કોરોનાને ડામવા સરકારી તંત્ર સુરતમાં ઉતર્યું, મુખ્યપ્રધાને કહ્યું કે સુરતની અમને ચિંતા છે, 100 કરોડ ફાળવીને વિવિધ સેવાઓ પુરી પાડવામાં આવશે

કોરોનાને ડામવા સરકારી તંત્ર સુરતમાં ઉતર્યું, મુખ્યપ્રધાને કહ્યું કે સુરતની અમને ચિંતા છે, 100 કરોડ ફાળવીને વિવિધ સેવાઓ પુરી પાડવામાં આવશે
http://tv9gujarati.in/korona-ne-damva-…faadvva-ma-aavya/

સુરતમાં કોરોનાના કેસ ચિંતાજનક હદે વધી રહ્યાં છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મુખ્ય સચિવ સહિતના અધિકારી સુરત પહોંચ્યા અને કોરોનાના પડકારને પહોંચી વળવા અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે સુરતની સરકારે ચિંતા કરી છે. સુરતને 200 વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા છે તો 100 કરોડ રૂપિયાના ખર્ચે સુરત સિવિલ કેમ્પસની જ કિડની […]

TV9 Gujarati

| Edited By: Pinak Shukla

Jul 04, 2020 | 10:32 AM

સુરતમાં કોરોનાના કેસ ચિંતાજનક હદે વધી રહ્યાં છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મુખ્ય સચિવ સહિતના અધિકારી સુરત પહોંચ્યા અને કોરોનાના પડકારને પહોંચી વળવા અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે સુરતની સરકારે ચિંતા કરી છે. સુરતને 200 વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા છે તો 100 કરોડ રૂપિયાના ખર્ચે સુરત સિવિલ કેમ્પસની જ કિડની અને સ્ટેમ સેલ હોસ્પિટલમાં વધુ બેડ તૈયાર કરાશે. કોરોના દર્દીઓના સગા માટે હોસ્પિટલ બહાર ડોમ ઉભો કરવામાં આવશે. અમદાવાદની જેમ સુરતમાં પણ 100 કરતા વધારે ધન્વંન્તરી રથ તૈયાર કરવામાં આવ્યા છે જે ઘરે-ઘરે જઈને આરોગ્યની ચકાસણી કરશે. 104 નંબર ડાયલ કરતા એમ્બ્યુલન્સ 2 કલાકમાં ઘરે પહોંચશે. આ નિષ્ણાંત તબીબોની ટીમ ઘરે જઈને સ્ક્રિનિંગ કરશે અને જરૂર જણાશે તો દર્દીને હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે ડાયમંડ અને ટેક્સટાઈલ માર્કેટના આગેવાનો સાથે સ્થાનિક આગેવાનો ચર્ચા કરશે અને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક સહિતના નિયમ પાળવા અંગે સૂચન કરવામાં આવશે. સુરતમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 200 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે. કોરોના દર્દીઓને મોબાઈલ ફોન સાથે રાખવાની છૂટ આપવામાં આવી છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati