કચ્છ-ભૂજ: રાસોત્સવને 200 વર્ષ પુર્ણ થવા પર નૂતન સ્વામિનારાયણ મંદિર દ્વારા મહારાસોત્સવનું આયોજન

આ સાથે 200 સંતો અને 200 સાંખ્ય યોગીબહેનો (Maharasostav In Bhuj) પણ રમઝટ બોલાવશે. આ ઉત્સવમાં દેશભરના 15 હજાર જેટલા ખેલૈયાઓ ઝુમશે તેની સાથે કચ્છમાં અત્યાર સુધી યોજાયેલા 6 રાસોત્સવની સાથે 51,151 ખેલૈયાઓ રાસ રમ્યા હોય તેવો વિક્રમ સર્જાશે.

કચ્છ-ભૂજ: રાસોત્સવને 200 વર્ષ પુર્ણ થવા પર નૂતન સ્વામિનારાયણ મંદિર દ્વારા મહારાસોત્સવનું આયોજન
નૂતન સ્વામિનારાયણ મંદિર દ્વારા મહારાસોત્સવનું આયોજન (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 2:04 PM

વડતાલના પંચાળામાં સ્વામિનારાયણ ભગવાને યોજેલા પ્રથમ રાસોત્સવને (Maharasostav) વર્ષ 2023માં 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) દ્વારા છતરડી વાળા તળાવમાં તેને અનુલક્ષીને શુક્રવારે છઠ્ઠી મેએ મહારાસોત્સવનું આયોજન કરાયું છે. સાંજે 6 વાગ્યાથી શરૂ થનારા આ રાસોત્સવની ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવદ્જીવનદાસજી, પાર્ષદવર્ય કોઠારી જાદવજી ભગત આદિ સંતોની પ્રેરણાથી નરનારાયણદેવ યુવક-યુવતી મંડળ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તળાવને વિવિધરંગી લાઇટોથી સુશોભિત કરાઇ રહ્યું છે.

200 વર્ષ પહેલાના રાસોત્વને અનુલક્ષીને તડામાર તૈયારી

200 વર્ષ પહેલાં પંચાળમાં યોજાયેલા રાસોત્સવની મનોમન ઝાંખીને નજર સમક્ષ રાખી મંદિરના સંતોએ મહારાસોત્સવનું આયોજન કર્યું છે જેમાં સમગ્ર ભારતના જુદા જુદા શહેરો અને ગામડાઓમાંથી 281 જેટલા ગ્રુપો ભાગ લેશે. આ સાથે 200 સંતો અને 200 સાંખ્ય યોગીબહેનો પણ રમઝટ બોલાવશે. આ ઉત્સવમાં દેશભરના 15 હજાર જેટલા ખેલૈયાઓ ઝુમશે તેની સાથે કચ્છમાં અત્યાર સુધી યોજાયેલા 6 રાસોત્સવની સાથે 51,151 ખેલૈયાઓ રાસ રમ્યા હોય તેવો વિક્રમ સર્જાશે.

મીડીયા સાથેની વાતચીતમાં સ્વામી કપિલમુનિદાસજીએ જણાવ્યું હતુ કે, જાદવજી લાલજી વરસાણીના પુત્ર રવીલાલ વરસાણી પરિવારના યજમાન પદે રાસોત્સવ માટે સ્વામી દેવપ્રકાશદાસજી સાથે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

રાસોત્સવમાં ભાગ લેનાર ખૈલૈયાઓને પ્રોત્સાહન માટે ઈનામોની વણઝાર

આ મહારાસોસ્તવમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ઈનામોની વણઝાર પણ થશે. પુરૂષ અને મહિલાઓ માટે બેસ્ટ ફેન્સી ડ્રેસ એવોર્ડ, યુવક અને યુવતીઓ માટે અલગ અલગ બેસ્ટ ખેલૈયા એવોર્ડ આપવામાં આવશે. પ્રથમ, દ્વિતીય અને તૃતિય એ રીતે 12 ગ્રુપ સ્પર્ધકોને વિજેતા જાહેર કરી પારિતોષિકો એનાયત કરવામાં આવશે.

આ પહેલા 6 રાસોત્સવમાં 36 હજારથી વધુ ખૈલૈયા લઈ ચૂક્યા છે ભાગ

આ પહેલા કચ્છ જીલ્લામાં જ માધાપર, માંડવી, રવાપર, રામપર, નારાણપર અને માનકૂવા એમ છ સ્થળે મહારાસોત્સવ યોજાઇ ચૂક્યા છે જેમાં અંદાજીત 36 હજારથી પણ વધુ ખેલૈયાઓએ ભાગ લીધો હતો. ભુજમાં યોજાનારા રાસોત્સવમાં 15 હજારથી વધુ લોકો એકસાથે રાસ લેશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">