લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીની હત્યામાં ગુજરાત ATSએ ત્રણ લોકોની કરી ધરપકડ

લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીની હત્યામાં ગુજરાત ATSએ ત્રણ લોકોની કરી ધરપકડ

ઉત્તરપ્રદેશના લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીની હત્યામાં ગુજરાત એટીએસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમના નામ રશીદ અહમદ પઠાણ, મૌલાના મોહસિન શેખ અને ફૈઝાન છે. રશીદ અહમદ પઠાણ 23 વર્ષનો છે. રશીદ અહમદ પઠાણને કમ્પ્યૂટરનું સારું જ્ઞાન છે. પરંતુ તે વ્યવસાયે દરજી કામ કરે છે. મૌલાના મોહસિન શેખની ઉંમર 24 વર્ષ છે. આ […]

TV9 Webdesk12

|

Oct 19, 2019 | 3:42 PM

ઉત્તરપ્રદેશના લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીની હત્યામાં ગુજરાત એટીએસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમના નામ રશીદ અહમદ પઠાણ, મૌલાના મોહસિન શેખ અને ફૈઝાન છે. રશીદ અહમદ પઠાણ 23 વર્ષનો છે. રશીદ અહમદ પઠાણને કમ્પ્યૂટરનું સારું જ્ઞાન છે. પરંતુ તે વ્યવસાયે દરજી કામ કરે છે. મૌલાના મોહસિન શેખની ઉંમર 24 વર્ષ છે.

આ પણ વાંચોઃ પાટણના એક ગામમાં પ્રચાર દરમિયાન કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ રૂપિયા વહેંચતા વિવાદ

આ યુવક સાડીની દુકાનમાં કામ કરે છે. ત્રીજા યુવકનું નામ ફૈઝાન છે અને તેની ઉંમર 21 વર્ષ છે. આ યુવક પણ સુરતનો છે અને તે ચંપલની દુકાનમાં કામ કરે છે. ATSએ ત્રણેય આરોપીની પૂછપરછ કરી છે. આ ઉપરાંત તેમની સાથે સંપર્કમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે. ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી 15 લોકોને ATSએ ઓળખી કાઢ્યાં હતા, તે તમામ15 લોકોની તપાસ કરવામાં આવશે.

કમલેશ તિવારીની હત્યા પાછળ તેમણે મહંમદ પયગંબર સાહેબ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી કારણભૂત ગણવામાં આવે છે. કમલેશ તિવારીએ 2015માં પયગંબર સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી ત્યારે સુરતમાં રહેતા રશીદ પઠાણે તિવારીની હત્યા કરવા માટે મયુદ્દીન નામના શખ્સ સાથે કાવતરું રચ્યું હતું જોકે, તે વખતે તેઓ તેમના પ્લાન પર કામ કરી શક્યા ન હતા. ત્યાર બાદ રશીદ 2017માં દુબઇ જતો રહ્યો હતો અને એક આઇટી કંપનીમાં કામ કરતો હતો. રશીદ 3 મહિના પહેલાં જ સુરત આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ચાર વર્ષ વિતવા છતાં રશીદના મનમાંથી કમલેશ તિવારી પ્રત્યે ધૃણા ઓછી થઇ ન હતી. માટે તેણે તેની જ બિલ્ડિંગમાં રહેતા મૌલાણા મોહસીન સાથે વાત કરી હતી. મૌલાણા મોહસીને પયંગબર સાહેબનું અપમાન કરનાર શખ્સની હત્યાને શરિયત અને કુરાન મુજબ વાજીબ એ કત્લ ગણાવાતા રશીદનો ઇરાદો બધુ મજબૂત થયો હતો. રશીદે તિવારીની હત્યા કરવા માટે પોતાના ભાઇ મયુદ્દીન સાથે વાત કરી હતી. રશીદે હત્યાને જાતે પોતે અંજામ આપવાની વાત કરી હતી પરંતુ તેના ભાઇ મયુદ્દીને તેને તેમ કરવાની ના પાડી હતી તિવારીની હત્યા પોતે કરશે તેવી યોજના ઘડી હતી. આમ તિવારીની હત્યા મયુદ્દીન અને અસ્ફાક કરશે તેમ નક્કી થયું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હત્યાને અંજામ આપવા માટે રશીદ અને તેની પાડોશમાં રહેતો ફૈઝાન સુરતની એક મીઠાઇની દુકાને ગયા હતા અને ત્યાંથી મીઠાઇ ખરીદી હતી. આ લોકોએ બાદમાં છરી અને પિસ્તોલને આ મીઠાઇના ડબ્બામાં છુપાવ્યા હતા અને 16 તારીખે ઉદ્યોગકર્મી ટ્રેનમાં બેસીને લખનૌ ગયા હતા. આ દરમિયાન અસ્ફાક અને મયુદ્દીને વેશ પલટો કર્યો હતો અને તેમણે પોતાની દાઢી દૂર કરીને હિન્દુ તરીકેની ઓળખ થાય તેવા ભગવા કપડાં પહેર્યા હતા. મયુદ્દીન અને અસ્ફાક દોઢ દિવસ સુધી લખનૌમાં રહી હત્યા કર્યા બાદ ફરાર થઇ ગયા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati