જાણો છો, ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે કેટલી છે સંપતિ ?

ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના પત્નિના નામે કુલ રૂપિયા 2,23,11,727.18 જંગમ મિલકત છે. જાણો કઈ અને કેટલી મિલકત કોના છે નામે.

જાણો છો, ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે કેટલી છે સંપતિ ?
જાણો ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે કેટલી છે સંપતિ ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 6:23 PM

ગુજરાતના નવા મુખ્યપ્રધાન બનેલા ભૂપેન્દ્ર પટેલ પાસે કરોડો રૂપિયાના સંપતિ છે. ભૂપેન્દ્ર પટેલ 1,51,17,645.84ની જંગમ મિલકત ધરાવે છે. તો તેમના પત્નિ પાસે 71,94,081.34ની જંગમ મિલકત છે. ભૂપેન્દ્રભાઈ અને તેમના પત્નિ કુલ 2,23,11,727.18 જંગમ મિલકત ધરાવે છે.

બેંકમાં થાપણ ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સમયે ઘાટલોડિયા વિધાનસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી પંચ સમક્ષ રજુ કરેલ સોગંદનામા અનુસાર, ભૂપેન્દ્ર પટેલ પાસે, રાષ્ટ્રીયકૃત બેંકમાં 1,15,431 રૂપિયાની બાંધી મુદતની થાપણ છે. તો તેમના પત્નિના નામે 63,627ની બાંધી મુદતની થાપણ છે.

જીવનવીમા પોલિસી ભૂપેન્દ્ર પટેલ રૂપિયા 1.23 કરોડની કુલ 28 જીવનવીમા પોલિસી ધરાવે છે. તો તેમના પત્નિના નામે રૂપિયા 16 લાખની કુલ ચાર વીમા વીમા પોલિસી છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

ઉધાર આપેલા નાણાં ભૂપેન્દ્ર પટેલે, સોગંદનામામાં કરેલા ઉલ્લેખ મુજબ અન્યોને રૂપિયા 8,50,000 ઉધાર આપેલા છે. જ્યારે તેમના પત્નિએ, રૂપિયા 29,37,000 અન્યોને ઉધાર આપ્યા હોવાનું સોગંદનામાની વિગતોના આધારે સામે આવ્યુ છે.

વાહન ભૂપેન્દ્ર પટેલ 2014માં ખરીદેલ હુન્ડાઈ આઈ20 કાર ધરાવે છે. જેની કિંમત સોગંદનામુ રજુ કરતી વખતે કિંમત, 7,29,765 જણાવી છે. તો તેમના પત્નિ હોન્ડા એક્ટિવા ધરાવે છે. જેની કિંમત 42,865 જણાવાઈ છે.

જર-ઝવેરાત ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે સોના ચાંદી ઝવેરાત સહીત મૂલ્યવાન 107.71 ગ્રામના દાગીના ધરાવે છે. જેની કિંમત આશરે 16,75,000 દર્શાવવામાં આવી છે. તો તેમના પત્નિ પાસે ઝવેરાત જડીત 850 ગ્રામ સોનાના દાગીના ધરાવે છે જેની કિંમત 24,50,000 ગણાવાઈ છે. આ ઉપરાંત રૂપિયા 65,000ની કિંમતની 1650 ગ્રામ ચાંદી પણ ધરાવે છે. આમ તેમની પાસે કુલ 25,15,000ની કિંમતના દાગીના હોવાનો ઉલ્લેખ સોગંદનામામાં કર્યો છે.

વાણિજ્યિક-રહેણાંક મકાન, જમીન થલતેજ વિસ્તારમાં સુદર્શન ટાવરમાં સંયુક્ત માલિકીના 50 ટકા લેખે 147.63 ચોરસફુટની ઓફિસ ધરાવે છે. જેની ખરીદ કિંમત 1,84,650 ગણાવાઈ છે. જેની બજાર કિંમત આશરે 9,60,000 દર્શાવાઈ છે. તો તેમના પત્નિ અડાલજ પાસેના અંબા ટાઉનશીપમાં 5809 ચોરસફુટની જમીન ધરાવે છે. જેની બજાર કિંમત સોગંદનામામાં દર્શાવ્યા મુજબ 16,30,000 ગણાવાઈ છે. જો કે તેની બજાર કિંમત 30,00,000 ગણાવાઈ છે. તો મેમનગરમાં ક્રિષ્ણા એવન્યુમાં 632.15 ચોરસફુટની મિલકત ધરાવે છે. જેની ખરીદ કિંમત 5,85,346 દર્શાવવામાં આવી છે.જો કે તેની કિંમત 23,40,000 ગણાવાઈ છે.

ભૂપેન્દ્ર પટેલ 7470 ચોરસ ફુટનું રહેણાક મકાન ધરાવે છે. જેના ઉપર 4025 ચોરસ ફુટ બાંધકામ કરેલ છે. જેની ખરીદ કિંમત 65,88,000 દર્શાવાઈ છે. જ્યારે તેની બજાર કિંમત 1,50,00,000 હોવાનો ઉલ્લેખ કરાયો છે. તો લીવ અને લાયસન્સ હેઠળ અડાલજમાં આવેલ સીમંધર સીટીમાં 2690 ચોરસ ફુટની મિલકત ધરાવે છે. જે માટે તેમણે 12,00,000 ચૂકવ્યા હોવાનું સોગંદનામાં જણાવ્યુ છે. આમ કુલ 1,91, 70,000ની મિલકત હોવાનું જણાવ્યુ છે. તો તેમના પત્નિના નામ કુલ 53,40,000 હોવાનું દર્શાવ્યુ છે.

લોન- જવાબદારી ભૂપેન્દ્ર પટેલ એલઆઈસીની રૂપિયા 9,18,715ની પર્સનલ લોન ધરાવે છે. જ્યારે અન્યો પાસેથી લીધેલા નાણા કે ચૂકવવાના બાકી હોય તેવી 45,41,992ની રકમ સહીત કુલ રૂપિયા 54,60,707ની જવાબદારી હોવાનું ચૂંટણી સમયે રજૂ કરેલ સોગંદનામાંમાં જણાવ્યુ છે.

આ પણ વાંચોઃ  New Chief Minister of Gujarat: ભૂપેન્દ્ર પટેલ, મેમનગર નગરપાલિકાથી ગુજરાતના મુખ્યપ્રધાનપદ સુધીની સફર

આ પણ વાંચો: Gujarat New CM Bhupendra Patel LIVE Update: પાટીદાર પાવર વચ્ચે ભાજપે ગુજરાતનાં CM તરીકે ભૂપેન્દ્ર પટેલને પસંદ કર્યા, 13 સપ્ટેમ્બરે શપથ ગ્રહણ કરશે, મંત્રીમંડળનાં નામની જાહેરાત બે દિવસ બાદ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">