ખેડબ્રહ્માનું અંબાજી મંદિર ભાદરવી પુનમે ભક્તો માટે રહેશે ખુલ્લુ, આ ગાઈડલાઈનને અનુસરવી જરૂરી

સાબરકાંઠા જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલુ ખેડબ્રહ્માનું અંબાજી મંદીર એટલે નાના અંબાજી તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભક્તો ભાદરવી પુનમે મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. ભાદરવી પુનમ એટલે અહીં ભક્તો જાણે કે કીડીયારાની જેમ ઉભરાતા હોય એમ લાગે છે. જો કે આ વખતે પદયાત્રા અને મેળો બંધ રાખીને ખેડબ્રહ્માના અંબાજી મંદીર ભક્તોને માત્ર દર્શન માટે […]

ખેડબ્રહ્માનું અંબાજી મંદિર ભાદરવી પુનમે ભક્તો માટે રહેશે ખુલ્લુ, આ ગાઈડલાઈનને અનુસરવી જરૂરી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:04 PM

સાબરકાંઠા જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલુ ખેડબ્રહ્માનું અંબાજી મંદીર એટલે નાના અંબાજી તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભક્તો ભાદરવી પુનમે મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. ભાદરવી પુનમ એટલે અહીં ભક્તો જાણે કે કીડીયારાની જેમ ઉભરાતા હોય એમ લાગે છે. જો કે આ વખતે પદયાત્રા અને મેળો બંધ રાખીને ખેડબ્રહ્માના અંબાજી મંદીર ભક્તોને માત્ર દર્શન માટે ખુલ્લુ રાખવામાં આવશે એમ મંદીરના ટ્રસ્ટે નિર્ણય લીધો છે. સવારે સાત વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી મંદીર પરીસર ખુલ્લુ રાખવામાં આવશે. આ સાથે જ જો કે ભક્તો ઓનલાઈન પણ દર્શન કરી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા પહેલાથી જ ઉભી કરવામાં આવેલી છે.

khedbrahma-nu-ambaji-mandir-bhadarvi-puname-bhakto-mate-rehse-khulu-aa-guideline-ne-anusarvi-jaruri

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

khedbrahma-nu-ambaji-mandir-bhadarvi-puname-bhakto-mate-rehse-khulu-aa-guideline-ne-anusarvi-jaruri

હાલમાં કોરોનાની મહામારીને લઈને અનેક મંદીરોમાં વ્યવસ્થાને લઈને સમસ્યાઓ સર્જાઇ રહી છે. ત્યાં અંબાજી મંદીર દ્વારા પણ લાખોની સંખ્યામાં ભાદરવી પુનમે ભક્તો આવતા હોવાને લઈને કોરોનાનું સંક્રમણ ભક્તોમાં ના ફેલાય એ માટે મંદીરને બંધ રાખવા માટેનો નિર્ણય રાખવામાં આવ્યો છે. પરંતુ જેની સામે ખેડબ્રહ્માના અંબાજી મંદીરને ભક્તોના દર્શન માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ભક્તોને માત્ર દર્શન કરી તરત જ મંદીર પરીસર છોડી દેવા માટેની અપીલ મંદીર વ્યવસ્થાપન દ્વારા કરવામાં આવી છે. ભક્તોએ દર્શન કરવા માટે ફરજીયાત સેનેટાઈઝ થવુ પડશે અને સાથે જ માસ્ક પહેરવુ ફરજીયાત હશે. તેમજ દરેક ભક્તનું થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભાદરવી પુનમે ભક્તો પગપાળા જ અંબાજી દર્શને જતા હોય છે અને અંબાજીથી 50 કીલોમીટરના અંતરે રહેલા ખેડબ્રહ્માના દર્શન પણ ભક્તો અચુક કરતા હોય છે. દર વર્ષે અહીં 400થી વધુ સંઘો પગપાળા પણ આવતા હોય છે. જે ચાલુ વર્ષે મોકુફ રહેલ છે. આમ અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી આગળ વધતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે અંબાજીના મોટા મંદીરના દર્શન અને પગપાળા યાત્રા બંધ હોઈ ભક્તોની સંખ્યામાં ઘટાડો સર્જાયો છે. આમ મર્યાદીત સંખ્યા હોવાને લઈને ભક્તો માત્ર દર્શન કરી શકે એ માટે ખેડબ્રહ્મા મંદીર દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઈડર સ્ટેટના રાજવી પરીવારના સભ્ય અને અંબાજી મંદીર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે TV9 સાથે વાતચીતમાં જણાવ્યું કે ભક્તોને માતાજીના દર્શન કરવાનો લાભ મળે એ માટે થઈને મંદીરને ખુલ્લુ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આગળના દિવસો દરમ્યાન વ્યવસ્થા કેટલે અંશે જળવાઈ રહે છે તે પણ સતત ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. જો કે મંદીર અને આસપાસમાં કોઈ જ ઉત્સવ આ દરમ્યાન ઉજવવામાં આવશે નહી. આ ઉપરાંત ભીડ ના થાય એ માટે ભક્તો જાતે માતાજીને ધજા પણ મંદીર પર નહીં ચઢાવી શકે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">