અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલઃ ફૂટબોલ ગ્રાઉન્ડમાં હોર્સ શોમાં અશ્વ બેકાબૂ બનતા અફરાતફરી

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલઃ ફૂટબોલ ગ્રાઉન્ડમાં હોર્સ શોમાં અશ્વ બેકાબૂ બનતા અફરાતફરી


અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં અશ્વ બેકાબૂ બનતા અફરાતફરી મચી ગઈ. કાંકરિયાના ફૂટબોલ ગ્રાઉન્ડમાં ગુજરાત પોલીસે હોર્સ શોનું આયોજન કર્યું હતું. આયોજન પ્રમાણે આઈ.એસ. રાઠોડ નામના પોલીસકર્મી અશ્વ પર કરતબ કરી રહ્યા હતા. મેદાનમાં પુરપાટ ઝડપે દોડી રહેલો અશ્વ અચાનક રેલિંગ તરફ આવ્યો.

આ પણ વાંચોઃ લખનઉમાં પ્રેસ યોજી પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કર્યા પ્રહાર, આ બે બાળકોના મોત પર ઉઠાવ્યા સવાલ

ત્યારે તેની ગતિ એટલી હતી કે તે અટકી ન શક્યો અને સીધો જ રેલિંગ તોડીને બહાર નીકળી ગયો હતો. અશ્વએ જ્યાં રેલિંગ તોડી તે જ રેલિંગ પાસે અનેક લોકો કરતબ જોવા માટે ઉભા હતા. સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નથી થઈ. આ તરફ પોલીસનું માનવું છે કે લોકોને જોઈને અશ્વ પોતે જ ઉભો રહી ગયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati