રામ રાખે તેને કોણ ચાખે? હૈયું કંપાવનારી ઘટના, જુઓ VIDEO
કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવતને સાર્થક કરતો સુરતનો એક વીડિયો સોશિલય મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જોઈને તમે ચોંકી જશો. વાયરલ થયેલો વીડિયો નાના વરાછા વિસ્તારની હરેકૃષ્ણ સોસાયટીનો છે, જ્યાં દીપ નામનું બાળક ઘર આંગણે રમી રહ્યું હતું. તે દરમિયાન તેની સાથે એવી ઘટના બની ગઈ કે આખાય […]
કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવતને સાર્થક કરતો સુરતનો એક વીડિયો સોશિલય મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો જોઈને તમે ચોંકી જશો. વાયરલ થયેલો વીડિયો નાના વરાછા વિસ્તારની હરેકૃષ્ણ સોસાયટીનો છે, જ્યાં દીપ નામનું બાળક ઘર આંગણે રમી રહ્યું હતું. તે દરમિયાન તેની સાથે એવી ઘટના બની ગઈ કે આખાય વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. વરસાદમાં દીપ સોસાયટીના રસ્તા પર રમી રહ્યો છે તેની પાસે છત્રી પણ છે, તે રસ્તા પર આગળ આવે છે. થોડા જ પગલાં ચાલીને તે રસ્તા પર છત્રી ઓઢીને બેસી જાય છે. આ જ સમયે એક પાડોશી કારચાલક કાર રિવર્સ લે છે. કાર રિવર્સ લેતા લેતા તે બાળક સુધી પહોંચી જાય છે. કારચાલક રિવર્સમાં તેના પર કાર ચડાવી જ દે છે, કારણ કે બાળક નીચે બેસી ગયું હોવાથી તેને બાળક દેખાયું જ નહીં અને કાર બાળક પર ચડી ગઈ.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ઘણી આગળ વધી શકે છે!
કાર નીચે બાળકની જિંદગી હતી. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય, જ્યારે આસપાસના લોકોએ બાળકની ચીસો સાંભળી તો સૌ કોઈ બહાર આવી ગયું. સૌને એમ થયું કે બાળક ગયું જ સમજો, પણ કાર નીચેથી જ્યારે બાળક બહાર આવ્યું તો સૌના જીવમાં જીવ આવ્યો. સૌએ રાહતનો શ્વાસ તો લીધો જ સાથે કારચાલક પર રોષ પણ ઠાલવ્યો. આવી ઘટનાઓ જવ્વલે જ સામે આવતી હોય છે જેમાં લોકોનો ચમત્કારિક બચાવ થતો હોય છે.
[yop_poll id=”1″]