ખેડબ્રહ્મા: કોરોના સંક્રમણને અટકાવવા આગામી એક અઠવાડિયા સુધી સ્વંયભુ રીતે બજારોને બંધ રાખવાનો વેપારીઓનો નિર્ણય

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે વધવા લાગ્યુ હોય એવી સ્થિતી સર્જાઈ છે. વધતા જતા સંક્રમણને લઈને હવે લોકો પણ પોતાની જાતે જ પોતાની સાવચેતી દાખવવા માટે ચિંતા દાખવી રહ્યા છે તો બીજી તરફ ખેડબ્રહ્મા શહેરમાં સ્થાનિક બજારોને આગામી એક સપ્તાહ સુધી બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર અને ખેડબ્રહ્મા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ […]

ખેડબ્રહ્મા: કોરોના સંક્રમણને અટકાવવા આગામી એક અઠવાડિયા સુધી સ્વંયભુ રીતે બજારોને બંધ રાખવાનો વેપારીઓનો નિર્ણય
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 18, 2020 | 6:26 PM

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે વધવા લાગ્યુ હોય એવી સ્થિતી સર્જાઈ છે. વધતા જતા સંક્રમણને લઈને હવે લોકો પણ પોતાની જાતે જ પોતાની સાવચેતી દાખવવા માટે ચિંતા દાખવી રહ્યા છે તો બીજી તરફ ખેડબ્રહ્મા શહેરમાં સ્થાનિક બજારોને આગામી એક સપ્તાહ સુધી બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર અને ખેડબ્રહ્મા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતુ જઈ રહ્યુ હોય એમ અનેક કેસો અને તેના જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ સામે આવવાની સંખ્યા છેલ્લા કેટલાક દિવસથી વધતી જોવા મળી રહી છે. જેને લઈને હવે સ્થાનિક લોકોને પણ કોરોનાને લઈને  સાવચેતી દાખવવાની સભાનતામાં વધારો કર્યો છે. જિલ્લામાં વધતા જતા સંક્રમણનો આંક 800થી પણ વધુ પહોંચી ચુક્યો છે. જેમાં ગઈકાલે પણ ખેડબ્રહ્મામાં સત્તાવાર આંકમાં વધુ બે દર્દીઓને કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઈને સ્થાનિક વેપારીઓએ લોકોના આરોગ્યની તકેદારીને ભાગરુપે હવે બજારોને બંધ કરી દેવા માટે નિર્ણય કર્યો છે.

Khedbrahma: Corona sankraman ne aatkava aagami ek week sudhi swayanbhu rite bajaro ne bandh rakhvano vepario no nirnay

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજે વેપારી એસોશિએશન દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ સ્વંયભુ રીતે જ બજારોને બંધ રાખવા માટે નિર્ણય કરાયો છે. જેમાં હાથલારી અને પાથરણાં દ્વારા નાના ધંધો રોજગાર ચલાવનારાઓએ પણ સહમતી દાખવી છે અને તેઓ દ્વારા પણ બંધને સહયોગ જાહેર કરાયો છે. શહેરની પાલિકા અને વેપારીઓએ આ અંગે વાટાઘાટો  કરી નિર્ણયને લોકોના આરોગ્યની ચિંતા દાખવતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. મેડીકલ અને દુધ જેવી આવશ્કયક સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે. આગામી સોમવાર એટલે કે 14 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી બજારો બંધ રાખવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ નગરપાલિકાના ચિફ ઓફિસર અને કર્ચમારીઓને પણ કોરોના પોઝિટીવ હોવાનું સામે આવતા પાલિકાની કામગીરી પણ બંધ કરી દેવાઈ હતી અને પાલિકાને એક સપ્તાહ માટે બંધ કરી દેવાઇ હતી. આ ઉપરાંત જિલ્લા કલેકટર સી.જે.પટેલને પણ કોરોના પોઝિટીવ હોવાનું સામે આવતા હોમ આઈસોલેટ કરાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">