરહદ પરથી પકડવામાં આવ્યા છે.

જેમાં જપ્ત કરાયેલી બોટની સઘન તલાશી લેવામાં આવી હતી.સર્ચ દરમિયાન બોટમાંથી 20-25 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જેમાં માછલી, માછીમારીની જાળીઓ, 02 આઈસ બોક્સ, જેરીકેન, રબરની ડોલ, ચોખા, ચા ખાંડ, મીઠું મળી આવ્યું હતું અને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શુક્રવારે વધુ 5 બોટ અને એક પાકિસ્તાની ધુસણખોર ઝડપાયો

આ ઉપરાંત ગુરુવારે અને શુકવારે  કચ્છની હરામીનાળા બોર્ડર પરથી BSF એ બે પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી જો કે ભૌગોલીક પરિસ્થિતીનો ફાયદો મળતા તેમાં સવાર પાકિસ્તાની ધુસણખોરો BSF ના હાથે લાગ્યા ન હતા. દરમ્યાન ગઇકાલ રાત્રથી BSF દ્રારા સતત આ વિસ્તારમાં સર્ચ કરાયુ હતુ જેમાં  શુક્રવારે વધુ 5 બોટ અને એક પાકિસ્તાની ધુસણખોર ઝડપાયો છે. પ્રાથમિક પુછપરછમાં ઝડપાયેલ પાકિસ્તાની માછીમાર હોવાનુ સામે આવ્યું છે. જેની સાથે બોટમાંથી પણ તપાસ દરમ્યાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

ડ્રગ્સ સાથે ધુસણખોરી સામે BSF સતર્ક

કચ્છ સહિતની ગુજરાતની દરિયાઇ સરહદ પરથી સતત પ્રયત્નો થઇ રહ્યા છે ડ્રગ્સ હેરાફેરીના તો બિનવારશુ ચરસના પકેટ મળવાનો સિલસીલો પણ યથાવત છે તે વચ્ચે કચ્છ બોર્ડર પર તૈનાત BSF આક્રમક રીતે આવી પ્રવૃતિ રોકવા માટે સજ્જ છે. સતત  ત્રણ દિવસમાં 9  બોટ અને એક પાકિસ્તાની માછીમારને BSF એ ઝડપ્યા છે.

જુન મહિનામાં પણ ભારતીય સીમામાં ધુસણખોરી કરનાર બે પાકિસ્તાઓ ઝડપાયા હતા અને BSF ને ફાયરીંગ કરી અટકાવવા પડ્યા હતા. તો જુલાઇમહિનામાં પણ બોટ સાથે 4 ધુસણખોરો ઝડપાયા હતા. સતત BSF ના ચાપતા બંદોબસ્ત વચ્ચે પણ થઇ રહેલી નાપાક હરકત સામે BSF સતત આવા સંવેદનશીલ બોર્ડર વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહ્યુ છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">