Kheda : નડિયાદમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધ દર્દી હોમ ક્વોરન્ટઇનમાંથી ગાયબ

નડિયાદ શહેરના સાથ બજારમાં આવેલી ચોક્સી પોળમાં 22 નવેમ્બરે 65 વર્ષીય વૃદ્ધ અમેરિકાથી આવ્યા હતા.  3 ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝિટિવ આવતા તેને હોમ ક્વોરન્ટાઈન રહેવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ 65 વર્ષીય વૃદ્ધે રાત્રીના સમયે બેદરકારી દાખવી ઘરેથી ગાયબ થઈ ગયા હતા.

Kheda : નડિયાદમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધ દર્દી હોમ ક્વોરન્ટઇનમાંથી ગાયબ
કોરોના દર્દી ગાયબ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 10:52 PM

Kheda : કોરોનાની ભયાનકતા કેમ લોકો સમજતા નથી ? આ સવાલ એટલા માટે કારણ કે, અમેરિકાથી નડિયાદ આવેલા એક કોરોનાગ્રસ્ત વૃદ્ધ કવોરન્ટાઈનમાંથી ગાયબ થઈ ગયા છે. નડિયાદ શહેરના સાથ બજારમાં આવેલી ચોક્સી પોળમાં 22 નવેમ્બરે 65 વર્ષીય વૃદ્ધ અમેરિકાથી આવ્યા હતા.  3 ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝિટિવ આવતા તેને હોમ ક્વોરન્ટાઈન રહેવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ 65 વર્ષીય વૃદ્ધે રાત્રીના સમયે બેદરકારી દાખવી ઘરેથી ગાયબ થઈ ગયા હતા.

આ બાબતે આરોગ્ય વિભાગની ટીમને જાણ થતાની સાથે તેઓ પોલીસ સાથે દર્દીની ઘરે પહોંચ્યા હતા. અને દર્દીને શોધવાની તજવીજ હાથ ધરી હતી. અને ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. નોંધનીય છેકે રાજયમાં હાલ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે એક તરફ ચિંતાનો માહોલ છે. ત્યારે વૃદ્ધ દર્દીના ગાયબ થવાથી અનેક સવાલોએ જન્મ લીધો છે. બીજી તરફ રાજયમાં ઑમિક્રૉનની પણ એન્ટ્રી થઇ ગઇ છે. જેને પગલે રાજયમાં ચિંતાનો માહોલ છે. ત્યારે આવા બેદરકાર દર્દીઓને પગલે કોરોનાનો ફેલાવો ઝડપી ન બને તે જરૂરી છે. ત્યારે આ વૃદ્ધ દર્દીને શોધવા હાલ તંત્ર કામે લાગ્યું છે. અને, હવે આ કેસમાં નવું શું સામે આવે છે તેની રાહ જોવી રહી.

આ પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2022 પહેલા 8 ડિસેમ્બરે દુબઈમાં રોડ-શૉ, મુખ્યપ્રધાન સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થશે

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

આ પણ વાંચો : VADODARA: નવસારીની યુવતીના આપઘાત કેસમાં ઓએસીસ સંસ્થાના સ્થાપક, ટ્રસ્ટી અને મેન્ટરને સમન્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">