Dakor માં જન્માષ્ટમી પર્વની હર્ષભેર ઉજવણી, મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા

રણછોડજી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. તેમજ ભક્તો લાંબા સમય સુધી દર્શનનો લાભ લઈ શકશે. તેમજ લોકો મંદિર પરિસરમાં ધજા સાથે આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 6:18 PM

ગુજરાતમાં ડાકોર રણછોડજી મંદિર ખાતે જન્માષ્ટમીની હર્ષભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે સવારથી ભક્તોની ભારે ભીડ ડાકોરમાં જોવા મળી રહી છે. જેમાં રણછોડજી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. તેમજ ભક્તો લાંબા સમય સુધી દર્શનનો લાભ લઈ શકશે. તેમજ લોકો મંદિર પરિસરમાં ધજા સાથે આવી રહ્યા છે.

કૃષ્ણ ભક્તો જગતમંદિરે સવારથી જ શ્રીજીના દર્શન કરી આરતીનો લાભ લઈ રહ્યા છે. ભક્તો કૃષ્ણ રંગમાં રંગાયેલા ચુક્યાં છે. તો મંદિરો પણ જાણે રોશનીમાં ઝળહળી ઉઠ્યાં છે. કોરોનાની સ્થિતિને કારણે મંદીરમાં એકસાથે 200 ભક્તોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

તો કોરોનાની તમામ ગાઈડલાઈન અને નિયમોના પાલન સાથે ભક્તો શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તેમજ કૃષ્ણ ભક્તો ધરબેઠા પણ દ્વારકા મંદિરની વેબસાઇટ પર ભગવાન દ્વારકાધીશના ઓનલાઇન દર્શન કરી શકશે.

ડાકોરમાં જન્માષ્ટમીનો ઉત્સાહ 

ડાકોરમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. ડાકોર મંદિરમાં રણછોડરાયજીના દર્શન માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યાં છે. અને રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તો કોરોના નિયમના પાલન સાથે 200ની સંખ્યામાં ભાવિકોને દર્શન માટે મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે.

તમામ ભક્તો કોરોનાની ગાઈડલાઈન સાથે શ્રીજીના દર્શન કરી પાવન થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડાકોર મંદીરમાં આરતી સમયે ભાવિકોને મંદિરમાં પ્રવેશ નહી મળે. પરંતુ ત્યારબાદ ભક્તો સવારે 6.45થી બપોરે 12.30 વાગ્યા સુધી અને બપોરે 4:45 વાગ્યા બાદ દર્શન કરી શકાશે. અને રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્યરીતે ઉજવણી કરાશે.

આ  પણ વાંચો : Gujarat : આવ રે વરસાદ !!! ડાંગ, ભરૂચ અને વડોદરામાં ઝરમર વરસાદ નોંધાયો

આ પણ  વાંચો  : Krishna Janmashtami 2021: શ્રી કૃષ્ણના જે ચરણમાં સમાઈ ગયો છે આખો સંસાર, જાણો તેમનો મહિમા અને પૂજા કરવાનું ફળ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">