કોરોના વચ્ચે લોકોનાં ફરવા જવાનાં સ્થળમા ફેરફાર, પર્યટન સ્થળોએ ખાનગી વાહનમાં જવાનું પ્લાનિંગ, મોટાભાગનાં લોકોની પસંદ રાજ્યનાં પ્રવાસન સ્થળો પર

કોરોના વચ્ચે લોકોનાં ફરવા જવાનાં સ્થળમા ફેરફાર, પર્યટન સ્થળોએ ખાનગી વાહનમાં જવાનું પ્લાનિંગ, મોટાભાગનાં લોકોની પસંદ રાજ્યનાં પ્રવાસન સ્થળો પર

કોરોનાના છેલ્લા કેટલાક મહિનાઓથી ઘરમાં રહેલા લોકો હવે દિવાળી વેકેશનમાં ફરવા જઈ રહ્યા છે. જેમા મોટાભાગની જગ્યાએ 80 ટકા બુકિંગ ફુલ થઈ ગયા છે. જોકે આ વખતે દિવાળી દરમિયાન ફરવાનો ટ્રેન્ડ બદલાયો છે. લોકો દૂરના સ્થળોએ જવાના બદલે નજીકના પર્યટન સ્થળોએ ખાનગી વાહનમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં કચ્છ રણોત્સવ, દ્વારકા, સોમનાથ, ટેન્ટ સિટી […]

Pinak Shukla

|

Nov 11, 2020 | 6:19 PM

કોરોનાના છેલ્લા કેટલાક મહિનાઓથી ઘરમાં રહેલા લોકો હવે દિવાળી વેકેશનમાં ફરવા જઈ રહ્યા છે. જેમા મોટાભાગની જગ્યાએ 80 ટકા બુકિંગ ફુલ થઈ ગયા છે. જોકે આ વખતે દિવાળી દરમિયાન ફરવાનો ટ્રેન્ડ બદલાયો છે. લોકો દૂરના સ્થળોએ જવાના બદલે નજીકના પર્યટન સ્થળોએ ખાનગી વાહનમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં કચ્છ રણોત્સવ, દ્વારકા, સોમનાથ, ટેન્ટ સિટી કેવડિયા, સાસણગીર, સાપુતારાની વધુ ડિમાન્ડ છે. તો રાજસ્થાનના જેસલમેર, જોધપુર, કુંભલગઢ, ઉદયપુર જનારા લોકોની સંખ્યા પણ વધારે છે. જ્યા 80 ટકા જેટલુ બુકિંગ ફૂલ પણ થઈ ગયું છે. આગામી 15થી 22 નવેમ્બર દરમિયાન સૌથી વધુ લોકોએ બુકિંગ કરાવ્યુ છે. રાજ્યના 80 ટકા લોકોએ નજીકના સ્થળો માટે બુકિંગ કરાવ્યું છે. તેની સામે ટ્રેનો અને ફ્લાઈટની સુવિધા ઓછી હોવાથી ગોવા, કેરાલા, ઉત્તરાખંડ, હિમાચલ જેવા દૂરના રાજ્યોના ટુરિસ્ટ સ્થળો માટે બુકિંગ 20 ટકા જેટલું જ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati