Kutch: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મુન્દ્રામાં બે વર્ષમા 9 બાળકોના હૃદયરોગના ઓપરેશન કરવામાં આવ્યા

બાળકના રોગના નિદાન (Diagnosis Of Disease) બાદ સરકારે નિયત કરેલ જે તે રોગોની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બાળકોને વિનામુલ્યે ઓપરેશન, સારવાર, રહેવા જમાવાનો અને મુસાફરીનો ખર્ચ સરકાર ઉઠાવે છે.

Kutch: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મુન્દ્રામાં બે વર્ષમા 9 બાળકોના હૃદયરોગના ઓપરેશન કરવામાં આવ્યા
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કરવામાં આવ્યુ ઓપરેશન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 10:38 PM

આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ વિભાગ હસ્તકના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (National Child Health Program) હેઠળ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકાના ચાર બાળકો કે જેમને જન્મજાત હૃદયરોગની જાણકારી પ્રાપ્ત થઇ છે તેના ઓપરેશન ફ્રીમાં થયા. રાજ્ય સરકારના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ મુન્દ્રા તાલુકાના આરોગ્ય કેન્દ્રના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમની ટીમના ડો. સંજય યોગી અને ડો. કાવેરી મહેતાએ કહ્યું હતું કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ ધોરણ 5 માં ભણતા કિરણબા ગોહિલને ક્ન્યા પ્રાથમિક શાળા ભદ્રેશ્વર, ધોરણ 4 ના વિદ્યાર્થી મુસ્કાન સદ્દિક દુધરાને ભદ્રેશ્વરમાંથી, લાખાપર પ્રાથમિક શાળાના ધોરણ 4ના વિદ્યાર્થી રાજવીરસિંહ જાડેજા અને વવાર ગામના ધોરણ 8માં અભ્યાસ કરતા ગઢવી કરણ લખમણને તેમજ બરાયા પ્રાથમિક શાળાના જાડેજા હિરલબાને હૃદયમાં વાલમાં નાનો છેદ હોવાનું બહાર આવ્યું.

બિમારીનું નિદાન થતાં જ તેમને ભુજની G.K. જનરલ હોસ્પિટલ ખાતે વધુ તપાસ, નિદાન અને સારવાર માટે બાળ સ્વાસ્થ્યની ટીમે જહેમત ઉઠાવી. ત્યાંથી તેમના હૃદયરોગના ઉપચાર માટે અમદાવાદની U.N. મહેતા હોસ્પિટલ હેઠળ વિના મુલ્યે તપાસ માટે ડો. સંજયભાઇ યોગી અને ડો. કાવેરીબેન મહેતા પાંચ બાળકોને લઇ ગયા. ત્યાંના તજજ્ઞોએ સરકારના નિયમાનુસાર વિનામુલ્યે તમામ તપાસ કરી તેમજ હૃદયરોગની ખરાઇ કરી પાંચ વિદ્યાર્થીનું ઓપરેશન નજીકના સમયમાં કરવામાં આવશે.

જે પૈકી 16મેના રોજ લાખાપરના ધોરણ 4 ના વિદ્યાર્થી રાજવીરસિંહ જાડેજાના હૃદયરોગનુ સફળતાપુર્વક ઓપરેશન પૂર્ણ કરાયું છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ રાજય સરકાર શાળાએ જતા તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને તપાસ વિનામુલ્યે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કરાવવામાં આવે છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

તમામ સારવાર વિનામુુલ્યે કરવામાં આવે છે

બાળકના રોગના નિદાન બાદ સરકારે નિયત કરેલ જે તે રોગોની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બાળકોને વિનામુલ્યે ઓપરેશન, સારવાર, રહેવા જમાવાનો અને મુસાફરીનો ખર્ચ સરકાર ઉઠાવે છે. આ કાર્યક્રમમાં બાળકોના પિતાની આવક, જ્ઞાતિ કે અન્ય કોઇ બાબત  જોવામાં આવતી નથી. તે આંગણવાડીમાં જતું બાળક કે ભણતુ બાળક હોવું જોઇએ. બાકી તમામ વ્યવસ્થા સરકારે નિયત કરેલા દવાખાના, કચેરીઓ અને કર્મચારી અધિકારીઓએ કરવાની હોય છે.

હાલ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર, વવાર અને બરાયાના થઇ કુલ ચાર બાળકોની શાળા આરોગ્યની તપાસ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની U.N. મહેતા હોસ્પિટલમાં ટુંક સમયમાં જ વિનામુલ્યે હૃદયરોગનું ઓપરેશન કરવામાં આવશે. છેલ્લા બે વર્ષમાં મુન્દ્રા તાલુકામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત કુલ 9 બાળકોના હૃદયરોગના ઓપરેશન કરવામાં આવ્યા છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">