જાણો …. Gujarat હાઇકોર્ટે લવ જેહાદ કાયદાની કઇ જોગવાઇઓ પર ફરમાવ્યો મનાઈ હુકમ

ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.ત્યારે આવો આપણે જાણીએ શું છે આ કાયદાની જોગવાઈઓ કે જેની પર હાઇકોર્ટે મનાઇ હુકમ ફરમાવ્યો છે.

જાણો .... Gujarat હાઇકોર્ટે લવ જેહાદ કાયદાની કઇ જોગવાઇઓ પર ફરમાવ્યો મનાઈ હુકમ
Know Gujarat High Court issues prohibition order Certain Section of Love Jihad Act( File photo)
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: Aug 19, 2021 | 5:53 PM

ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 3A, 4, 4A, 4B, 4C, 5 અને 6 તેમજ 6 A માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. જેમાં હાઇકોર્ટનું અવલોકન છે કે આંતરધર્મીય લગ્ન ના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહીં.

તેમજ બળજબરી દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહીં. ત્યારે આવો આપણે જાણીએ શું છે આ કાયદાની જોગવાઈઓ કે જેની પર હાઇકોર્ટે મનાઇ હુકમ ફરમાવ્યો છે.

કલમ 3… બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન પર રોક… કોઈ વ્યક્તિ સીધી કે અન્ય રીતે દબાણ, લોભ લાલચ કે અન્ય છળકપટથી લગ્ન કરવા કે લગ્ન કરવામાં મદદગારી કરીને અન્ય વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં કે ધર્મ પરિવર્તન કરાવવાની કોશીશ કરી શકશે નહીં.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

3 એ. કોઈ પણ વ્યક્તિ, એના માતા પિતા, ભાઈ બહેન કે લોહીથી, લગ્નથી કે વારસાઈથી સબંધ ધરાવતી કોઈ પણ વ્યક્તિ આ કાયદા હેઠળ બનતા ગુના માટે હકુમત ધરાવતા સંબંધિત પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધાવી શકશે.

4. કલમ 3 ની જોગવાઈઓના ભંગ બદલ સજા…

જે વ્યક્તિ આ કાયદાની કલમ 3ની જોગવાઈઓનો ભંગ કરશે તેને, દીવાની કાયદાની જવાબદારી ઉપરાંત, ત્રણ વર્ષ સુધીની કેદ અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ થશે..

આ કાયદાની કલમ 3ની જોગવાઈઓ ભંગ સગીર, મહિલા કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કિસ્સામાં કરવામાં આવ્યો હશે તો 4 વર્ષ સુધીની કેદ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થશે

4 એ. ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવીને આ કાયદાની કલમ ત્રણના ભંગ બદલ સજાની જોગવાઈ… જે વ્યક્તિ ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવીને આ કાયદાની કલમ ત્રણની જોગવાઈનો ભંગ કરે તો તેવા કિસ્સામાં તેના ત્રણ થી પાંચ વર્ષની સજા અને ઓછામાં ઓછું બે લાખ રૂપિયાનો દંડ થશે આ જોગવાઇઓનો ભંગ સગીર મહિલા કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના કિસ્સા માં કરવામાં આવ્યો હશે તો એવા કિસ્સામાં ઓછામાં ઓછી ચાર વર્ષથી લઈને સાત વર્ષ સુધીની કેદ અને ઓછામાં ઓછો ત્રણ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે

4.બી. લગ્નથી ગેરકાયદેસર ધર્મ પરિવર્તન

ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરવાના હેતુથી એક વ્યક્તિએ બીજા ધર્મની વ્યક્તિ સાથે લગ્ન પહેલા કે લગ્ન બાદ ધર્મ પરિવર્તન કર્યું કે કરાવ્યું હશે તો આવા લગ્ન રદ બાતલ ગણાશે. ફેમેલી કોર્ટ કે હકુમત ધરાવતી કોર્ટ આવા લાગને રદ્દ બાતલ ઠેરવી શકશે.

4. સી. કોઈ સંસ્થાન કે સંગઠન ધાર્મિક સંસ્થાન દ્વારા કરાવાતું ધર્મ પરિવર્તન કોઈ પણ સંસ્થાન કે સંગઠન આ કાયદાની કલમ 3ની જોગવાઈનો ભંગ કરવા માટે જવાબદાર ઠરશે તો આવી સંસ્થા અને તેના ઇન્ચાર્જને  ત્રણથી દસ વર્ષ સુધીની સજા અને ઓછામાં ઓછો 5 લાખ રૂપિયાનો દંડ થશે. 5. (1) ધર્મ પરિવર્તન કરતા પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટની પરવાનગી લેવાની રહેશે 5. (2) આંતર ધર્મીય લગ્નની જાણ જિલ્લા મેજિસ્ટ્રેટને કરવાની રહેશે 6. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે જિલ્લા મેજિસ્ટ્રેટ ની પરવાનગી વિના આ કાયદા હેઠળ પ્રોસિક્યુશન થઈ શકશે નહીં 6. એ. ધર્મ પરિવર્તન ગેરકાયદેસર, દબાણપૂર્વક કે છળકપટ પૂર્વક કે લોભ લાલચ પૂર્વકનું ન હતું તેવું સાબિત કરવાની જવાબદારી આરોપીની રહેશે.

આ પણ વાંચો : મુંબઈને પહેલું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિગ સ્ટેશન મળ્યું, એક યુનિટ માટે માત્ર 15 રૂપિયા ચૂકવવા પડશે

આ પણ વાંચો :  Valsad Rain : જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો, સૌથી વધુ પારડીમાં વરસાદ નોંધાયો

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">