બાળપણની મિત્રતા પરિણમશે લગ્નમાં, જાણો કોણ છે હાર્દિક પટેલની Fiancée કિંજલ, જુઓ ગરબે ઘૂમતા હાર્દિક-કિંજલનો VIDEO

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના 27 જાન્યુઆરીએ લગ્ન થઈ રહ્યાં છે. કિંજલ પરીખ નામની યુવતી સાથે હાર્દિક લગ્નગ્રંથિથી જોડાશે. પરંતુ આખરે કિંજલ કોણ છે તે અંગે જાણવાની લોકોને ઘણી ઉત્સુક્તા થઈ રહી છે.   કિંજલ અને હાર્દિક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મૂળી તાલુકાના દિગસર ગામે લગ્ન કરશે. અને માંડ આશરે 100 જેટલા મહેમાનોને આ લગ્નમાં બોલાવવામાં […]

બાળપણની મિત્રતા પરિણમશે લગ્નમાં, જાણો કોણ છે હાર્દિક પટેલની Fiancée કિંજલ, જુઓ ગરબે ઘૂમતા હાર્દિક-કિંજલનો VIDEO
Follow Us:
| Updated on: Jan 21, 2019 | 5:29 AM

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના 27 જાન્યુઆરીએ લગ્ન થઈ રહ્યાં છે. કિંજલ પરીખ નામની યુવતી સાથે હાર્દિક લગ્નગ્રંથિથી જોડાશે. પરંતુ આખરે કિંજલ કોણ છે તે અંગે જાણવાની લોકોને ઘણી ઉત્સુક્તા થઈ રહી છે. 

 કિંજલ અને હાર્દિક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મૂળી તાલુકાના દિગસર ગામે લગ્ન કરશે. અને માંડ આશરે 100 જેટલા મહેમાનોને આ લગ્નમાં બોલાવવામાં આવ્યા છે જેમાં પરિવારના અંગત લોકો જ હશે.

કિંજલ પરીખ હાર્દિકની બાળપણની મિત્ર છે. વિરમગામ તાલુકાના ચંદનનગરી ગામમાં હાર્દિક અને કિંજલનો પરિવાર એક જ શેરીમાં રહેતો હોવાથી હાર્દિક અને કિંજલ બંને એકબીજાને નાનપણથી ઓળખે છે. કિંજલ અને હાર્દિકના માતા-પિતાએ આ લગ્ન કર્યાં છે.

વધુમાં હાર્દિકના પિતા ભરત પટેલે જણાવ્યું કે કિંજલની અટક પરથી એવું લાગે કે તે અન્ય જ્ઞાતિની છે અને આ એક આંતરજ્ઞાતીય લગ્ન છે. પરંતુ કિંજલ પરીખ પટેલ જ છે, પાટીદાર જ્ઞાતિની જ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

હાર્દિકના પરિવારનું માનવું છે કે હાર્દિકની ઉંમર હાલ લગ્નલાયક છે અને એટલે જ આ મહિને તેના લગ્ન કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું.

ખૂબ ઓછા લોકોને માલૂમ હશે કે કિંજલ, હાર્દિક પટેલની બહેન મોનિકા સાથે જ અભ્યાસ કરતી હતી. અને તેથી નાનપણથી જ તે હાર્દિકના ઘરે રમવા અને ભણવા આવતી હતી.

કિંજલે મહેસાણા જિલ્લાના કડી તાલુકાની એક કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને હાલ તે ગાંધીનગરથી LLB કરી રહી છે.

કિંજલનો પરિવાર મૂળરૂપે સુરતનો છો પણ ઘણાં સમયથી તેઓ વિરમગામમાં સ્થાયી થયા છે. બંને વચ્ચેની મિત્રતા જોઈને બંને પરિવારજનોને એમ લાગ્યું હતું કે જો આ બંનેના લગ્ન કરાવવામાં આવે તો તે એક સારું કપલ સાબિત થશે.

તમને યાદ હશે કે જ્યારે 2016માં હાર્દિક લાજપોર જેલમાં રાજદ્રોહના કેસમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે હાર્દિકના માતા-પિતાએ કિંજલ સાથેના તેના વેવિશાળની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર છવાઈ આ ‘બુલેટરાની’ જેણે પોતાના લગ્નમાં કરી કોઈએ ન વિચારી હોય તેવી ‘બિન્દાસ’ એન્ટ્રી VIDEO

આમ તો કિંજલ મીડિયા સામે કે જાહેર કાર્યક્રમોમાં દેખાતી નથી પરંતુ થોડા દિવસ પહેલા એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા હાર્દિક અને કિંજલ ગયા હતા ત્યારનો તે બંનેનો ગરબા રમતો એક વીડિયો વાયરલ થયો છે.

જુઓ VIDEO:

[yop_poll id=708]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">