Kumbh 2021: કઠોર પરીક્ષાઓ બાદ આ રીતે બને છે નાગા સાધુ, કુંભ બાદ કયા થાય છે ગાયબ ?

Kumbh 2021 નાગા સાધુ બનવાની એક આખી પ્રક્રિયા છે અને અનેક તબક્કાઓ પાર કર્યા પછી એક વ્યક્તિ નાગા સાધુ બને છે. આ પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલે છે અને તે પછી તેને અખાડા દ્વારા નાગા સાધુ તરીકે માનવામાં આવે છે.

Kumbh 2021: કઠોર પરીક્ષાઓ બાદ આ રીતે બને છે નાગા સાધુ, કુંભ બાદ કયા થાય છે ગાયબ ?
જાણો કેવી રીતે બને છે નાગા બાવા
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:32 PM

Kumbh 2021: નાગા સાધુ બનવાની એક આખી પ્રક્રિયા છે અને અનેક તબક્કાઓ પાર કર્યા પછી એક વ્યક્તિ નાગા સાધુ બને છે. આ પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલે છે અને તે પછી તેને અખાડા દ્વારા નાગા સાધુ તરીકે માનવામાં આવે છે.

હરિદ્વારમાં સૌથી મોટો ધાર્મિક મેળો, કુંભ યોજાવા જઈ રહ્યો છે. મકરસક્રાંતિથી શરૂ થયેલ કુંભ એપ્રિલના અંત સુધી યોજાશે અને લાખો લોકો કુંભમાં સ્નાન કરવા પહોંચશે. કુંભ દરમિયાન નાગા સાધુઓની સૌથી વધુ ચર્ચા થાય છે. નાગા સાધુઓના સ્નાનને લીધે શાહી સ્નાન ખૂબ મહત્વનું છે. જ્યારે પણ નાગા સાધુની વાત આવે છે, ત્યારે ઘણા પ્રકારના પ્રશ્નો પણ ઉદભવે છે કે નાગા સાધુ કેવી રીતે બને છે અને કુંભ પછી તેઓ ક્યાં જતા રહે છે અને ઘણા વધુ.

જો તમે પણ આ પ્રશ્નોના જવાબો જાણવા માગો છો, તો તમે આ આખો લેખ વાંચીને નાગા સાધુઓ વિશે ઘણું જાણી શકો છો. આમ તો દરેક જણ જાણે છે કે નાગા સાધુ એવા છે કે જેમના વાળ ખૂબ મોટા છે અને તેઓ નગ્ન હોય છે અને તેમના શરીર બધે જ ભસ્મ લગાવેલી હોય છે. પરંતુ નાગા સાધુઓ વિશે ઘણા તથ્યો છે, જેના વિશે ઓછા લોકો જાણે છે. આવી સ્થિતિમાં, આજે આપણે તેમાંથી કેટલાક તથ્યોને જાણવાનો પ્રયત્ન કરીશું..

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
Naga Sadhu

Naga Sadhu

નાગા સાધુઓ શા માટે હોય છે અલગ ? નાગા સાધુઓ ઘણી રીતે અન્ય સાધુઓથી તદ્દન અલગ હોય છે. સામાન્ય સાધુઓ ક્યાંય પણ જોઇ શકાય છે અને તેમની રહેવાની રીત પણ નાગા સાધુથી ઘણી અલગ છે. નાગા સાધુઓ આ ભૌગોલિક દુનિયાથી દૂર રહે છે અને સાધના કરે છે અને અલગ રહે છે. પણ તેઓ કપડા પહેરતા નથી અને પોતે મરણોત્તરની વિધિઓ માર્યા પેહલા કરે છે, જેમાં પિંડદાન વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સખત પરીક્ષા અને લાંબી પ્રક્રિયા પછી તેઓ નાગા સાધુ બને છે.

કેવી રીતે બને છે નાગા સાધુ? નાગા સાધુ બનવાની એક આખી પ્રક્રિયા છે અને તેમાં અનેક તબક્કાઓ પાર કર્યા પછી વ્યક્તિ નાગા સાધુ બને છે. આ પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલે છે અને તે પછી તેને એક અખાડા દ્વારા નાગા સાધુ માનવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણા તબકકાઓ છે, જેને તપાસ, મહાપુરુષ , અવધૂત, જાતિ ભંગ અથવા ટાંગ તોડ જેવા વગેરે નામ આપવામાં આવ્યા છે.

આમાં સૌથી પેહલા તપાસની પ્રક્રિયા હોય છે, જેને પ્રવેશ તરીકે ગણી શકાય છે . આમાં, જે વ્યક્તિ નાગા સાધુ બનવા માંગે છે તેની તમામ તપાસ કરવામાં આવે છે. અખાડાના સાધુઓ નક્કી કરે છે કે આ નાગા સાધુ બની શકે કે નહીં. તે પછી તેઓ અખાડામાં પ્રવેશ આપવામાં આવે છે અને અને ઘણા વર્ષો સુધી તેઓને સાધુઓ સાથે તપશ્ચર્યા કરવી પડે છે.

ઘણાં વર્ષો સુધી તપસ્યા કર્યા પછી હવે જ્યારે તેઓ નાગા સાધુ બનવા માટે તૈયાર છે તે પછી, ઘણા અલગ અલગ તબક્કે તેમની ચકાસણી કરવામાં આવે છે. આ દરમિયાન, તેમની નબળાઈ, બલિદાન વગેરેની તપાસ કરવામાં આવે છે. પ્રથમ પ્રક્રિયા બ્રહ્મચર્ય છે, જેના પછી તેને મહાપુરુષ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં, તેમને રુદ્રાક્ષ વગેરે આપવામાં આવે છે, જે ઘણીવાર નાગા બાબાના શરીર પર દેખાય છે. આ પછી, અવધૂત પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેમાં તેણે વાળ કાપવા પડે છે અને પોતાનું પિંડદાન કરવું પડે છે. આવી સ્થિતિમાં, તેઓ તેમના કુટુંબ અને વિશ્વ માટે મૃત્યુ પામે છે અને પછી તેઓ ભગવાનમાં લિન્ન થઈ જાય છે. તે પછી એક પ્રક્રિયા કરવામાં આવે છે, જે અખાડાના સ્તંભ નીચે થાય છે.

Naga Sadhu

Naga Sadhu

આ પ્રક્રિયામાં, શિશ્ન ભંગની વિધિ સહિત ઘણા રિવાજો પૂરા થાય છે. આ વિધિ પછી, તેઓ વાસના વગેરેથી મુક્ત થાય છે અને તેમના લિંગને એક રીતે આમ અક્ષમકરી દેવામાં આવે છે. આ પ્રક્રિયા પછી, નાગ સાધુ બને છે અને કુંભ મેળા દરમિયાન, કેટલાય ગુરુઓ દ્વારા નાગા સાધુઓ બનાવમાં આવે છે.

કયા જતાં રહે છે કુંભ પછી ? નાગા સાધુ હંમેશા તપસ્યામાં લિન્ન રહે છે. તેઓ ધ્યાન માટે શાંત જંગલ જેવી જગ્યાઓમાં જતા રહે છે. આમાં પણ, નાગા સાધુના ઘણા પ્રકારો છે અને તે જે તે સ્થાનના નામ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, પર્વતોમાં રહેતા નાગા સાધુઓને ગિરી કહેવામાં આવે છે, શહેરમાં રહેતા સાધુઓને પુરી કહેવામાં આવે છે, જંગલમાં રહેતા સાધુઓને અરણ્ય કહેવામાં આવે છે. તેઓ જુદી જુદી જગ્યાએ રહે છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">