ઓમીક્રોનની દહેશત, અમદાવાદમાં યોજાનાર કાંકરિયા કાર્નિવલ રદ કરાયો 

કોરોનાના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સંકટ વચ્ચે આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહી યોજાય.. અમદાવાદ મહાનગરપાલિકાએ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી યોજાતા કાંકરિયા કાર્નિવલને રદ કર્યો છે. 

ઓમીક્રોનની દહેશત, અમદાવાદમાં યોજાનાર કાંકરિયા કાર્નિવલ રદ કરાયો 
Kankaria Carnival (File photo)

અમદાવાદ(Ahmedabad)  મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીની(Recreation Committee) મિટીંગ યોજાઇ હતી. જેમાં કાંકરિયા કાર્નિવલને(Kankaria Carnival)  લઇને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. કોરોનાના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સંકટ વચ્ચે આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહી યોજાય. ઓમિક્રોનના સંકટ વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકાએ કાંકરિયા કાર્નિવલને રદ કર્યો છે.

દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાના નવા વેરિઅન્ટના સંકટને ધ્યાનમાં રાખીને રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે 7 દિવસ સુધી ચાલતા કાર્નિવલમાં અંદાજે લાખો લોકો મુલાકાત લેતા હોય છે.

આ પણ  વાંચો :   RAJKOT : વરસાદની આગાહીને પગલે ઉપલેટા માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી

આ પણ  વાંચો :  ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી, પાકને નુકશાન થવાની ભીતિ

  • Follow us on Facebook

Published On - 7:26 pm, Wed, 1 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati