Rathyatra 2021 : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને ખલાસી ભાઈઓએ પણ આસ્થા સાથે શરૂ કરી તૈયારીઓ

જો રથયાત્રાને મંજૂરી અપાય તો રથયાત્રામાં એક રથ સાથે 40 ખલાસી જોડાશે. એટલે કે 3 રથ મળી 120 ખલાસીઓ થશે. જે અંગે ખલાસીઓ દવારા લિસ્ટ તૈયાર કરી મંદિરને સોંપાયું છે. જે તમામ ખલાસી અને અન્ય રથયાત્રામાં જોડાનાર તમામ લોકોનું વેકસિનેશન થયેલું હોવું જરૂરી છે.

Rathyatra 2021 : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને ખલાસી ભાઈઓએ પણ આસ્થા સાથે શરૂ કરી તૈયારીઓ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને ખલાસી ભાઈઓએ પણ આસ્થા સાથે શરૂ કરી તૈયારીઓ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 03, 2021 | 3:32 PM

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા( Rathyatra )ને નીકળવાને લઇને હજુ કોઈ નિણર્ય લેવામાં આવ્યો નથી. ત્યારે રથ ખેંચતા ખલાસી ભાઈઓએ આ વર્ષે રથયાત્રા નીકળશે તેવી આસ્થા સાથે પુરજોશ તૈયારી શરૂ કરી છે. આગામી 12 જુલાઈએ ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા છે. જો કે રથયાત્રા નીકળશે કે નહીં તેને લઈને હજુ સુધી કોઈ નિર્ણય જાહેર કરાયો  નથી. જોકે મંદિર સંચાલકો, ભક્તો અને ખલાસીઓ તેમની તૈયારીમાં લાગ્યા છે. જેમાં ખલાસીઓએ રથના શણગાર સાથેની તૈયારીઓ શરૂ કરી છે.

મંદિર દ્વારા લિસ્ટ પણ તૈયાર કરાઈ રહ્યું છે

સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જો રથયાત્રા( Rathyatra )ને મંજૂરી આપવામાં આવે તો પ્રોટોકોલ સાથે રથયાત્રા નીકળશે જે રીતે જળયાત્રાને પ્રોટોકોલ સાથે કાઢવા મંજૂરી અપાઈ હતી અને પ્રોટોકોલ સાથે જળયાત્રા કાઢવામાં આવી હતી. તે જ રીતે રથયાત્રામાં પણ ગણતરીના લોકો રહેશે.મળતી માહિતી પ્રમાણે જો મંજૂરી અપાય તો પ્રોટોકોલ સાથે નીકળનારી રથયાત્રામાં 150 લોકો જેટલા જોડાશે. જેમાં 120 ખલાસીઓ હશે બાકી 30 માં મહંત અને હરિ ભક્તોનો સમાવેશ થાય છે. જે અંગે મંદિર દ્વારા લિસ્ટ પણ તૈયાર કરાઈ રહ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રથયાત્રામાં જોડાનાર તમામ લોકોનું વેકસિનેશન  જરૂરી 

મળતી માહિતી પ્રમાણે જો રથયાત્રાને મંજૂરી અપાય તો રથયાત્રા( Rathyatra )માં એક રથ સાથે 40 ખલાસી જોડાશે. એટલે કે 3 રથ મળી 120 ખલાસીઓ થશે. જે અંગે ખલાસીઓ દવારા લિસ્ટ તૈયાર કરી મંદિરને સોંપાયું છે. જે તમામ ખલાસી અને અન્ય રથયાત્રા માં જોડાનાર તમામ લોકોનું વેકસિનેશન થયેલું હોવું જરૂરી છે. જો વેકસીન લીધી હશે તેવા જ લોકોની રથયાત્રા માટે પસંદગી કરવામાં આવશે. જેનું લિસ્ટ પણ બનાવાઈ રહ્યું છે. જેથી કોઈ ચૂક ન રહી જાય અને રથયાત્રાથી કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ પણ નહિવત કરી શકાય.

એટલું જ નહીં પણ ખલાસીઓની માંગ છે કે રથયાત્રાને મંજૂરી અપાય તો  કર્ફ્યૂ  લાગુ કરીને મંજૂરી પણ અપાય. તેમજ લોકોને પણ ખલાસીઓએ અપીલ કરી છે કે તેઓ રૂટ કે પોળ કે મકાનની છત કે બાલ્કનીમાં ભેગા ન થઈને ઘરમાં સોશિયલ મીડિયા કે ટીવીના માધ્યમથી રથયાત્રા નિહાળી ભગવાનના દર્શન કરે જેથી આસ્થા પણ જળવાય અને નિયમ પણ પાળી શકાય.

પોલીસ વિભાગ દ્વારા રૂટ પર CCTV સેટઅપ પણ શરૂ કરી દેવાયો

એટલું જ નહીં પણ જો રથયાત્રા નીકળે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા કાઢવામાં આવશે. તેમજ cctv મારફતે પોલીસ રથયાત્રા અને રૂટ પર નજર રાખશે. જેને લઈને પોલીસ વિભાગ દ્વારા રૂટ પર CCTV સેટઅપ પણ શરૂ કરી દેવાયો છે. તેમજ બંધ કેમેરાને શરૂ પણ કરાઈ રહ્યા છે. જેથી કોઈ ચૂક ન રહી જાય અને જો રથયાત્રાનો મંજૂરી મળે તો વગર અડચણે રથયાત્રા પાર પાડી શકાય. જો રથયાત્રા નીકળવાની મંજૂરી આપવામાં આવશે તો રથયાત્રા રૂટમાં માત્ર કોર્પોરેશન ખાતે જ રથ 5 મિનિટ માટે રોકાણ કરશે. જ્યારે ગણતરીના લોકો રથનું સ્વાગત કરશે. જોકે એએમસી દ્વારા આ મામલે કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

આ પણ વાંચો : શું તમે જાણો છો ‘ઓમ જય જગદીશ હરે’ આરતી કોણે લખી હતી? કેમ અંગ્રેજોએ તેમને શહેર નિકાલ આપ્યો હતો?

આ પણ વાંચો : 7th Pay Commission: સરકારી કર્મચારીઓના પગારમાં 7750 રૂપિયા વધારો થશે, જાણો ક્યારથી મળશે લાભ અને કઈ રીતે કરશો ગણતરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">